બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / With an average of 15 premature babies per 100 babies born in Gujarat, know what to look out for from a renowned pediatrician

ડોક્ટર્સ ડેસ્ક / ગુજરાતમાં દર 100 બાળકોએ સરેરાશ 15 જેટલાં પ્રીમેચ્યોર બેબી જન્મે છે, ત્યારે જાણીતા પીડિયાટ્રિશિયનેથી જાણો શું કાળજી રાખવી

Vishal Khamar

Last Updated: 12:00 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે બાળકનો જન્મ ડોક્ટરે આપેલી ડિલિવરી તારીખ પહેલાં થાય છે તેને પ્રીમેચ્યોર બેબી કહેવાય છે. પ્રીબોર્ન બાળકનું વજન ઓછું પણ હોઈ શકે છે અને તેનો વિકાસ પણ મર્યાદિત હોવાની શક્યતા છે તથા તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધુ રહી શકે છે.

બાળકોને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ સર્જાય તો તેના માટે વધુ કાળજી અને સારવારની આવશ્યકતા ઊભી થાય છે. આવાં પ્રીમેચ્યોર બેબીના જન્મનું પ્રમાણ ૧૦થી ૧પ ટકા રહેતું હોવાનું જાણીતાં પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ ડો. અનીતા શ્રીનિવાસને જણાવ્યું હતું. 

ફાઈલ ફોટો

સ્વસ્થ બેબી કોને કહી શકાય? 
 સામાન્ય બેબી માતાના ગર્ભમાં નવ મહિના પૂરા કરીને ૩૭થી ૪૦ અઠવાડિયાંના ગાળામાં જન્મે છે. જો બાળક ૩૭ અઠવાડિયાં કરતાં વહેલું જન્મે તો તેને પ્રીટર્મ અથવા તો પ્રીમેચ્યોર બાળક કહેવામાં આવે છે. ઘણાં બાળકો વહેલાં જન્મી જાય છે, પરંતુ મેચ્યોર બેબી મોટા ભાગે સ્વસ્થ જોવા મળે છે, જે સામાન્ય રૂટિન કેર સાથે સર્વાઇવ થાય છે.

પ્રતિકાત્મક ફોટો

પ્રીમેચ્યોર બેબીને ઓક્સિજનની  વધુ જરૂર રહે છે 
પ્રીમેચ્યોર બાળકની શ્વાસ લેવાની ક્ષમતા ઓછી હોય છે. તેમનાં ફેફસાંને પૂરતો ઓક્સિજન મળવામાં તકલીફ રહેવાનું પ્રમાણ વધુ રહે છે. બાળક સમય કરતાં ઘણું વધારે વહેલું પેદા થયું હોય તો વધારે સમય વેન્ટિલેટર પર રહેવાના કારણે તેનાં ફેફસાં થોડાં હાર્ડ બને છે, માટે   વેન્ટિલેટર પરથી નોર્મલ કન્ડિશનમાં લેવાયા બાદ તેને ઓક્સિજનની વધુ જરૂર પડે છે, સાથે જ તેને છાતીમાં પણ ઈન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી પડી શકે છે. મોટા ભાગે પ્રીમેચ્યોર બાળકો જ્યાં સુધી જાતે ઓક્સિજન ન લઈ શકે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં નથી.

PDA નામની હૃદયને લગતી સમસ્યા
સમય કરતાં વહેલા જન્મેલા બેબીને પેટેન્ટ ડક્ટ્સ આર્ટેરિયોસીસ (PDA) નામની હૃદયને લગતી સમસ્યા થાય છે. ગર્ભાશયમાં બાળકોની એક એવી રક્તવાહિની હોય છે, જે ઓક્સિજનથી ભરપૂર લોહી ફેફસાંની આસપાસ પહોંચાડે છે. બાળક જન્મે ત્યાર પછી આ નળી તરત જ બંધ થઈ જાય છે, કારણ કે જન્મ બાદ ફેફસાં પોતાનું કામ કરવા માંડે છે અને લોહીમાં ઓક્સિજન પહોંચાડે છે. PDAમાં રક્તવાહિકા ખુલ્લી રહી જાય તો તે હૃદય અને ફેફસાં વચ્ચે લોહીના પરિભ્રમણને અસર પહોંચાડે છે. જો વધારે ખુલ્લી રહી જાય તો બાળક જલદી થાકી જાય છે, દૂધ પીવાની તેમજ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. 
પ્રીમેચ્યોર બાળકને કમળો થઈ શકે?
સામાન્ય રીતે મોટા ભાગે નવજાત બેબીને કમળો થાય છે. રક્તકોશિકાઓ તૂટે તેના કારણે બિલીરૂબિન નામનું તત્ત્વ છૂટું પડે છે, જેના કારણે કમળો થાય છે. કમળો ત્યારે થાય જ્યારે યકૃત બિ‌લીરૂબિન સાથે તેલમેલ ન સાધી શકે. બિલીરૂ‌િબનનું ઊંચું પ્રમાણ બાળકના મસ્તિષ્ક માટે હાનિકારક પુરવાર થઈ શકે છે. બાળકની ત્વચા અને આંખનો સફેદ હિસ્સો પીળો દેખાય છે. જો પ્રીમેચ્યોર બાળકમાં બિલીરૂબિનનું પ્રમાણ ચિંતાજનક સ્તર કરતાં વધારે હોય તો બાળકને લોહી ચઢાવવું પડે છે. અન્ય કિસ્સામાં બાળકને કુદરતી રીતે જ રિકવરી આવી જાય છે.
શું કાળજી રાખવી જરૂરી છે?
સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકોને ઈન્ફેક્શનનો વધુ ખતરો રહે છે અને શરદી-તાવની શક્યતા વધી જાય છે. આથી બાળક વહેલું જન્મ્યું હોય તો તેને ઘરે મળવા આવતા લોકોથી બાળકને દૂર રાખો, જેમને શરદી-ઉધરસ થયાં હોય એ લોકોને બાળકની નજીક જવા ન દો. ઈન્ફેક્શન ફેલાતું રોકવા માટે પોતાના હાથ વારંવાર ધુઓ. શરૂઆતના દિવસોમાં બાળકને લઈ બહાર જવાનું ટાળો.

પ્રતિકાત્મક ફોટો 

બાળકને બ્રેસ્ટ મિલ્ક આપવાનો આગ્રહ રાખો. માતાનું દૂધ બાળકને ઈન્ફેક્શનથી બચાવે છે. ખાસ કરીને આંતરડાં તથા ફેફસાંમાં થતાં ઈન્ફેક્શન પ્રીમેચ્યોર બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માતાનું દૂધ પચાવવું બેબી માટે આસાન હોય છે. બાળકનું વજન ઓછું હોય ત્યારે પણ   માતાનું દૂધ ઉત્તમ છે. બ્રેસ્ટ મિલ્કના કારણે બેબીનાં આંતરડાંને વિકસવા અને ઈન્ફેક્શનથી બચવામાં રક્ષણ મળે છે.
નિયોનેટલ યુનિટમાં તાપમાન થોડું ગરમ રાખવામાં આવે છે, જેથી ઘરે રૂમનું તાપમાન ધીમે ધીમે ઓછું કરી શકાય. બાળકને નવા વાતાવરણમાં અેડ્જસ્ટ થવા આદર્શ તાપમાન ર૩થી રપ ડિગ્રી સેલ્સિયસ છે. બેબી વહેલું જન્મ્યું હોય ત્યારે તેને વધુ સમસ્યા થાય છે. તેથી બેબી જ્યારે કશું પણ ઓઢ્યા   વિના શરીરનું તાપમાન નિયંત્રિત કરવા લાગે, દૂધ પીવાનું શરૂ કરે, કોઈ મદદ વિના શ્વાસ લેવા માંડે ત્યારે તેને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ગણવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ