બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / World Population Day india projected to surpass china as worlds most populous country during 2023

World Population Day / આવતા વર્ષે ચીનની આબાદીને પછાડી દેશે ભારત, Populationને લઈને સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 12:26 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે એટલે કે આજે World Population Day ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર સંયુક્ત રાષ્ટ્રએ અહેવાલ આપ્યો છે કે નવેમ્બર 2023ના મધ્ય સુધીમાં વિશ્વની વસ્તી 8 અબજ સુધી પહોંચી જશે.

  • સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યો રિપોર્ટ 
  • વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે ભારત 
  • આવતા વર્ષ સુધીમાં ચીનની આબાદીને પણ પછાડશે

World Population Day 2022ના અવસર પર સંયુક્ત રાષ્ટ્રએ ભારતને લઈને ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. તેનો અંદાજ છે કે 2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. અત્યારે ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આવતા વર્ષે ભારત તેનાથી આગળ નીકળી જશે. 

8 અબજ સુધી પહોંચી જશે વિશ્વની વસ્તી 
સોમવારે એટલે કે આજે World Population Day ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર સંયુક્ત રાષ્ટ્રએ અહેવાલ આપ્યો છે કે નવેમ્બર 2023ના મધ્ય સુધીમાં વિશ્વની વસ્તી 8 અબજ સુધી પહોંચી જશે. વૈશ્વિક વસ્તી 1950 પછી સૌથી ધીમી ગતિએ વધી રહી છે. 

2020માં વસ્તી વૃદ્ધિ દર ઘટીને એક ટકાથી પણ ઓછો થઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અંદાજો અનુસાર, વિશ્વની વસ્તી 2030માં લગભગ 8.5 અબજ અને 2050માં 9.7 અબજ સુધી વધશે. 2080 સુધીમાં તે લગભગ 10.4 અબજની ટોચે પહોંચવાનો અંદાજ છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે કહી આ વાત 
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આ વર્ષે પૃથ્વી પર આઠ અબજમાં માનવીનો જન્મ થશે. આ આપણી વિવિધતાને ઉજવવાની, આપણી સામાન્ય માનવતાને ઓળખવાની અને આરોગ્યની પ્રગતિથી આશ્ચર્ય કરવાની તક છે. 

2023 સુધી ભારત બની જશે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ 
આરોગ્યની પ્રગતિએ માણસનું આયુષ્ય વધાર્યું છે. માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આ સાથે તે પૃથ્વીની સંભાળ રાખવા માટે આપણી સહિયારી ભાગીદારીની પણ યાદ અપાવે છે. આપણી પરસ્પર જવાબદારીમાં આપણે ક્યાં નિષ્ફળ રહ્યા છીએ તેનું મૂલ્યાંકન કરવાનો આ સમય છે. રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે 2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે અને ચીનને પાછળ છોડી દેશે.

2022 માં વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશો પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા છે. તેમાં 2.3 અબજ લોકો રહે છે. જે વૈશ્વિક વસ્તીના 29 ટકા છે. ત્યાં જ મધ્ય અને દક્ષિણ એશિયામાં 2.1 અબજ લોકો રહે છે. જે વિશ્વની કુલ વસ્તીના 26 ટકા છે. 2022માં ભારત અને ચીનની વસ્તી 1.4 અબજથી વધુ છે. આ બંને દેશો વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ