બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:10 PM, 21 September 2023
ADVERTISEMENT
હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાઈપરટેન્શન દુનિયાભરની એક તૃતીયાંશ વસ્તીને પ્રભાવિત કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર જો લોકોને સારી સારવાર મળે તો 2023થી 2050ની વચ્ચે લગભગ 76 મિલિયન મોતને ટાળી શકાશે. WHOના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે IHCIના હેઠળ જૂન 2023 સુધી ભારતના 27 રાજ્યોમાં લગભગ 5.8 મિલિયન લોકોની હાઈ બીપીની સારવાર કરવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
આટલા લોકો છે હાઈ BPનો શિકાર
એક રિપોર્ટ અનુસાર WHOના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં 30-79 વર્ષના ઉંમરના લગભગ એક તૃતીયાંશ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. તેમાંથી ફક્ત 54 ટકાની સારવાર કરવામાં આવી છે. 42 ટકાની સારવાર કરવામાં આવી રહી છે અને 21 ટકાને પોતાના હાઈ બીપીને કંટ્રોલ કર્યું છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ લોકોને હાર્ટ સાથે જોડાયેલા રોગો વિશે જાગૃત કરવાનો છે.
હાઈ BPના લક્ષણ
છાતીમાં દુખાવો
બીપી વધવાના કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે. તમારી છાતીમાં તકલીફ અને દબાણની ભાવના થઈ શકે છે.
માથામાં દુખાવો
મોટાભાગે હાઈ બીપીના દર્દીને માથામાં દુખાવો રહે છે.
ચક્કર આવવા
હાઈ બીપીના કારણે વ્યક્તિને મોટાભાગે ચક્કર આવવાની સંભાવના હોય છે.
નજર કમજોર થવી
અમુક કેસમાં દર્દીઓને નજરમાં કમજોરી આવી શકે છે.
ખુકી ખાંસી અને થાક
અમુક કેસમાં દર્દીને સતત સુકી ખાંસી અને થાક લાગે છે.
હાઈ બ્લડ પ્રેશરના ઘરેલુ ઉપાય
હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે ઘણા લોકો દવાઓ પર ડિપેન્ડ રહે છે અને આજીવન તેમને દવાઓ ખાવી પડે છે. જોકે તમે અમુક ઘરેલું ઉપાય કરીને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો.
દિનચર્યામાં પરિવર્તન
નેચરલ ફૂડ્સનું સેવન
લસણ
લસણમાં સલ્ફર હોય છે જે બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ કરે છે.
મરી
મરીમાં પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
તુલસી
તુલસીના પાનનું સેવન કરવાથી હાઈ બીપીને ઓછુ કરવામાં મદદ મળી શકે છે.
હાર્ટને હેલ્ધી રાખે તેવી વસ્તુઓ ખાઓ
ફાઈબર
દાળ, ફળ, શાકભાજી અને આખા અનાજને પોતાના આહારમાં શામેલ કરો કારણ કે તેમાં હાજર ફાઈબર હાર્ટને સ્વસ્થ્ય રાખે છે.
ઓમેગા-3
ફેટ-સેલમન, મેકરેલ અને અળસીના બીજ જેમ કે ઓમેગા-3 ફેટ્સને ખાવાથી હાઈબીપીમાં સુધાર થઈ શકે છે.
હાઈ બીપીના કુદરતી ઉપાય
લીંબુપાણી
રોજ સવારે ગરમ પાણીમાં લીંબૂનો રસ નીચોવીને પીવાથી હાઈ બીપી ઘટે છે.
અર્જુનની છાલ
અર્જુનની છાલનો પાવડર કે કેપ્સૂલનું સેવન કરવાથી હાઈબીપીમાં સુધાર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.