બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Will the intensity of the storm hit Gujarat? These employees will get the benefit of seventh salary hike, Pakistan lost

2 મિનિટ 12 ખબર / વાવાઝોડું તેજ શું ગુજરાતના કાંઠે ટકરાશે? આ કર્મચારીઓને સાતમ પગારપંચનો મળશે લાભ, પાકિસ્તાન હાર્યું

Vishal Khamar

Last Updated: 12:09 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હવામાન વિભાગે 21 ઓક્ટોબરે સવારે ચક્રવાતી તોફાનની આગાહી વ્યક્ત કરી છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં બીજી જીત હાંસલ કરી છે. ઑસ્ટ્રેલિયાએ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું.

આગામી 48 કલાક ભારે! જાણો ક્યાંથી પસાર થશે આસની વાવાઝોડું, રવિવાર સુધી  ફૂંકાશે પવન | Odisha is once again in danger of a major cyclonic storm

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયો છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાનની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર તેનું નામ 'તેજ' હશે. જો કે, વૈશ્વિક હવામાન આગાહી કહે છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે છે. આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ૧૫૪૬ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા.

Good news for Gujarat Board-Corporation employees: They will get allowance as per seventh pay scheme, but this condition is...

રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે.  જેમાં  દિવાળી પહેલા બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘર ભાડુ, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબનાં ભથ્થા કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 

Improvement in the provision of Gyan Sadhna Scholarship Scheme, now these students will also get the benefit of the scheme

રાજ્ય સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના જાહેર કરી હતી. જ્ઞાન સાધનાં સ્કોલરશિપની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ અનુદાનીત શાળામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે. તેમજ સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. અને નિયામક દ્વારા પસંદગી પામેલી ખાનગી શાળાને પણ લાભ મળશે.  

'Muddai Lakhs want bad, the same thing happens...', Agriculture Minister Raghavji Patel gave a controversial statement while...

જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું વિરોધીઓને લઈ નિવેદન આપ્યું છે. હમાસ જેમ મિસાઈલ છોડેએ મિસાઈલ ઈઝરાયેલનું ડોમ પાડી દે છે. લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઈલો આકાશમાં જ તૂટી પડે છે. ત્યારે હમાસ જેમ મિસાઈલ છોડે એ મિસાઈલ ઈઝરાયેલનું ડોમ પાડી દે છે.  લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઈલો આાકશમાં જ તૂટી પડે છે.  આપણા દુશ્મનો સરહદે ટાંપીને બેઠા છે. નેતા નબળો હોય તો આપણી હાલત યુક્રેન જેવી થાય છે. મોદી સરકારે આતંકવાદીઓને ખત્મ કર્યા છે. સરહદો શાંત કરી છે. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. 

The Delhi High Court has dismissed a plea challenging the remand and arrest of Aam Aadmi Party leader and Rajya Sabha MP...

દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમના રિમાન્ડ અને ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે. અગાઉ, EDએ ગુરુવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા સંજય સિંહની ધરપકડને પડકારતી અરજીનો દિલ્હી હાઈકોર્ટમાં વિરોધ કર્યો હતો.

The government has taken a big decision in Maharashtra, cancellation of contract recruitment, Deputy Chief Minister Devendra...

મહારાષ્ટ્ર સરકારે કોન્ટ્રાક્ટ ભરતીની હાલની પ્રણાલીને રદ કરવાનો નિર્ણય લીધો છે. મહાગઠબંધન સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસના મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદે દ્વારા શિક્ષણ વિભાગમાં કરાર આધારિત ભરતીની શરૂઆત કરવામાં આવી હતી. આ પછી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ દ્વારા તેને અન્ય વિભાગોમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે તેને આગળ વધાર્યો. મુખ્ય પ્રધાન ઠાકરે આને એક નીતિ તરીકે લાવ્યા. ફડણવીસે કહ્યું કે અમારી સરકારને કરાર આધારિત નિમણૂક નીતિ સાથે કોઈ લેવાદેવા નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે ચર્ચા કર્યા બાદ અમે હાલની સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ મોટી જાહેરાત કરતા ફડણવીસે પૂછ્યું કે શું તેમની પાર્ટીના લોકો મહાવિકાસ અઘાડી સરકારની કોન્ટ્રાક્ટ પોલિસી બનાવવા માટે માફી માંગશે?

Vice Chancellor of Saurashtra University, Dr. Girish Bhimani removed from the post of Vice Chancellor, this person...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી કૌભાંડોને લઈ ચર્ચામાં રહેવા પામી હતી. ત્યારે આજે એકાએક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી ઈન્ચાર્જ તરીકે હોમ સાયન્સ ભવનનાં એચઓડી નીલાંબરીબેન દવેની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ર્ડા. ગિરીશ ભીમાણીને ક્યાં કારણોસર હટાવવામાં આવ્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વીતર્કો શરૂ થયા છે. 

CERT-In: Government agency issues warning, these users are at risk of hackers on their phones, know details

હેકર્સ હંમેશા લોકોને નિશાન બનાવવાની તકો શોધે છે. આવી સ્થિતિમાં જો તમારો ફોન જૂના OS વર્ઝન પર કામ કરે છે, તો તમે પણ હેકિંગનો શિકાર બની શકો છો. CERT-In (કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ Apple વપરાશકર્તાઓ માટે ચેતવણી જારી કરી છે, જેમાં એક ખામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેતવણીનો ઉલ્લેખ 14 ઓક્ટોબર 2023ના રોજ જારી કરાયેલી નબળાઈ નોંધ CIVN-2023-0303માં કરવામાં આવ્યો છે. આ નોંધમાં, Apple iOS અને iPad OS માં હાજર નબળાઈઓની વિગતો આપવામાં આવી છે.

Stock market fell for the third day Sensex closed below 65400

શેર બજાર માટે શુક્રવારનો દિવસ પણ શુકનવંતો સાબિત થયો ન હતો. સતત ત્રીજા દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સપ્તાહમાં કારોબારના છેલ્લા દિવસે પણ સેન્સેક્સમાં ઘટાડો નોંધાતા 65, 400 થી નીચે રહ્યો હતો. તો નિફટીમાં પણ કડાકો નોંધાયો હતો. સેન્સેક્સમાં 231 પોઈન્ટ નો કડાકા સાથે 65,397 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 82 પોઈન્ટ ઘટીને 19,542 પર અટક્યો હતો. તેમજ નિફ્ટી બેન્ક 31 પોઈન્ટ ઘટીને 43,723 પર બંધ રહ્યો હતો.

Pakistan lost again, Australia hit by a 62 run, Warner-Marsh's brilliant batting, Zampa's bang

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં બીજી જીત હાંસલ કરી છે. ઑસ્ટ્રેલિયાએ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયન ટીમની જીતના હીરો ડેવિડ વોર્નર, મિશેલ માર્શ અને એડમ ઝમ્પા હતા. 368 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. અબ્દુલ્લા શફીક અને ઇમામ ઉલ હકે પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી તૂટતાની સાથે જ પાકિસ્તાની ઇનિંગ્સની ગતિ બગડી અને તેણે નિયમિત અંતરે વિકેટ ગુમાવી. પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 305 રનમાં સમેટાઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ