બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Woman's body found in closed house in Kim village of Surat

હત્યા / સુરતના કિમ ગામે બંધ ઘરમાંથી મળી પરિણીતાની લાશ, પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા

Ronak

Last Updated: 03:52 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કિમ ગામેથી એક બંધ ઘરમાં મહિલાની લાશ મળી આવી છે. જેમા મહિલાના પતિએજ તેની પત્નીની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

  • સુરતમાં વધુ એક હત્યાનો બનાવ 
  • કિમ ગામે પરિણીત મહિલાની હત્યા 
  • પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા 

સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બની ગયો છે. અહીયા હત્યાના બનાવો અટકવાનું નામજ નથી લઈ રહ્યા ત્યારે વધુમાં ફરી એક હત્યાનો બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમા સુરતના કિમ ગામે એક પરિણીત મહિલાની હત્યા થઈ છે. જેમના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 

બંધ ઘરમાંથી મળી મહિલાની લાશ 

મૃતક મહિલા સુરતના કિમ ગામે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતી હતી. અને બંધ ઘરમાંથી તેની લાશ મળી આવી છે. જેના કારણે ઘણા ગંભીર સવાલો ઉઠ્યા છે. એવી આશંકા સેવાઈ રહી છે કે મહિલાના પતિએજ તેની હત્યા કરી છે અને હત્યાને અંજામ આપીને પતિ ફરાર થઈ ગયો છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ આરંભી છે. 

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

મહિલાની લાશ તેના ઘરમાંથી તો મળી આવી પરંતું તેના ઘરને તાળું મારેલું હતું જેથી પતિએ હત્યા કર્યા બાદ મહિલાના ઘરે તાળું માર્યું  અને ફરાર થઈ ગયો તેવી આશંકા સેવાઈ રહી છે. સ્ગર મામલે પરિણીતાના પિતા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના આધારે કિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

ગઈકાલે પણ સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો 

ઉલ્લેખનીય છે કે સુરતમાં વધતા જતા હત્યાના બનાવો હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ગઈકાલે પણ સુરતમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની નીજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી. જેથી આ મામલે શહેરમાં હડકંપ મચી ઉઠ્યો હતો. જોકે વધતા જતા હત્યાના બનાવોને લઈને હવે સુરત પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે અને આરોપીઓને ઝડપીને જેલભેગા કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ