બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Woman unable to give interview after delivery, GPSC conducts interview after HC order, woman comes first in SEBC category

કચ્છ / જેને GPSCની પરીક્ષામાં બેસવા નહોતી દેવાઈ તે મહિલા આવી રાજ્યમાં પ્રથમ, ગુજ. HCનો આદેશ ફળ્યો

Vishal Dave

Last Updated: 09:07 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મહિલાએ વર્ષ 2020માં GPSC દ્વારા GMDCમાં આવેલી ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગની આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ વર્ગ 2ની ભરતી માટે અરજી કરી હતી. જેનું પરિણામ 8 ડિસેમ્બર 2023ના રોજ જાહેર થયું હતું.

ગાંધીધામની મહિલાએ ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં ક્લાસ-2માં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજી કરી હતી. આ માટે 1 અને 2 જાન્યુઆરી 2024ના રોજ ઇન્ટરવ્યૂ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યા હતા. મહિલાનું રહેઠાણ ગાંધીધામ છે.. જે ગાંધીનગરથી 300 કિમી દુર છે..  તેની પ્રસુતિનો સમય જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આપવામાં આવ્યો હતો. 
તેથી તેણે અગાઉથી જ GPSC ને  ઇમેઇલથી જાણ કરી ઇન્ટરવ્યૂ પાછળ ઠેલવવા અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી. પરંતુ જીપીએસસીએ મહિલાની માંગણી માન્ય રાખી ન હતી, અને 2 જાન્યુઆરીએ ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવા કહ્યુ હતું.  આ મહિલાએ 31 ડિસેમ્બર 2023ના રોજ બાળકને જન્મ આપ્યો.. . આ સંજોગોમાં તે 2 જાન્યુઆરીએ ઇન્ટરવ્યૂ આપવા જઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતી. તેમ છતાં GPSCએ અરજદારને વધુ સમય આપ્યો નહીં. 

મહિલાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા 

આ મામલે  મહિલાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.. આ મુદ્દે હાઇકોર્ટે GMDCને SEBC કેટેગરીમાં આ ભરતી ઉપરની એક પોસ્ટ ખાલી રાખવા જણાવ્યું હતું. જેના આધારે GPSC દ્વારા મહિલાનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. 

પોસ્ટ વર્ગ 2ની ભરતી માટે અરજી કરી હતી

આ મહિલાએ વર્ષ 2020માં GPSC દ્વારા GMDCમાં આવેલી ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગની આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ વર્ગ 2ની ભરતી માટે અરજી કરી હતી. જેનું પરિણામ 8 ડિસેમ્બર 2023ના રોજ જાહેર થયું હતું. જેમાં મહિલા સફળ જાહેર થઇ હતી. મહિલાએ પોતાની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને સૌ કોઈને ચોકાવી દીધા હતા.

આ પણ વાંચોઃ  GUTSમાં પ્રો-ચાન્સેલરના હોદ્દો નાબુદ, રાજ્યપાલ કુલાધિપતિ રહેશે, IKDRCના સમન્વયથી થશે આ ફાયદો

અસંવેદનશીલતા દાખવવા બદલ હાઇકોર્ટનો રોષ 

ગુજરાત હાઇકોર્ટે આ મામલે GMDC અને GPSCની ટીકા કરી અને મહિલા સાથે જાતીય અસંવેદનશીલતા દાખવવા માટે રોષ પણ વ્યક્ત કર્યો જે બાદ તબક્કાવાર રીતે હાઇકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાઈ અને અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 15 દિવસની અંદર મહિલાનો ઇન્ટરવ્યૂ લેવા માટે આદેશ આપવામાં આવ્યો. જે બાદ GPSCએ મહિલા માટે વિશેષ ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું અને આજે જ્યારે તે પરિણામ જાહેર થયું ત્યારે તે મહિલાએ પોતાની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને સૌ કોઈને ચોકાવી દીધા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ