બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / world brain day 2023 food for kids for mental growth know what expert says

World Brain Day 2023 / કોમ્પ્યુટરની જેમ મગજ દોડવા લાગશે, નાનપણથી બાળકોના ડાયટમાં સામેલ કરી દો આ ફૂડ્સ, સૌ કોઈ થશે પ્રભાવિત

Bijal Vyas

Last Updated: 07:39 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સ્માર્ટ અને ઇન્ટરલેજેન્ટ બનો તો તેના ખાવા-પીવા પર ચોક્કસ ધ્યાન આપો. આ શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે.

  • બાળકને સ્માર્ટ અને ઇન્ટરલેજેન્ટ બનાવવા માટે તેના ડાયટનું ધ્યાન રાખવું જરૂરી
  • બાળકોના મનને તેજ કરવા માટે તેને દરરોજ ડ્રાયફ્રુટ્સ ખવડાવો
  • શાકભાજી બાળકોના માનસિક વિકાસ માટે ફાયદાકારક છે

World Brain Day 2023:   હેલ્દી રહેવા માટે, યોગ્ય ડાયટ અને લાઇફસ્ટાઇલ રુટીનને ફોલો કરવી ખૂબ જ જરુરી છે. આનાથી આપણને રોગોથી દૂર રહે છે, પરંતુ માનસિક વિકાસ પણ થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, બાળકનું મગજ બાળપણમાં જ વિકસિત થાય છે, તેથી તેમને નાની ઉંમરથી જ બેલેન્સ ડાયટ લેવી જોઈએ.

બાળકને સ્માર્ટ અને ઇન્ટરલેજેન્ટ બનાવવા માટે તેના ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. આજકાલ મોટાભાગના બાળકો પ્રોસેસ્ડ અને જંક ફૂડ ખાવા લાગ્યા છે. આ માત્ર તેની ફિઝિકલ હેલ્થને જ નહીં પરંતુ તેના માનસિક વિકાસ પર પણ અસર કરે છે. આવો જાણીએ હેલ્થ એક્સપર્ટ પાસેથી તમારા બાળકોને તેમના મગજને તેજ બનાવવા માટે ડાયટમાં કઈ વસ્તુઓ ખવડાવવી જોઇએ...

બાળકોની તંદુરસ્તીનુ રહસ્ય છુપાયુ છે આ ખોરાકમાં… | healthy food for kids

1. ઇંડાનું સેવન
ઇંડામાં પ્રોટીન ઉપરાંત વિટામિન ડી અને બી સહિત ઘણા પોષક તત્વો હોય છે. આના કારણે બાળકોનું ફિઝિકલ હેલ્થ તો સારું રહે છે, પરંતુ તે મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે, તેના ઓમેગા 3 ફેટી એસિડ અને ફોલિક એસિડ બાળકોના માનસિક વિકાસ માટે સારું છે.

2. ડ્રાય ફ્રૂટ્સ 
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, બાળકોના મનને તેજ કરવા માટે તેને દરરોજ ડ્રાયફ્રુટ્સ ખવડાવો. અખરોટ અને બદામ ખાસ કરીને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાળકોને સ્માર્ટ બનાવવા માટે દૂધમાં ઓટ્સ અથવા બદામ ઉમેરીને ડ્રાયફ્રૂટ્સ આપી શકાય છે.

3. દૂધ 
દૂધને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. વિટામિન્સ, મિનરલ્સથી લઈને તમામ પોષક તત્વો દૂધમાં હોય છે. દૂધમાં જોવા મળતા કેલ્શિયમ અને વિટામિન બાળકના વિકાસમાં મદદ કરે છે. એટલા માટે તમારા બાળકને દરરોજ એક ગ્લાસ દૂધ આપો.

તમે પણ બાળકોને દૂધની સાથે આપો છો આવી વસ્તુઓ? તો આજથી જ કરી દો બંધ, નહીં તો  થશે મોટુ નુકસાન | Parenting Tips Do not give these things mixed with milk to

4. શાકભાજી 
શાકભાજી આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો આપે છે. આને ખાવાથી શરીર હેલ્દી રહે છે અને તે રોગો સામે લડવાની ક્ષમતા મેળવે છે. એક્સપર્ટ કહે છે કે, રોજ શાકભાજી ખાવાથી મગજની તંદુરસ્તી પણ સારી રહે છે. કેપ્સિકમ, ગાજર, બ્રોકોલી અને પાલક જેવી શાકભાજી પણ માનસિક વિકાસ માટે ફાયદાકારક છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ