બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / VTV વિશેષ / Will Bhagavadgita lessons in school instill culture in generations? How big an achievement, what is the preparation of schools?

મહામંથન / શાળામાં ભગવદગીતાના પાઠ પેઢીઓમાં સંસ્કારનું સિંચન થશે? કેટલી મોટી ઉપલબ્ધિ, શાળાઓની તૈયારી શું?

Vishal Khamar

Last Updated: 10:25 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા આજે ગીતા જયંતીનાં દિવસે મહત્વનો નિર્ણય લીધો છે. ધો.6 થી 12 ના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી આ નિર્ણય કરાયો છે. ભગવદગીતાનું શાળામાં ભણતર, કેટલી મોટી ઉપલબ્ધિ?

આજથી 130 વર્ષ પહેલાના ભૂતકાળ ઉપર નજર કરીએ. પ્રસંગ હતો શિકાગોમાં મળેલી સમગ્ર વિશ્વની ધર્મપરિષદનો. આ ધર્મપરિષદમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા સ્વામી વિવેકાનંદ. ધર્મપરિષદમાં તમામ ધર્મના પ્રતિનિધિઓ હતા અને મંચ ઉપર દરેક ધર્મનો પોતાનો ગ્રંથ હતો. અન્ય ધર્મના પ્રતિનિધિની ભગવદગીતા ઉપર નજર પડી જે તમામ પુસ્તકોના બંચમાં સૌથી નીચે હતું. પ્રતિનિધિએ સ્વામીજીને કહ્યું કે આપના ધર્મનો ગ્રંથ સૌથી નીચે છે અને પછી અટ્ટહાસ્ય કર્યુ. 

  • રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત
  • શાળાઓમાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાજીના પાઠ ભણાવાશે
  • પહેલા તબક્કામાં ધોરણ 6 થી 8ને આવરી લેવાશે

સ્વામી વિવેકાનંદ સહેજ પણ વિચલિત થયા વગર બોલ્યા કે આપની વાત સાવ સાચી છે.  પરંતુ જો હું નીચે રાખેલી ગીતાને ખસેડી લઈશ તો ઉપર રહેલા તમામ ગ્રંથો નીચે પછડાઈ જશે. ત્યાર પછી તો શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદનું યાદગાર ભાષણ દુનિયાને યાદ જ છે. સમગ્ર ઘટનાક્રમમાં ભગવદગીતાનું મહત્વ જે સામે આવ્યું તેની કોઈ સીમા નથી. હવે આ જ ભગવદગીતાના મૂલ્યો અને સિદ્ધાંત ગુજરાતમાં ભણાવાશે. શરૂઆતના તબક્કે ધોરણ 6 થી 8 અને ત્યારબાદ ધોરણ 12 સુધી ગીતાજીના મૂલ્યો અને સિદ્ધાંત ભણાવવામાં આવશે. શિક્ષણ વિભાગે ગીતાજીના સંસ્કૃત શ્લોકને ગુજરાતીમાં અનુવાદિત કર્યા છે અને સરકારે જે પુસ્તક તૈયાર કર્યુ તેમા સચિત્ર માહિતી પણ છે જેથી વિદ્યાર્થીઓને રસ પડે. યોજના અને પહેલ ઘણી સારી છે ત્યારે વધુ કોઈ સવાલોની ચર્ચા કરતા પાયાનો જ સવાલ ચર્ચીશું કે ભગવદગીતાના શાળામાં પાઠ શિખવવાથી પેઢીઓમાં સંસ્કારોનું સિંચન થશે કે નહીં?

  • સરકારે ભગવદગીતાના પાઠ ભણવાના અનેક ફાયદા ગણાવ્યા
  • વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ મળે તેવો હેતુ
  • ભગવદગીતા ભણવાથી વિદ્યાર્થીઓને અનેક સવાલોના જવાબ મળશે

રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત કરી છે. શાળાઓમાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાજીના પાઠ ભણાવાશે. પહેલા તબક્કામાં ધોરણ 6 થી 8ને આવરી લેવાશે. ગીતા જયંતિના દિવસે જ સરકારે નિર્ણય કર્યો છે.  ભાવિ પેઢીમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ છે.  સરકારે ભગવદગીતાના પાઠ ભણવાના અનેક ફાયદા ગણાવ્યા. વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ મળે તેવો હેતુ છે.  ભગવદગીતા ભણવાથી વિદ્યાર્થીઓને અનેક સવાલોના જવાબ મળશે.

  • ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના પાઠ
  • નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું
  • રાજ્યના શિક્ષણ વિભાગે પુસ્તકને તૈયાર કર્યું છે

શાળા આપશે ગીતા જ્ઞાન
ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના પાઠ છે.  નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. રાજ્યના શિક્ષણ વિભાગે પુસ્તકને તૈયાર કર્યું છે. પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.  સાયન્સના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે. 2024ના નવા સત્રથી શાળામાં ગીતાના પાઠ ભણાવાશે. પુસ્તકમાં સચિત્ર વિગત પણ આપવામાં આવી છે.

  • શિક્ષણક્ષેત્રે મહત્વનો દિવસ
  • ગીતાના સિદ્ધાંતો એટલે ભગવાનની વાણી
  • દુનિયા ગીતાના સિદ્ધાંતોના આધારે જ કામ કરી રહી છે

શિક્ષણમંત્રીએ શું કહ્યું?
શિક્ષણક્ષેત્રે મહત્વનો દિવસ છે.  ગીતાના સિદ્ધાંતો એટલે ભગવાનની વાણી છે.  દુનિયા ગીતાના સિદ્ધાંતોના આધારે જ કામ કરી રહી છે. દરેકને સુખ આપનારો ગ્રંથ એટલે ગીતા. સિલેબસ રસપ્રદ બનાવવા ઘણી મહેનત કરી છે. ગીતાજીના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓનો તણાવ ઘટશે. આત્મહત્યાના કેસમાં પણ ઘટાડો થશે. અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો. ભગવદગીતા અંગે પરીક્ષા પણ લેવાશે. પરીક્ષા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવશે. આ જ્ઞાન દરેકને કામ લાગશે. ગીતા સર્વ ધર્મનો સાર છે. તબક્કાવાર તમામ વિદ્યાર્થીઓ ગીતાજીના પાઠનો લાભ લેશે.

  • પરીક્ષા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવશે
  • આ જ્ઞાન દરેકને કામ લાગશે
  • ગીતા સર્વ ધર્મનો સાર છે
  • તબક્કાવાર તમામ વિદ્યાર્થીઓ ગીતાજીના પાઠનો લાભ લેશે

ભગવદગીતા, અદ્વિતીય, અલૌકિક
ભગવદગીતા મૂળ સ્મૃતિગ્રંથ છે. મૂળ ભગવદગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. ભગવદગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ભગવદગીતાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 3066 આસપાસ મનાય છે. અપવાદને બાદ કરતા મોટાભાગના શ્લોક અનુષ્ટુપ છંદમાં છે. ભગવદગીતાનો હાર્દ એ છે કે માનવજીવન એક યુદ્ધ છે. યુદ્ધમાં દરેકે લડવું પડે છે એ પણ પીછેહઠ કર્યા વગર. ભગવદગીતા સાચો રસ્તો બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ