બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / Politics / Why is BJP ahead of Congress in retaining power? Know the reasons for pro-incumbency in BJP-ruled states

રાજનીતિ / આખરે સત્તા જાળવી રાખવામાં ભાજપ કોંગ્રેસથી કેમ અગ્રેસર? જાણો BJP શાસિત રાજ્યોમાં પ્રો-ઇન્કમ્બન્સીના કારણ

Megha

Last Updated: 12:50 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસની સરખામણીમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહ્યું અને તેની સાથે રાજ્યોમાં પોતાની સત્તા બચાવવામાં પણ સફળ રહ્યું છે.

  • ભાજપને 39 ચૂંટણીમાંથી 22 વખત સફળતા મળી છે
  • ભાજપ સરકારનો રિપીટ રેકોર્ડ 58 ટકા છે
  • કોંગ્રેસની સરકાર માત્ર 18 ટકા જ રિપીટ થઈ છે

છેલ્લા થોડા વર્ષોમાં કોંગ્રેસની સરખામણીમાં ભાજપ રાજ્યોમાં સત્તા બચાવવામાં વધુ સફળ રહ્યું છે. હવે આ વાત તો ગયા અઠવાડિયે આવેલા ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધી છે. ભાજપ મધ્યપ્રદેશમાં દોઢ દાયકાની સત્તા બાદ પણ આ વખતે ફ્રી સત્તા બચાવવામાં સફળ રહ્યું હતું, જ્યારે કોંગ્રેસ માત્ર પાંચ વર્ષની સત્તા બાદ છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બચાવી શકી નથી. કોંગ્રેસ છેલ્લા 13 વર્ષમાં એક પણ રાજ્યમાં સરકાર બચાવવામાં સફળ રહી નથી જ્યારે ભાજપનો રેકોર્ડ 50 ટકાથી વધુ રહ્યો છે. 

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માટે ગુડ ન્યૂઝ! બંનેને બે-બે રાજ્યો મળશે...  જાણો તમામ એક્ઝિટ પોલ બાદના 5 મોટા સમીકરણ | Good news for both BJP and  Congress parties ...

મોદીએ પ્રો-ઇન્કમ્બન્સીનો મુદ્દો ઉઠાવ્યો 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ મુદ્દો ઊઠવતા ગયા અઠવાડિયે પાર્ટીની સંસદીય દળની બેઠકમાં વિગતવાર વાત કરી હતી. બેઠકમાં નરેન્દ્ર મોદીએ તેમના નેતાઓને આંકડાઓ સાથે જણાવ્યું કે રાજ્યોમાં ભાજપની સરકારનું પુનરાવર્તન થવાનો રેકોર્ડ 58 ટકા છે, જ્યારે કોંગ્રેસની સરકાર માત્ર 18 ટકા જ પુનરાવર્તન કરવામાં આવી છે. આ સાથે જ એમને છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ રજૂ કર્યા હતા. જેમાં પીએમ મોદીએ કહ્યું કે સરકારમાં રહીને કોંગ્રેસને 40 વખત રાજ્યોમાં ચૂંટણીનો સામનો કરવો પડ્યો હતો અને તેમાં પાર્ટીને માત્ર સાત વખત જ સફળતા મળી હતી. તો તેની સામે ભાજપને 39 ચૂંટણીમાંથી 22 વખત સફળતા મળી છે. સાથે જ પ્રાદેશિક પક્ષોનો સફળતાનો દર પણ સમાન રહ્યો.

આવો બન્યો રેકોર્ડ 
વર્ષ 2011માં આસામમાં તરુણ ગોગોઈની સરકાર બન્યા પછી કોંગ્રેસ આજ સુધી કોઈ સરકારને બચાવવામાં સફળ રહી નથી. એટલે કે 2014 પછી કોંગ્રેસે એક પણ ચૂંટણીમાં આવી જીત મેળવી નથી. ભાજપની વાત કરીએ તો 2014થી ગુજરાતમાં બે વખત સત્તા બચાવવા ઉપરાંત પાર્ટીએ હરિયાણા, આસામ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં સરકાર બચાવવામાં સફળતા મેળવી છે. જો કે આ સમયગાળા દરમિયાન કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોમાં ભાજપ સરકાર બચાવવામાં નિષ્ફળ રહી હતી તેમ છતાં કોંગ્રેસની સરખામણીએ જોવા જઈએ તો ભાજપનું પ્રદર્શન ઘણું સારું હતું.

અહીં ભાજપ અને કોંગ્રેસ બન્યા ભાઈ-ભાઈ, સાથે મળીને ચલાવશે સરકાર, વિપક્ષમાં  રહેશે મમતાની પાર્ટી | congress and bjp become part of the alliance in  meghalaya

2014 પહેલા કોંગ્રેસ ઘણા રાજ્યોમાં સરકાર બચાવવામાં પણ સફળ રહી હતી. 1990 અને 2014 વચ્ચે કોંગ્રેસ છ રાજ્યોમાં સરકાર બચાવવામાં સફળ રહી હતી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ભાજપ 4 રાજ્યોમાં આમ કરવામાં સફળ રહી હતી.

જૂથવાદ એ મુખ્ય કારણ છે
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે તેમની સરકારોની સત્તા વિરોધીતા પાછળ જૂથવાદ મુખ્ય કારણ છે. જ્યાં પણ કોંગ્રેસની સરકાર બની ત્યાં સતત જૂથવાદ એ મોટો માથાનો દુખાવો હતો. આનાથી સામાન્ય લોકોમાં નકારાત્મક વાર્તા ઊભી થઈ. જેમ કે રાજસ્થાનમાં ગેહલોત vs સચિન અથવા છત્તીસગઢમાં બઘેલ vs સિંઘદેવ. પંજાબમાં અમરિંદર vs નવજોત સિંહ સિદ્ધુ પણ આ યાદીમાં સામેલ છે. તે જ સમયે, ભાજપ સંગઠિત રીતે કામ કરવામાં સફળ રહ્યું. જો કે ભાજપને કર્ણાટક જેવા રાજ્યોમાં જૂથવાદનો સામનો કરવો પડ્યો હતો અને પાર્ટી ત્યાં હારી ગઈ હતી.

ભાજપ સર્વેમાં ટોચ પર છે
નિષ્ણાતોએ કહ્યું કે આ તમામ આંકડાઓમાં પણ દેખાઈ રહ્યું છે. જ્યારે પણ આપણે દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓ માટે નિયમિત સર્વેક્ષણ કરીએ છીએ, ત્યારે પ્રાદેશિક પક્ષો અને ભાજપના મુખ્યમંત્રીઓ યાદીમાં ટોચ પર હોય છે. કોંગ્રેસના સીએમ ઘણીવાર આમાં પાછળ રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ