બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 VIDEO: David Warner goes all out in anger after being dismissed: bat hits pad, abuses umpire

AUS vs SL / VIDEO: આઉટ થયા બાદ ડેવિડ વોર્નરે ગુસ્સામાં બધી હદો પાર કરી: પેડ પર માર્યું બેટ, અમ્પાયર સાથે કર્યો દુર્વ્યવહાર

Megha

Last Updated: 03:27 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 5 વિકેટે જીત મેળવી હતી, પણ આ મેચમાંથી ડેવિડ વોર્નરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આઉટ થયા બાદ અમ્પાયર સામે રાડો પાડતો નજર આવ્યો હતો.

  • વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલીયાએ જીતીને ખાતું ખોલ્યું 
  • ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર 11 રનના સ્કોર પર આઉટ થયો હતો
  • DRSમાં ઓનફિલ્ડ કોલમાં પણ આઉટ જાહેર કરવામાં આવ્યો

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં જીતનું ખાતું ખોલ્યું છે. ટીમે શ્રીલંકા સામે 5 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ 35.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 215 રન બનાવીને જીત નોંધાવી હતી. આ મેચમાં ડેવિડ વોર્નરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેના આઉટ થયા પછીનો છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામેની મેચમાં ઝડપી શરૂઆત કરી હતી. ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારી હતી પરંતુ તે ચોથી ઓવરમાં 11 રનના સ્કોર પર આઉટ થયો હતો. દિલશાન મદુશંકાના બોલ પર અમ્પાયર જોએલ વિલ્સને વોર્નરને LBW જાહેર કર્યો હતો. જો કે એ બાદ DRSમાં ઓનફિલ્ડ કોલને કારણે રિવ્યુ થયો હતો પરંતુ એમાં પણ તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. 

વોર્નર અમ્પાયર પર ગુસ્સે થયો
સ્ક્રીન પર ઓનફિલ્ડ કોલમાં તેને આઉટ જાહેર કરતાંની સાથે જ ડેવિડ વોર્નર અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો હતો. પહેલા તેણે ગુસ્સામાં પોતાનું બેટ તેના પેડ પર માર્યું. આ પછી, તેણે અમ્પાયર તરફ બૂમો પાડવાનું શરૂ કર્યું. શ્રીલંકાના દિલશાન મદુશંકાએ બોલ ફેંક્યો અને વોર્નરના બેટથી બચી ગઈ એ બોલ પેડ સાથે અથડાયો હતો. એવું લાગતું હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર ગયો હશે, પરંતુ અમ્પાયર જોએલ વિલ્સને અપીલ પર આંગળી ઉંચી કરી.

વોર્નર સામે પગલાં લેવાશે?
આ મામલે ડેવિડ વોર્નર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન પર પ્રતિબંધની શક્યતા ઘણી ઓછી છે પરંતુ તેની મેચ ફી ચોક્કસપણે કાપી શકાય છે. ICC આચાર સંહિતા હેઠળ અમ્પાયરના નિર્ણય બાદ આવી રીતે વર્તન કરે તો ખેલાડીઓને દંડ થઈ શકે છે.

મેચમાં શું થયું
લેગ સ્પિનર એડમ ઝમ્પા (47 રનમાં ચાર વિકેટ) અને કેપ્ટન પેટ કમિન્સ (32 રનમાં બે વિકેટ)ના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાની ઇનિંગ્સને 43.3 ઓવરમાં માત્ર 209 રનમાં સમેટી લીધી હતી. શ્રીલંકાએ ઓપનર કુસલ પરેરા (78) અને પથુમ નિસાન્કા (61)ની અડધી સદી અને 130 બોલમાં 125 રનની ભાગીદારીના આધારે મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ આ ભાગીદારી તૂટ્યા બાદ તેમની ઈનિંગ્સ એક સાથે પડી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ખરાબ શરૂઆતમાંથી બહાર નીકળીને 36મી ઓવરમાં મેચ જીતી લીધી હતી.જોશ ઈંગ્લિસે અણનમ 58 અને મિચેલ માર્શે 52 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ