બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / With hookah bars closing, youths in Ahmedabad are now peddlers of e-cigarettes, crime branch nabs three with a quantity of 3 lakhs

એક્શન / હુક્કાબાર બંધ થતા અમદાવાદના યંગસ્ટર હવે ઇ-સિગારેટના રવાડે, 3 લાખના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે ત્રણને દબોચ્યાં

Vishal Khamar

Last Updated: 04:46 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં ચાલતા હુક્કાબાર બંધ થતા હવે યંગસ્ટર ઈ-સિગારેટના રવાડે ચડ્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં ઈ-સિગારેટ બિન્ધાસ્ત વેચાય છે. પોલીસે ગત રોજ કેટલીક જગ્યા પર રેડ કરી જથ્થો જપ્ત કર્યો હતો.

  • બોડકદેવ, પાલડી-ગાંધીરોડ પરથી ત્રણ લાખનો ઈ-સિગારેટનો જથ્થો જપ્ત
  • શહેરમાં ઈ-સિગારેટનું વેચાણ કરતા પાર્લરો પર ક્રાઈમ બ્રાંચ ત્રાટકી
  • શહેરમાં રૂ.500 થી લઈ રૂ.3000 સુધીની ઈ-સિગારેટનું ધૂમ વેચાણ

 શહેરમાં ચાલતા હુક્કાબાર બંધ થતાં હવે યંગસ્ટર ઇ-સિગારેટ (વેપ)ના રવાડે ચઢ્યાં છે, જેના પર રાજ્ય સરકારે વર્ષ ર૦૧૯માં પ્રતિબંધ ફરમાવ્યો હતો. રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધ છતાંય અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઇ-સિગારેટ બિનધાસ્ત વેચાય છે, જેના પર પોલીસે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ગઇ કાલે શહેરની ત્રણ વિવિધ જગ્યા પર દરોડા પાડીને ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રથી ઇ-સિગારેટનો જથ્થો આવતો હોવાની આશંકા છે.

કઈ કઈ જગ્યાએ રેડ કરી કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે બોડકદેવ વિસ્તારમાં આવેલા ચોઇસ પાન પાર્લરમાં ઇ-સિગારેટનો જથ્થો વેચાઇ રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચ ટીમે રેડ કરી હતી અને ૧.ર૭ લાખ રૂપિયાની કિંમતની ઇ-સિગારેટ (વેપ)નો જથ્થો જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે પાન પાર્લરના માલિક અનિલ રાજપૂત (રહે, હ‌િરઓમ બંગલોઝ, બોપલ)ની ધરપકડ કરી છે. આ સિવાય એનઆઇડી પાસે આવેલા એસપી પાન હાઉસમાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડ્યા હતા અને કેયૂર પટેલ (રહે. પ્રાઇડ આઈકોનિક, ભાડજ)ની ૧ર નંગ ઇ-સિગારેટ સાથે ધરપકડ કરી હતી તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે ગાંધીરોડ વિસ્તારમાં આવેલા ‌પિંકી કીચેઇનર નામની દુકાનમાં રેડ કરી હતી જ્યાંથી ઇ-સિગારેટ, ‌રિફીલ સહિત કુલ ૧.પપ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે પિંકી કીચેઇનરની દુકાન ધરાવતા સતીશ પ્રજાપતિની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૮૦ નંગ ઇ-સિગારેટ જપ્ત કરી છે. ક્રાઇમ બ્રાંચે ત્રણેય જગ્યા પર દરોડા પાડીને કુલ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ, ર૦૧૯ની કલમ ૭, ૮ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.     
ઉલ્લેખનીય છે કે હુક્કાબાર બંધ થઇ ગયા બાદ પાર્ટીઓમાં ઇ-સિગારેટનું ચલણ વધુ જોવા મળ્યુ હતું, જે શરીર માટે હાનિકારક હોવાથી તેને બેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના મોટા ભાગની પાન શોપ પર પ૦૦ રૂપિયાથી લઇને ત્રણ હજાર રૂપિયા સુધીની ઇ-સિગારેટનું ધૂમ વેચાણ થઇ રહ્યુ હતું, જેના પર પોલીસ અને એજન્સીઓ લાલ આંખ કરી 
રહી છે. 
રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર વિરુદ્ધ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. છેલ્લા ઘણા દિવસથી પીસીબી, સ્થાનિક પોલીસ અને એસઓજી, ક્રાઇમ બ્રાંચ ઇ-સિગારેટ વેચતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. વર્ષ ર૦૧૯માં ઇ-સિગારેટનું ચલણ વધી જતાં રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

૧ર રાજ્યો અને ૩૬ દેશોમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ
ભારતનાં ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇ-સિગારેટ બે પ્રકારની આવે છે, જે બજારમાં આસાનીથી વેચાય છે, એક યુઝ એન્ડ થ્રો કે જેમાં જ્યાં સુધી ફ્લેવર હોય ત્યાં સુધી તે ઉપયોગી બને છે, ત્યાર બાદ તેને નાખી દેવામાં આવે છે. યુઝ એન્ડ થ્રોવાળી ઇ-સિગારેટ ૧પ૦૦થી લઇને ત્રણ હજાર રૂપિયામાં વેચાય છે. આ ઇ-સિગારેટમાં ફ્લેવર બદલી શકાતી નથી. આ સિવાય બીજી છે, ઇ-સિગારેટ છે, જેમાં અનેક ફ્લેવર બદલી શકાય છે, જે માર્કેટમાં મોંઘી વેચાય છે.

ઈ-સિગારેટથી યુવાઓમાં કેન્સરનું જોખમ વધ્યું   
ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે જેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવ‌િર્તત કરે છે, જેને પીનાર યુવક કે યુવતી શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ ગ્લિસરીન ફલેવ‌િરંગ્સ અને અન્ય રસાયણો હોય છે.  રિસર્ચ ઉપરથી એ સાબિત થયું છે કે ઇ-સિગારેટના એરોસોલમાં ઘણાં હાનિકારક તત્ત્વો ઉપરાંત ડાયાસીટીલ નામનું રસાયણ કે જે ફેફસાંના રોગો માટે જવાબદાર હોય છે તેમજ તેમાં શિશુ જેવા ધાતુઓના કારણે અને કેન્સરમાં પરિણમે તેવાં રસાયણો હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ