બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Wife absconded leaving her husband who went to enjoy honeymoon in Jaipur Rajasthan

શૉકિંગ કેસ / હનીમૂન પર ફરવા નીકળ્યા, મૂવી જોવા ગયા, ઈન્ટરવલ થતાં જ પત્ની ફરાર: સાત જ દિવસમાં જુઓ કેમ તૂટી ગયા લગ્ન

Kishor

Last Updated: 10:19 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જયપુરમાં હનીમૂન માણવા ગયેલા પતિને રેઢો મૂકી પત્ની પોતાના પિયર દોડી આવી હતી.

  • રાજસ્થાનના જયપુરથી અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો
  • હનીમૂનમાં ગયેલા પતિને છોડી પત્ની ફરાર
  • પત્નીને શોધવા પતિને આવ્યા મોઢે ફીણ

રાજસ્થાનના જયપુરથી અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ-પત્ની હનીમૂન મનાવવા ગયા હતા. આ દરમિયાન થિએટરમાં ફિલ્મની મોજ માણી રહ્યા હતા. જ્યારે ઇન્ટરવલ વેળાએ પતિ નાસ્તો લેવા માટે ગયો અને જે પરત આવતા તેમની પત્ની લાપતા બની હોવાનું સામે આવ્યું હતું. આથી પતિએ હાફડોફાફડો થઈ અનેક સ્થળોએ પત્નીની તલાશી હાથ ધરી હતી. જોકે પત્નીની ભાળ ન મળતા અંતે પોલીસ ગુમ નોંધ જાહેર કરાઈ હતી. બાદમાં પરિણીતાએ સામેથી પોલીસ મથકે હાજર થઈ આ લગ્નથી ખુશ ન હોવાનું નિવેદન આપ્યું હતું. 

લગ્ન બાદ હનીમૂનમાં પતિના ઊડી ગયા હોશ! પત્ની પુરુષ જ હોવાનું ખૂલ્યું, ઘણા  સમય બાદ પરિવારને થઈ જાણ | After the wedding, the husband got shocked in  honeymoon! It was revealed that


પત્ની સામેથી પોલીસ મથકે દોડી આવી
શિકર ખાતે રહેતા યુવાનના તાજેતરમાં જ લગ્ન થયા હતા. લગ્નના સાત દિવસ બાદ તે પોતાની પત્ની સાથે જયપુર ખાતે હનીમૂન બનાવવા માટે ગયા હતા. આ દરમિયાન રૂમ બુક કરી અને તેઓ પિંક સ્કવોયર મોલમાં પત્ની સાથે પિક્ચર જોવા ગયો હતો. જ્યાં બપોરે 12:00 વાગ્યાનો શો બુક કરાવ્યો હતો. આ દરમિયાન બંને પિક્ચર ની મોજ માણી હતી. જેમાં 1: 30 વાગ્યાના સમયગાળાએ ઇન્ટરવલ પડતા પતિ પોતાની પત્ની માટે નાસ્તો લેવા ગયો હતો. જે નાસ્તો લઈને પરત આવતા જ પત્ની ગાયબ જોવા મળી હતી. આથી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે પત્નીને શોધવા માટે થિયેટર અને મોલ માથે લીધા હતા. આ ઉપરાંત પત્નીને ફોન પણ કર્યો હતો પરંતુ પત્ની ફોન બંધ કરી અને ફરાર થઈ ગઈ હતી.  બાદમાં 33 વર્ષીય યુવાને પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી.

On the honeymoon, the husband said, I am ... Hearing this, the wife got dizzy, the case reached the police station.


યુવાને એકલા પરત ફરવું પડે તેવી સ્થિતિ

આ દરમિયાન વાર્તામાં નવો ટ્વિસ્ટ આવ્યો હતો. આ બાજુ ફરિયાદને આધારે પોલીસે પરણીતાની શોધ ખોળ હાથ ધરી હતી તો બીજી તરફ પરિણીતા ખુદ જયપુરના શાહપુરા પોલીસ મથકે સામેથી આવી હતી અને તેમણે નિવેદન આપ્યું હતું કે તે આ લગ્નથી ખુશ નથી અને તેના જ કારણે તે પોતાના પતિને થિયેટરમાં છોડી અને ભાગી આવી હતી.આ વાત જણાવ્યા બાદ પરિણીતા બસ મારફતે પોતાના પિયર ચાલી ગઈ હતી. હાલ ઘરના સભ્યો તેને સમજાવવામાં લાગ્યા છે. બીજી બાજુ હનીમૂનમાં ગયેલા યુવાને એકલા પરત ફરવું પડે તેવી સ્થિતિ જન્મી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ