બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Winning by all-round performance, India's 50-run victory in the first T20

INS vs ENG / કુંગ ફૂ પંડયા સામે ઇંગ્લિશ ટીમ લાચાર, ઓલરાઉન્ડ પર્ફોર્મરન્સથી અપાવી જીત, પ્રથમ ટી-20 માં ભારતનો 50 રને વિજય

ParthB

Last Updated: 08:05 AM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત સારુ પ્રદર્શન કરી રહી છે.ત્યારે સાઉથમ્પટનમાં રમાયેલી પ્રથમ ટી-20માં ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય
  • ભારતે બેટિંગ કરી 198 રન બનાવ્યા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 148 રનમાં સમેટાઈ 
  • આ મેચમાં શાનદાર પ્રદર્શન કરી હાર્દિક પંડ્યાએ પોતાનું હુન્નર દેખાડ્યું 

સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં સમેટાઈ ગઈ હતી. બેટિંગ પછી, હાર્દિકે બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી અને ચાર ઓવરના ક્વોટામાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને 50 રનથી કારમો પરાજય આપ્યો. આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2009ના વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડયાએ કર્યા. તેને 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મોઈન અલી અને ક્રિસ જોર્ડેને લીધી. બંનેએ 2-2 વિકેટ લીધી. જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો.

શાનદાર પ્રદર્શન કરી હાર્દિક પંડ્યાએ પોતાનું હુન્નર દેખાડ્યું 

હાર્દિક પંડ્યાએ  બેટિંગ દરમિયાન 33 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન એક જ ઓવરમાં બે ઈંગ્લિશ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. 5મી ઓવરના બીજા બોલ પર હાર્દિકે ડેવિડ મલાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે જ સમયે ઓવરના છેલ્લા બોલ પર લિયામ લિવિંગસ્ટોન દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી 7મી ઓવરમાં તેણે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો અને જેસન રોયને પણ પેવેલિયન મોકલી દીધો. 

દીપક હુડ્ડાએ 194.11ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા

ભારત માટે નંબર-3 પર બેટિંગ કરવા આવેલો દીપક હુડ્ડાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 33 રન કર્યા. આ દરમિયાન તેમના બેટમાંથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા નીકળ્યા. જે રીતે દીપક રમી રહ્યો હતો, એવું લાગતું હતું કે તે મોટી ઈનિંગ રમશે. પરંતુ ટાઈમલ મિલ્સે તેને ક્રિસ જોર્ડનના હાથે કેચ આપીને પેવેલિયન પરત ફર્યો.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ- જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, હૈરી બ્રુક, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, મેથ્યૂ પાર્કિંસન, જેસન રોય, ડેવિડ વિલી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ