બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Will BJP-JJP alliance break in Haryana before Lok Sabha elections?

BIG BREAKING / લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં BJP-JJPનું ગઠબંધન તૂટવાની કગાર પર, આખું કેબિનેટ આપી શકે છે રાજીનામું

Priyakant

Last Updated: 10:27 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haryana Cabinet Latest News: ખટ્ટર સરકારની કેબિનેટ આજે એટલે કે મંગળવારે સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે, નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવશે

Haryana Cabinet : લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચે ગઠબંધન પર પૂર્ણવિરામ આવી શકે છે. ભાજપે પણ જનનાયક જનતા પાર્ટીને કેબિનેટમાંથી અલગ કરવાની રણનીતિ બનાવી છે. ખટ્ટર સરકારની કેબિનેટ આજે એટલે કે મંગળવારે સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે. આ પછી નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવશે. JJPને નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં. આજે એટલે કે મંગળવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવવામાં આવી છે.

આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને મહાસચિવ તરુણ ચુગ દિલ્હીથી નિરીક્ષક તરીકે ચંદીગઢ જવા રવાના થયા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ પણ ચંડીગઢ પહોંચી ગયા છે. JJP-BJP અલગ થવાના કિસ્સામાં સરકારને બચાવવા અને હરિયાણામાં નવી સરકાર બનાવવાની તમામ શક્યતાઓ પર નિર્ણય લેવામાં આવશે. હરિયાણામાં મુખ્યમંત્રી બદલવા અંગે પણ વિચારણા થઈ શકે છે.

વધુ વાંચો: પુત્ર કર્ણાટકમાં મંત્રી, હવે જમાઇને લોકસભા મોકલવાની તૈયારી, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ જ નિયમ નેવે મૂક્યાં!

જાણો શું છે હરિયાણાનું ગણિત ? 
90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો 46 છે. ભાજપના 41 ધારાસભ્યો છે. તેમને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. આ સિવાય તેમને ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટીનું સમર્થન પણ છે. જો JJP અલગ થશે તો ભાજપને 48 ધારાસભ્યોનું સમર્થન મળશે. કોંગ્રેસની વાત કરીએ તો ગૃહમાં તેના 30 ધારાસભ્યો છે. જ્યારે JJP પાસે 10 ધારાસભ્યો છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (અભય ચૌટાલા) પાસે 1 ધારાસભ્ય છે અને 1 ધારાસભ્ય અપક્ષ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ