બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Winter Beauty Tips: Benefits Of Cleansing Face With Milk In Winter

હેલ્થ ટિપ્સ / શિયાળાની બ્યુટી ટિપ્સ: ચહેરાને દૂધથી આ રીતે કરો સાફ, ત્વચા પર આવશે અનોખો નિખાર, દૂર થશે તમામ સમસ્યા

Pooja Khunti

Last Updated: 12:55 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Cleansing Face With Milk In Winter: ચહેરાને સાફ કરવા માટે દૂધનો ઉપયોગ કરી શકો. શુષ્ક અને નિસ્તેજ ત્વચાથી રાહત મળશે.

  • ત્વચાની શુષ્કતા દૂર કરે 
  • ચહેરાની ઊંડાણથી સફાઇ કરે 
  • ત્વચાને હાઇડ્રેટ કરે 

દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેની અંદર વિટામીન્સ અને મિનરલ્સની ભરપૂર માત્રા હોય છે. દૂધની અંદર વિટામિન A, વિટામિન D અને વિટામિન B12 હોય છે. તેની અંદર લેક્ટિક એસિડ પણ હોય છે. જેથી તમારે આહારમાં દૂધનું સેવન કરવું જોઈએ. આ સાથે જાણી લો કે દૂધ ત્વચા માટે પણ ગુણકારી હોય છે. લોકો દૂધનું ફેસ માસ્ક ચહેરા પર લગાવે છે. દૂધનો ઉપયોગ ક્લીંઝર અને ટોનર તરીકે પણ કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં દૂધથી ચહેરાને સાફ કરવાથી ત્વચાની દરેક સમસ્યા દૂર થાય છે. દૂધ ત્વચાને કોમળ બનાવે છે. 

શિયાળામાં દૂધથી ચહેરાને સાફ કરવાથી થતાં ફાયદાઓ 

ત્વચાની શુષ્કતા દૂર કરે 
શિયાળાની અંદર ત્વચા શુષ્ક થઈ જાય છે. તમે દૂધની મદદથી ચહેરાને સાફ કરી શકો. તેની અંદર કુદરતી મોઇશ્ચરાઇઝરનાં ગુણ હોય છે. આવું કરવાથી ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ રહેશે. 

ચહેરાની ઊંડાણથી સફાઇ કરે 
આમ તો લોકો ચહેરાને સાફ કરવા માટે ફેસ વૉશ અથવા સાબુનો ઉપયોગ કરે છે. જો તમે કુદરતી રીતે ચહેરાને સાફ કરવા ઇચ્છતા હોય તો દૂધનો ઉપયોગ કરો. ત્વચાની ઊંડાણથી સફાઇ થશે. તમે દરરોજ સવારે અને રાત્રે ચહેરાને દૂધથી સાફ કરી શકો. 

ત્વચાની બળતરા દૂર થશે 
સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે દૂધ સારો વિકલ્પ છે. તમારા ચહેરા પર કોઈ ક્રીમ અથવા પ્રોડક્ટ લગાવવાથી બળતરા થતી હોય તો તમે દૂધ વડે ચહેરાને સાફ કરી શકો. દૂધ કુદરતી ક્લીંઝરનું કામ કરે છે. 

ત્વચાને હાઇડ્રેટ કરે 
દૂધ ત્વચાને હાઇડ્રેટ કરવામાં પણ મદદ કરે છે. જો તમારી ત્વચા શુષ્ક હોય અથવા ત્વચાની ઉપર ભીંગડા થતાં હોય તો તમે દૂધ વડે ચહેરાને સાફ કરી શકો. તેના કારણે ત્વચા હાઇડ્રેટ અને કોમળ રહે છે. 

ત્વચાનાં ડાઘ દૂર કરે 
તમારા ચહેરા પર ડાઘ અને ખીલ હોય તો તમે દૂધનો ઉપયોગ કરી શકો. દૂધની મદદથી ચહેરા પરનાં ડાઘ અને ખીલ દૂર થાય છે. નિયમિત રીતે દૂધથી ક્લીન્ઝીંગ કરવાથી ચહેરાની સમસ્યાઓ દૂર થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ