બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Why is there a show of raids against miscreants just after the festivals!

મહામંથન / તહેવારો ટાણે જ ભેળસેળિયાઓ વિરૂદ્ધ દરોડાના દેખાડા કેમ! માત્ર સેમ્પલો લઇ ઢીલાશ દાખવતા બેદરકાર અધિકારીઓને કોણ દંડશે?

Vishal Khamar

Last Updated: 09:26 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દર વર્ષે હજારો ભેળસેળ કરનાર લોકોને ત્યાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરી દંડ ફટકારવામાં આવે છે. પરંતું કોઈ પણ ભેળસેળીયા સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે તહેવારની સીઝનમાં જ રેડ કરવાને દેખાડો કરતા અધિકારીઓને કોણ દંડશે?

કોઈ આપણા જીવ સાથે રમત રમે તો આપણે ચલાવી લઈએ ખરા?. સ્વભાવિક છે કે આપણો જવાબ ના જ હશે પણ અહીં બહુ જવાબદારીપૂર્વક કહેવાનું થાય કે તમારા જીવ સાથે રમત રમાઈ રહી છે અને તમને ખબર નથી. તહેવારો ચાલી રહ્યા છે અને હજુ પણ તહેવારો આવવાના જ છે ત્યારે ભેળસેળીયાઓ પણ બેફામ છે. મહામંથનનો આજનો સંદર્ભ વિશાળ છે પણ સમજવા માટે નડિયાદની નાની ઘટના પૂરતી છે. 20 દિવસ પહેલા નડિયાદની એક કંપનીમાં ફ્લાઈંગ સ્કવૉડ તરફથી દરોડા પડ્યા, ઘીમા ભેળસેળ થતી હોવાની બાતમી હતી, તે ઘીના સેમ્પલને તપાસ અર્થે મોકલાયા. 

  • રાજ્યમાં બનાવટી, અખાદ્ય ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે
  • અખાદ્ય ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે પણ ખાસ કાર્યવાહી થતી નથી
  • ગુજરાતીઓના જીવ સાથે રમત રમાઈ રહી છે

કદાચ તમને થતું હશે કે કંઈક તો કાર્યવાહી થઈ હશે પણ હકીકત જણાવતા દુખ થાય છે કે ન તો કંપનીના માલિક સામે કોઈ કાર્યવાહી થઈ છે કે ન તો ઘીના સેમ્પલનો કોઈ રિપોર્ટ આવ્યો છે. જે પકડાયેલો જથ્થો હતો એ 1462 કિલોથી વધુનો હતો ત્યારે વિચાર કરો કે ભેળસેળયુક્ત કેટલું ઘી લોકોના પેટ સુધી પહોંચી ગયું હશે. જયારે જયારે પણ તહેવાર સમયે આરોગ્ય વિભાગ દેખાડા પૂરતું સક્રિય થાય છે ત્યારે આવી જ સ્થિતિ હોય છે. મોટે ઉપાડે રેડ કરવામાં આવે છે, સેમ્પલ લેવાય છે અને તેના રિપોર્ટનું શું થાય છે તે રામ જાણે. વધુ ચોંકાવનારો કિસ્સો તો તાજેતરમાં ભાવનગરની માહી ડેરીનો છે કે જેના નમૂના સપ્ટેમ્બર 2022માં લેવાયા હતા અને તે નમૂના ફેઈલ થયા છે તેવો રિપોર્ટ એક વર્ષ પછી આવ્યો. તાજેતરમાં અંબાજીમાં પ્રસાદના ઘીમાં ભેળસેળના આરોપનો મુદ્દો પણ તાજો જ છે એટલે હવે દુખ સાથે એ ચોક્કસ કહેવું પડે કે ગુજરાતીઓના જીવ સાથે રમત રમાઈ રહી છે અને આરોગ્ય વિભાગ રેડ પાડવા કે નમૂના લીધા સિવાય વિશેષ કશુ કરી શકે એવુ લાગતું નથી. 

  • અખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવાય છે અને પછી ભીનુ સંકેલી લેવાય છે
  • દિવસો મહિનાઓ વીતે છે પણ સેમ્પલનો રિપોર્ટ આવતો નથી
  • રિપોર્ટ આવે ત્યાં સુધીમાં અખાદ્ય પદાર્થ બજારમાં ફરતો થઈ ગયો હોય છે
  • લોકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે અને જવાબદારો તમાશો જુએ છે

રાજ્યમાં બનાવટી, અખાદ્ય ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. અખાદ્ય ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે પણ ખાસ કાર્યવાહી થતી નથી. ગુજરાતીઓના જીવ સાથે રમત રમાઈ રહી છે. તહેવારો આવે ત્યારે જ અધિકારીઓ સક્રિય થાય છે. અખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવાય છે અને પછી ભીનુ સંકેલી લેવાય છે. દિવસો મહિનાઓ વીતે છે પણ સેમ્પલનો રિપોર્ટ આવતો નથી. રિપોર્ટ આવે ત્યાં સુધીમાં અખાદ્ય પદાર્થ બજારમાં ફરતો થઈ ગયો હોય છે. લોકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે અને જવાબદારો તમાશો જુએ છે.

  • નડિયાદમાં 28 સપ્ટેમ્બરે 1462 કિલો ઘી ઝડપાયું
  • સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ પણ નહતી
  • ફ્લાઈંગ સ્કવૉડ દ્વારા રેડ પાડવામાં આવી હતી

આ જીવ સાથે રમત નથી?
નડિયાદમાં 28 સપ્ટેમ્બરે 1462 કિલો ઘી ઝડપાયું. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ પણ ન હતી. ફ્લાઈંગ સ્કવૉડ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સ્થળ ઉપરથી ઘીના નમૂના અને વેજીટેબલ ફેટ લેવામાં આવ્યા. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ ઉપર દરોડા પડ્યા હતા. 20 દિવસ વીત્યા છતા નક્કર કાર્યવાહી થઈ નથી. 4 અલગ-અલગ સેમ્પલ ગાંધીનગર મોકલાયા હતા. ડુપ્લીકેટ ઘી ઝડપાયું હતું તો હજુ સુધી કાર્યવાહી શા માટે નથી થઈ?. કંપનીના માલિક દિલીપ રાઉલજી સામે પણ કોઈ કાર્યવાહી થઈ નથી.  ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભીનુ સંકેલવા પ્રયાસ કરતો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 

  • ડુપ્લીકેટ ઘી ઝડપાયું હતું તો હજુ સુધી કાર્યવાહી શા માટે નથી થઈ?
  • કંપનીના માલિક દિલીપ રાઉલજી સામે પણ કોઈ કાર્યવાહી નથી થઈ
  • ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભીનુ સંકેલવા પ્રયાસ કરતો હોય તેવી ચર્ચા

ભાવનગરનો કિસ્સો પણ જાણો
ભાવનગરની માહી ડેરીના દૂધના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા.  સપ્ટેમ્બર 2022માં દૂધના સેમ્પલ લેવાયા હતા. ફૂડ વિભાગે સેમ્પલને નિષ્ફળ ગણાવ્યા હતા. માહી ડેરીએ ચુકાદાને પડકાર્યો હતો. સેમ્પલને ફરી મૈસુરુ મોકલવામાં આવ્યા હતા. મૈસુરુથી પણ સેમ્પલનો રિપોર્ટ નકારાત્મક આવ્યો હતો. સવાલ એ છે કે આખી પ્રક્રિયામાં એક વર્ષ પસાર થયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ