બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Why is the BJP forced to change its strategy before the 2024 Lok Sabha elections? Here's the reason

રાજનીતિ / 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સ્ટ્રેટેજી બદલવા કેમ મજબૂર! આ રહ્યું કારણ

Priyakant

Last Updated: 08:47 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 News: ભાજપે અનેક રાજ્યોમાં પોતાની તાકાત વધારવા માટે પ્રાદેશિક પક્ષો પર અલગ-અલગ રણનીતિ અજમાવી

  • લોકસભા ચૂંટણી 2024ની લઈ  રાજકીય પક્ષો અત્યારથી જ કવાયતમાં લાગ્યા 
  • તેલુગુ દેશમ પાર્ટી ફરી લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનમાં સામેલ થઈ શકે 
  • વિપક્ષી એકતાનું મોટું ઉદાહરણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળ્યું
  • ભાજપે પોતાની તાકાત વધારવા માટે પ્રાદેશિક પક્ષો પર અલગ-અલગ રણનીતિ અજમાવી

લોકસભા ચૂંટણી 2024ની લઈ અત્યારથી રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીના વડા એન. ચંદ્રાબાબુ નાયડુને મળ્યા હતા. 2019માં એનડીએથી અલગ થઈ ગયેલા આ પક્ષના વડા સાથેની બેઠક બાદ એવી અટકળો ચાલી રહી છે કે, તેલુગુ દેશમ પાર્ટી ફરી એકવાર આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

File Photo

છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ખરાબ રીતે હરાવીને બહુમતી મેળવી હતી. કોંગ્રેસને હરાવ્યા બાદ ભાજપે અનેક રાજ્યોમાં પોતાની તાકાત વધારવા માટે પ્રાદેશિક પક્ષો પર અલગ-અલગ રણનીતિ અજમાવી. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સહયોગીઓએ ભાજપ છોડી દીધું. બીજી તરફ ધીમે ધીમે ઘણા વિરોધ પક્ષો એક થવા લાગ્યા.

વિપક્ષી એકતાનું સૌથી મોટું ઉદાહરણ 
આ દરમિયાન વિપક્ષી એકતાનું સૌથી મોટું ઉદાહરણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં પણ જોવા મળ્યું હતું . જ્યારે PM મોદીના ઉદ્ઘાટનના વિરોધમાં 19 પાર્ટીઓ સમારોહમાંથી ગેરહાજર રહી હતી. આ સિવાય દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરને સત્તા આપતા કેન્દ્ર સરકારના વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી સાથે એક ડઝન પક્ષો પણ એકઠા થયા હતા. 

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે વર્તમાન વિપક્ષ એકસાથે થયા બાદ ભાજપની નવી રણનીતિ શું હશે? શું પાર્ટીમાં જૂના મિત્રો ખૂટે છે?  છેલ્લી લોકસભા ચૂંટણી બાદ ભાજપે તેના ઘણા સહયોગીઓ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં આવનારી લોકસભા ચૂંટણી પહેલા આ પાર્ટી પોતાના જૂના સાથી પક્ષોને ફરી પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે. 

FILE PHOTO ( J P NADDA)

કયા કયા પક્ષોએ ભાજપ છોડી દીધું ? 
વર્ષ 2014 અને વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હતી. જે બાદ ગઠબંધનની રાજનીતિ નબળી પડી હતી. સરકારમાં સાથી પક્ષોના પ્રતિનિધિત્વના બદલામાં ભાજપે ટોકન ભાગીદારી આપી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જૂના મિત્રો ભારતીય જનતા પાર્ટીથી અલગ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં લાંબા સમય સુધી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું પરંતુ તે પછી શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી. 

પંજાબ અને આંધ્રપ્રદેશમાં શું થયું ? 
પંજાબમાં પણ ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના સહયોગી અકાલી દળે કૃષિ કાયદાઓને લઈને ભારતીય જનતા પાર્ટીથી અલગ થઈ ગયા હતા. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાના મામલે તેલુગુ દેશમ પાર્ટીએ NDAથી અલગ થઈ ગઈ હતી. આ સિવાય જેડીયુ પણ એનડીએથી અલગ થઈ ગઈ છે. 

NDA પડતાં કેટલી સીટો પર અસર પડશે?
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક તરફ કોંગ્રેસ અને અનેક પ્રાદેશિક પક્ષો ગઠબંધન સાથે મેદાનમાં ઉતરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ NDAમાં સતત વિઘટન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું તેની અસર લોકસભાની બેઠકો પર થશે? 

2019 પછી NDA કેમ તૂટવા લાગ્યું ? 
શિવસેના, જેડીયુ, ગોરખા જનમુક્તિ મોરચા અને જનસેના જેવા પક્ષોએ આરોપ લગાવ્યો છે કે, એનડીએ સાથે રહીને તેને નબળો પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પક્ષોએ આરોપ લગાવ્યો કે, ભાજપ રાજ્યમાં પોતાનો આધાર વધારવા માટે પડદા પાછળ રમે છે. આ સિવાય ગોરખા જનમુક્તિ મોરચાએ પણ ભાજપ પર જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. 

આવો જાણીએ ભાજપની રાજ્ય પ્રમાણે શું છે સ્થિતિ અને રણનીતિ ? 

  • બિહારઃ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી દળોએ 40 લોકસભા સીટોમાંથી 39 સીટો જીતી છે. જેમાંથી ભાજપે 17, જેડીયુ 16 અને એલજેપીને 6 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં જો JDU આ લોકસભા ચૂંટણીમાં NDAને સમર્થન નહીં આપે તો પાર્ટીને 16 બેઠકોનું નુકસાન થશે. 
  • મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં જો શિવસેના આ લોકસભા ચૂંટણીમાં NDAને સમર્થન નહીં આપે તો પાર્ટીને 18 સીટો પર નુકસાન થઈ શકે છે. 
  • પંજાબઃ હાલમાં ભારતીય જનતા પાર્ટીને પંજાબમાં તેના જૂના સાથી અકાલી દળની જરૂર છે. ભાજપ અને અકાલી વચ્ચેની મિત્રતા ઘણી જૂની છે. વર્ષ 1992 સુધી ભાજપ અને અકાલી દળ અલગ-અલગ ચૂંટણી લડતા હતા અને ચૂંટણી પછી એકસાથે આવતા હતા. વર્ષ 1996માં અકાલી દળે 'મોગા ડિક્લેરેશન' પર હસ્તાક્ષર કર્યા અને 1997માં પહેલીવાર એકસાથે ચૂંટણી લડી. ત્યારથી 2020 સુધી તેમનું જોડાણ અકબંધ રહ્યું.
  • કર્ણાટકઃ તાજેતરમાં જ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ આ પાર્ટી પણ અહીં સહયોગીની શોધમાં છે. હાલમાં ભાજપ દેવેગૌડાની જેડીએસને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી શકે છે. તેનું કારણ એ છે કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 42.9% વોટ શેર સાથે 135 સીટો જીતી છે. જ્યારે બીજેપીએ 36% વોટ શેર સાથે 19 સીટો અને જેડીએસ 13.3% વોટ શેર સાથે જીતી હતી. એટલે કે આવનારી લોકસભા ચૂંટણીમાં જો ભાજપ અને જેડીએસના વોટ શેરને જોડવામાં આવે તો તે 49.3 ટકા થઈ જાય છે, જે કોંગ્રેસ કરતા લગભગ 7 ટકા વધુ છે. 
  • ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી હાલના સહયોગીઓને સાથે રાખવા સિવાય નવા જોડાણો શોધી રહી છે. પાર્ટી યુપીમાં ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજવાદી પાર્ટી (સુભાસ્પા) સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરતી વખતે રાજભરે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ