બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Will Kejriwal be arrested before the Lok Sabha elections?

દિલ્હી / શું લોકસભા ચૂંટણી પહેલા થશે કેજરીવાલની ધરપકડ? આ ઘટનાથી મળ્યો મોટો સંકેત

Priyakant

Last Updated: 09:10 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Latest News: કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી તાજેતરની અરજીમાં, હાઈકોર્ટને EDને 'કોઈપણ શિક્ષાત્મક પગલાં ન લેવા' નિર્દેશ આપવા માંગ

Arvind Kejriwal News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી તાજેતરની અરજીમાં, હાઈકોર્ટને EDને 'કોઈપણ શિક્ષાત્મક પગલાં ન લેવા' નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે. CM કેજરીવાલે હાઈકોર્ટને કહ્યું કે, EDએ કોર્ટ સમક્ષ ખાતરી આપવી જોઈએ કે, જો હું સમન્સનું પાલન કરીશ તો મારી સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચ એટલે કે આજે 9મી વખત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા. પૂછપરછ કરતા પહેલા તેમણે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને માંગ કરી કે કોઈ દંડાત્મક પગલાં લેવામાં ન આવે. અગાઉ મોકલવામાં આવેલા સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.  દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડના ડરથી કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે, તે ED સમક્ષ હાજર થવા તૈયાર છે, જો ED ખાતરી આપે કે તેની ધરપકડ કરવામાં નહીં આવે.

કેજરીવાલને ક્યારે મોકલવામાં આવ્યા હતા સમન્સ?
કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર 2023ના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી, 4 માર્ચ અને 17 માર્ચે સમન્સ મોકલ્યા હતા. CM કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે, કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

વધુ વાંચો: 'દરવાજો ખુલ્લો રાખીને સેક્સ કરે છે', ફરિયાદ પર નવા પરણેલાએ મહિલાને આપી રેપની ધમકી

દિલ્હી કોર્ટમાંથી મળ્યા હતા જામીન 
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસની તપાસમાં સામેલ થવા માટે મોકલવામાં આવેલા સમન્સના ભંગ પર ED કોર્ટમાં પહોંચી હતી. તેમની સામે બે ફરિયાદો કરવામાં આવી હતી અને ત્યારબાદ તે શનિવારે કોર્ટમાં હાજર થયા હતા. અગાઉની સુનાવણીમાં મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેન્ચ સમક્ષ હાજર થયા હતા. જોકે રાઉઝ એવન્યુ કોર્ટે સ્વીકાર્યું કે, તેમની સામેના કેસ જામીનપાત્ર છે અને કુલ રૂ. 50,000ના બે બોન્ડ પર તેમને જામીન આપ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ