બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Why is there a recession in the diamond industry which is lagging behind in industrial development? The shine of thousands of families in Gujarat has decreased, what is the reason?

મહામંથન / ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ડાયમંડ ઉદ્યોગમાં મંદીના મંડાણ કેમ? ગુજરાતમાં હજારો પરિવારોની `ચમક' ઘટી, કારણ શું?

Vishal Khamar

Last Updated: 08:55 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનાં યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. યુદ્ધનાં કારણે રફ હીરાની અછત પડી રહી છે. જેનાં કારણે નવસારીના રત્નકલાકારોની દિવાળી બગડી છે. ત્યારે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી આશ લઈને રત્નકલાકારો બેઠા છે.

ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ડાયમંડ ઉદ્યોગમાં મંદીના મંડાણ શરૂ થયા છે. હીરાની હીરાની ચમક પર લાખો લોકો નભે છે, જોકે હવે આ ચમક ફીકી પડી રહી છે..ચમક ઓછી થવાનું કારણ અનેક છે., આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયાનું ઘટતુ મૂલ્ય. રશિયા-યુક્રેન યુદ્ધ, હવે ઇઝરાયેલ હમાસનું યુદ્ધ કે પછી હિરાના વેપારમાં નડતી કેટલીક નીતિ.. સરવાળે હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ છે. રત્નકલાકારો જે હીરાઉદ્યોગ પર નભે છે તેમની સ્થિતિ કથળી છે. 20થી વધુ રત્નકલાકારો આત્મહત્યા કરી ચૂક્યા છે. જોબ વર્કના અભાવે વેકેશન લંબાયા છે. રત્નકલાકારોની દિવાળી બગડી છે.

  • રશિયા યુક્રેન યુદ્ધની અસરના કારણે મંદીનો માહોલ
  • રફ હીરા રશિયાથી આવે છે 
  • યુદ્ધના કારણે રફ હીરામાં પડી રહી છે અછત

કોંગ્રેસે રત્નકલાકારો માટે ખાસ આર્થિક સહાય પેકેજની માગ પણ કરી છે.  ડાયમંડ સિટી સુરતની સાથે  નવસારીમાં પણ મોટા પાયે હીરા ઉદ્યોગ ચાલે છે. કોરોનામાં મંદીનો માર પડ્યા બાદ ફરી હીરા ઉદ્યોગમાં મંદી શરૂ થઈ છે. મંદીના કારણે કારખાના બંધ થવાની ભીતિ પર છે. ડિમાન્ડ ન હોવાના કારણે આગામી દિવસોમાં દિવાળી સમયે વેકેશન પણ જલદી પડે તેવુ પણ લાગી રહ્યું છે. ત્યારે હવે સવાલ એ છે કે, બેહાલ રત્ન કલાકારોની સંભાણ કોણ લેશે? શું હીરા ઉદ્યોગના વેપારીઓની વ્હારે સરકાર આવશે?

  • નવસારીના કારખાનામાં અત્યારથી પડી રહ્યું છે વેકેશન
  • 60થી 70 ટકા કારખાના બંધ 
  • રત્નકલાકારો પોતાના વતન તરફ ફરી રહ્યા છે પાછા

હીરા ઉદ્યોગમાં મંદી કેમ છે?
રશિયા યુક્રેન યુદ્ધની અસરના કારણે મંદીનો માહોલ છે.  રફ હીરા રશિયાથી આવે છે.  યુદ્ધના કારણે રફ હીરામાં અછત પડી રહી છે.  અછતના કારણે નવસારીના રત્નકલાકારોની બગડી દિવાળી. ગોળ હીરાની વેચાણ કિંમત 20 ટકા નીચી રહેતા નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે.  હીરાની ખરીદી લગભગ 50 ટકા ઘટી છે.  યુરોપ, અમેરિકામાં આર્થિક મંદી રહેતા પણ હીરાની ખરીદી ઘટી છે.  નવસારીના કારખાનામાં અત્યારથી વેકેશન પડી રહ્યું છે. 60થી 70 ટકા કારખાના બંધ છે.  રત્નકલાકારો પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.

  • અનેક જિલ્લામાં કારખાનાને લાગી ગયા છે તાળા
  • હજારો યુવાનો બની રહ્યા છે બેકાર
  • બેકાર બનેલા રત્નકલાકારોને રોજી રોટી માટે ભટકવાનો વારો

મંદીના કારણે શું થઈ અસર?
અનેક જિલ્લામાં કારખાનાને તાળા લાગી ગયા છે. હજારો યુવાનો બેકાર બની રહ્યા છે.  બેકાર બનેલા રત્નકલાકારોને રોજી રોટી માટે ભટકવાનો વારો આવ્યો છે.  આર્થિક સંકડામણ ઉભી થતા કારખાનું કેમ ચલાવવુ તેની મુંઝવણ. હાલમાં હીરાના કારખાનામાં ઉપરથી પુરતો માલ મળતો નથી. કારખાનેદારો પાસે પણ મજુરીના પૈસા આવતા નથી. સિન્થેટીક હીરાએ પણ બજારનો માહોલ બગાડી નાખ્યો છે. કારખાનેદારો પૈસા ન હોવાથી રત્નકલાકારોનો પગાર અટવાયો. તહેવારોમાં અનેક રત્નકલાકારોના પગાર અટવાયા છે. મેન્યુફેક્ચરિંગ એકમોમાં ઉત્પાદનને ધીમું કરી દેવામાં આવ્યું છે. મંદીના કારણે કામકાજના કલાકો ઘટાટવામાં આવ્યા છે.  પોલિશ્ડનો જુનો સ્ટોક નિકાલ વગરનો પડયો છે.

  • હાલમાં હીરાના કારખાનામાં ઉપરથી પુરતો માલ મળતો નથી
  • કારખાનેદારો પાસે પણ મજુરીના પૈસા આવતા નથી
  • સિન્થેટીક હીરાએ પણ બજારનો માહોલ બગાડી નાખ્યો છે

રત્ન કલાકારો શું ઈચ્છે છે?

  • હીરા ઉદ્યોગમાં શ્રમિક કાયદાનું પાલન કરવું
  • આપઘાત કરનારને આર્થિક પેકેજ આપવું
  • બેરોજગાર રત્નકલાકારને આર્થિક પેકેજ મળવું
  • વર્ષ 2008ની રત્નદીપ યોજના શરૂ કરવી
  • લેબર ફેક્ટરી વિભાગ મધ્યસ્થે કરે તેવી માગ
  • વેકેશનનો પગાર મળે તે મધ્યસ્થી કરવી
  • બેરોજગારી અને આર્થિક સંકટ સમયે મદદ મળે

શું હતી રત્નદીપ યોજના?    
વર્ષ 2008માં હીરા ઉદ્યોગમાં મંદી આવી હતી.  બેરોજગાર રત્નકલાકારને આર્થિક રાહત અપાઈ છે.  રત્નકલાકારોને 3 મહિનાની ટ્રેનિંગ અપાઈ છે.  દૈનિક 125 રૂપિયા મહેનતાણું ચૂકવાતું હતુ. વર્ષ 2013માં યોજના બંધ કરવામાં આવી હતી.

  • તહેવારોમાં અનેક રત્નકલાકારોના પગાર અટવાયા 
  • મેન્યુફેક્ચરિંગ એકમોમાં ઉત્પાદનને ધીમું કરી દેવામાં આવ્યું છે 
  • મંદીના કારણે કામકાજના કલાકો ઘટાટવામાં આવ્યા
  • પોલિશ્ડનો જુનો સ્ટોક નિકાલ વગરનો પડયો છે 

રફ ડાયમંડના સપ્લાયર્સ 

ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશન- 40%
રીઓ ટીંટો સહિત આક્રિકન ખાણ- 40%
રશિયા(અલઝોરા)- 30%

હીરા ઉદ્યોગથી ગુજરાતમાં રોજગારી

સુરત- 10 લાખ

અમદાવાદ- 2 લાખ

ભાવનગર- 1 લાખ
જૂનાગઢ- 50 હજાર
બોટાદ- 70 હજાર
અમરેલી- 50 હજાર

પાલનપુર- 50 હજાર

વિસનગર- 50 હજાર

હીરાની મંદીની કયા જિલ્લામાં અસર? 

  • સુરત
  • અમદાવાદ
  • ભાવનગર
  • જૂનાગઢ
  • બોટાદ
  • અમરેલી
  • પાલનપુર
  • વિસનગર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ