બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World cup 2023 final shubman gill grand father an open challenge to the australia

World Cup 2023 / 'ભવિષ્યમાં કાંગારૂ ટીમ સામે બદલો લેવાશે, આ હારથી...', ભારતની હાર બાદ શુભમન ગિલના દાદાએ આપી ખુલ્લી ચેલેન્જ

Arohi

Last Updated: 01:00 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Final Shubman Gill: વિશ્વ કપ 2023ની ફાઈનલમાં ભારતની હાર છતાં શુભમન ગિલના દાદાએ એક નિવેદન આપ્યું છે. ગિલના દાદાએ કહ્યું છે કે ભારતીય ટીમ પાસેથી ઘણી આશા રાખવામાં આવી. થોડી કમીઓ રહી ગઈ હતી તેને ઠીક કરવામાં આવશે.

  • વર્લ્ડ કપ 2023માં ભારતની હાર
  • શુભમન ગિલના દાદાનું નિવેદન
  • ભારતીય ટીમ પાસેથી ખૂબ આશા...

ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને વિશ્વ કપ 2023ની ફાઈનલન મેચમાં 6 વિકેટથી હરાવી અને છઠ્ઠી વખત વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી. ટીમ ઈન્ડિયાની તરફથી કેએલ રાહુલે 66 રન બનાવ્યા, જે સૌથી વધારે હતા. તેમના ઉપરાંત કિંગ કોહલીએ પણ હાફ સેન્ચુરી મારી. આ રીતે ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રન પર ઓલઆઉટ થઈ ગઈ. 

આ હાર બાદ જ્યાં ભારતીય ટીમને ટ્રોલર્સનો શિકર બનવું પડ્યું. ત્યાં જ અમુક લોકો ભારતને સપોર્ટ કરી રહ્યા છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલના દાદાએ ભારતની હાર બાદ મોટુ નિવેદન આપ્યું છે. ગિલના દાદાએ પોતાના નિવેદનમાં કાંગારૂ ટીમને પડકાર આપ્યો છે. આવો જાણીએ ગિલના દાદાએ શું કહ્યું. 

હાર બાદ કાંગારૂ ટીમને આપી ઓપન ચેલેન્જ 
એક ઈન્ટરવ્યૂમાં શુભમન ગિલના દાદાએ IND Vs AUSની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ નિવેદન આપ્યું છે. ગિલના દાદાએ કહ્યું કે ભારતીય ટીમ પાસેથી ખૂબ આશા રાખવામાં આવી રહી છે. 

પરંતુ તે આશાઓ પર ખરા ન ઉતરી શક્યા. થોડી કમી રહી ગઈ. તેને સુધારવામાં આવશે. આ હારથી અમને ફરક નથી પડતો કારણ કે જલ્દી જ ભવિષ્યમાં કાંગારૂ ટીમ પાસેથી બદલો લેવામાં આવશે. આ મેચ એક તરફી રહી છે. 

ફાઈનલ મેચમાં શુભમન ગિલનું મેજીક ન ચાલી શક્યું. તે ફક્ત 4 રન બનાવીને સસ્તામાં પવેલિયન પરત ફર્યા. તેમની વિકેટ બાદ ભારતીય ફેંસના શ્વાસ અધ્ધર થઈ ગયા. કેપ્ટન રોહિત શર્મા 48 રન બનાવીને આઉટ થયા. જ્યારે શ્રેયસ અય્યર પણ 4 રન પર પવેલિયન પરત ફર્યા. ત્યાં જ વર્લ્ડ કપ 2023માં શુભમન ગિલે 9 મેચ રમતા 354 રન બનાવ્યા. તેમનો હાઈએસ્ટ સ્કોર 92 રનનો રહ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ