બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Worst hurricane in 84 years threatens America

ચેતવણી / હિલેરીનું હાઇઍલર્ટ: અમેરિકા પર 84 વર્ષના સૌથી ભયાનક વાવાઝોડાનો ખતરો, આ 3 રાજયોમાં મચાવી શકે છે તબાહી

Vishal Khamar

Last Updated: 05:05 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેલિફોર્નિયામાં 84 વર્ષ બાદ ભયંકર તોફાન આવી રહ્યું છે. ત્રણ રાજ્યોમાં તબાહીની સંભાવના છે. માત્ર થોડા કલાકોમાં એક વર્ષ સુધી વરસાદ થવાની ધારણા છે. જેના કારણે શહેરમાં પૂર આવી શકે છે. તેમજ ભૂસ્ખલન તેમજ જાન-માલનું ભારે નુકસાન થવાની આશંકા છે.

  • અમેરિકામાં કહેર મચાવશે 'હિલેરી'
  • હિલેરી ચક્રવાતને લઇ હાઇએલર્ટ
  • 3 રાજ્યોમાં ટકરાશે હિલેરી ચક્રવાત

અમેરિકાના ત્રણ રાજ્યો વિનાશના આરે છે. ભયંકર વાવાઝોડું આવવાનું છે. કે આખું શહેર પાણીમાં ડૂબી જશે.  હિલેરી વાવાઝોડાનાં કારણે કેલિફોર્નિયામાં માત્ર થોડા કલાકોમાં એક વર્ષનો વરસાદ પડી શકે છે.  અહીં હવામાન વિભાગ દ્વારા ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચક્રવાત શહેરમાં પૂર, ભૂસ્ખલન પણ લાવી શકે છે. કેલિફોર્નિયા, નેવાડા અને એરિઝોનામાં નુકશાનની સંભાવના છે.  દક્ષિણ કેલિફોર્નિયામાં વાવાઝોડાને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 
એક વર્ષ જેટલો વરસાદ થોડા કલાકોમાં પડી શકે છે
હિલેરી ઝડપથી તેનો આકાર બદલી રહ્યું છે.  શુક્રવાર સુધીમાં જ્યારે ચક્રવાત મેક્સિકોના બાજા અને કેલિફોર્નિયાના દરિયાકાંઠે પહોંચશે. ત્યારે તે તેની તીવ્રતા જાળવી શકે છે અને આ જ કારણ છે કે અહીં તબાહીની શક્યતાઓ વધુ છે. ચક્રવાત કેલિફોર્નિયા સુધી પહોંચવાની શક્યતા છે. જ્યાં એક વર્ષ જેટલો વરસાદ માત્ર થોડા કલાકોમાં પડી શકે છે.  જેના કારણે શહેરમાં પૂરનો ભય છે.
84 વર્ષ પહેલા કેલિફોર્નિયામાં ભયંકર તોફાન આવ્યું હતું
નેશનલ વેધર સર્વિસ મુજબ સધર્ન કેલિફોર્નિયામાં સપ્ટેમ્બર 1939 પછી કોઈ ગંભીર તોફાન આવ્યું નથી.  હિલેરીના ખતરા વચ્ચે જાનમાલનું ભારે નુકસાન થવાની સંભાવના છે. હિલેરીએ બંદરીય શહેર એન્સેનાડાથી લગભગ 330 કિમી દક્ષિણમાં બાજા ટાપુ પર રવિવારે ભૂસ્ખલનની ચેતવણી આપી છે.  તિજુઆનામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. પહાડી વિસ્તાર હોવાને કારણે અહીં ભૂસ્ખલન અને પૂરનો ભય રહેલો છે.  ચક્રવાત હિલેરી સોમવાર સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમજ શુક્રવારથી અહીં વરસાદની આગાહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ