ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મિસાઈલ છોડે છે અને બોમ્બની જેમ વિસ્ફોટ કરે છે. આ વાંચીને તમને પણ નવાઈ લાગી! તમારી જેમ અમે પણ આ છોડનો વીડિયો જોયો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા.
છંછેડનાર પર કરે બોમ્બનો વરસાદ
ADVERTISEMENT
IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ પ્લાન્ટનો વીડિયો શેર કર્યો છે. છોડનો વીડિયો જોઈને તમારી આંખો પણ ચાર થઈ જશે. આપને નવાઈ લાગશે કે આ છોડ પહેલા પોતાનું લક્ષ્ય સાધે છે અને ત્યારબાદ જ મિસાઈલ છોડે છે. આ છોડનું નામ વુડ સોરેલ (Wood Sorrel plant) છે. આ પોતાને છંછેડનારાને ખોળીને તેમના પર હુમલો કરે છે. જુઓ વિડિયો-
Ballistic missiles as seen in the on going war are not humans prerogative only..
— Susanta Nanda IFS (@susantananda3) February 26, 2022
Wood Sorrel plant explodes & goes ‘ballistic’ when touched. Seeds are thrown as far as 4 metres away due to stored strain energy, with the plant targeting the object that agitated it.
🎥Arun Kumar pic.twitter.com/uRVWO2MOut
ADVERTISEMENT
વુડ સોરેલ પ્લાન્ટ(Wood Sorrel plant) જ્યારે ગુસ્સે થાય છે ત્યારે આ પ્રકારની બોમ્બ વર્ષા કરે છે. જ્યારે કોઈ તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. તે પછી તે બ્લાસ્ટ કરવા લાગે છે. કોઈ તેને છંછેડે એટલે તે બોમ્બ બનીને ફાયર કરવા લાગે છે. આ છોડ ખાસ કરીને બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકો દેશમાં જોવા મળે છે.
ADVERTISEMENT
બીજ 4 મીટર દૂર સુધી જાય છે
જો કે, તે વિશ્વના મોટાભાગના ભાગોમાં ઓછી માત્રામાં પણ જોવા મળે છે. જ્યારે આ છોડ ફૂટવાનું શરૂ કરે છે, ત્યારે તેના બીજ 4 મીટર દૂર સુધી પડે છે. આપને જણાવી દઇએ કે આ છોડના બીજ તેમની સંગ્રહિત તણાવ ઊર્જાને કારણે બ્લાસ્ટ થવામાં સક્ષમ છે.આ નજારો ખરેખર જોવા લાયક છે.
સંકળાયેલા મુદ્દાઓ