બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Final: Rohit Sharma can add Ravichandran Ashwin in playing eleven says madan lal

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ: ઑસ્ટ્રેલિયા સામે બ્રહ્માસ્ત્ર છોડશે રોહિત શર્મા? અચાનક છેલ્લી મેચમાં આ ખેલાડીની એન્ટ્રીની અટકળો

Vaidehi

Last Updated: 06:21 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ઈન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારનાં રોજ અમદાવાદ ખાતે રમવામાં આવશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારને લઈને પૂર્વ ક્રિકેટર મદન લાલે પોતાનું મંતવ્ય આપ્યું છે.

  • વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં થઈ શકે છે ફેરફાર
  • ટીમ ઈન્ડિયામાં પ્લેઈંગ ઈલેવનમાં બદલાવની સંભાવના
  • પૂર્વ ક્રિકેટર મદન લાલે આપ્યો પોતાનો અભિપ્રાય

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બર અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. રવિવારે થનારી આ ફાઈનલ મેચ India vs Australia થશે. ટીમ  ઈન્ડિયા ત્રીજી વખત ફાઈનલ્સ જીતવા મેદાનમાં ઊતરશે. જ્યારે ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ટાઈટલ પોતાના નામ કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાનાં પ્લેઈંગ ઈલેવનને લઈને પહેલાથી જ વાતો શરૂ થઈ ગઈ છે. જો કે ભારતનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પોતાના વિજયી સંયોજનો પર અડગ છે. પણ શક્ય છે કે જો અમદાવાદનું ટ્રેક સ્પિન બોલર્સનાં પક્ષમાં રહ્યું તો ભારતીય ટીમમાં ફેરફાર આવી શકે છે.

રવિચંદ્રન અશ્વિનને ચાન્સ?
ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર મદનલાલનું માનવું છે કે જો પિચમાં ટર્ન રહેશે તો અશ્વિનને ફાઈનલ રમવાનો મોકો આપવામાં આવશે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,' રવિચંદ્રન અશ્વિનનું સિલેક્શન પિચની પરિસ્થિતિ પર આધારિત છે. પણ મને નથી લાગતું કે ભારત ઑસ્ટ્રેલિયાની સામે ફાઈનલમાં વિજયી સંયોજનને બદલવાનો વિકલ્પ પસંદ કરશે.' 

કુલદીપ યાદવ પર બોલ્યાં મદનલાલ
મદનલાલે આગળ જણાવ્યું કે ઑસ્ટ્રેલિયાની ટીમ તબરેઝ શમ્સીને ખચકાઈ રહી હતી અને કુલદીપ યાદવ માટે પણ આ ટીમ રમવા માટે સરળ નહીં રહે. મને વિશ્વાસ છે કે તમને અમદાવાદમાં બેટિંગ કરવા માટે એક શાનદાર ટ્રેક મળશે.

ઑસ્ટ્રેલિયાની સામે પહેલા પણ રમી ચૂક્યાં છે અશ્વિન
બીજી તરફ સુનીલ ગાવસ્કરે મદન લાલની સલાહનો વિરોધ કરતાં કહ્યું કે એવી કોઈ શક્યતા નથી કે અશ્વિનને રમવાનો મોકો મળશે. જો એવું થાય છે તો હાલનાં દિવસોમાં ભારતનાં સર્વશ્રેષ્ઠ બોલર્સમાંના એક મોહમ્મદ સિરાજને બહાર કરવું પડે. ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયાની સામે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી મેચમાં રવિચંદ્રન અશ્વિનને મોકો આપ્યો હતો. અશ્વિને ઑસ્ટ્રેલિયાની સામે 10 ઓવરમાં 1 વિકેટ ચટકારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ