બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Why has the rate of heart attack increased after Corona? What to watch out for in diet and exercise?

મહામંથન / કોરોના બાદ કેમ વધ્યુ હાર્ટએટેકનું પ્રમાણ? ખાન-પાન, વર્કઆઉટમાં શું ધ્યાન રાખવું?

Vishal Khamar

Last Updated: 09:37 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યું થવાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે.આજે સવારે જામનગરનાં તબીબનું હ્રદયરોગનાં હુમલાથી મોત નિપજતા તબીબનું નિધન થયું હતું. જામનગરના તબીબનું નિધન જરા ચોંકાવનારુ છે.

માનવીના હૃદય માટે અંગ્રેજીમાં એક શબ્દ છે ટાયરલેસ પંપ, જેનો સામાન્ય અર્થ થાય કયારેય ન થાકતો પંપ. 1 મિનિટમાં સરેરાશ 72 વખત ધબકતું હૃદય મનુષ્યજીવન માટે કેટલું કિંમતી છે તેના અનેક વર્ણન થયા છે એટલે તે કહેવાની જરૂર નથી. પણ હવે હૃદયના વિષયને હૃદયથી એટલે કે દિલથી અને મગજથી ગંભીરપણે વિચારવાનો સમય પાકી ગયો છે.કારણ કે કયારેય ન થાકતું હૃદય આજકાલ બહુ જ જલ્દી થાકી જાય છે અને થંભી જાય છે. એટલે સરવાળે થંભી જાય છે માણસની જિંદગી. રમતા-રમતા, જીમમાં કસરત કરતા કે વોકિંગ કરતા-કરતા અચાનક જ વ્યક્તિ લથડી પડ્યો અને માલૂમ પડ્યું કે હૃદયરોગના હુમલાથી તેનું નિધન થયું તેવા તો અનેક કિસ્સા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપે આપણે નિહાળ્યા, પણ જામનગરના તબીબનું નિધન જરા ચોંકાવનારુ છે. કારણ એટલું કે જે તબીબનું નિધન થયું તેની ઉમર માત્ર 41 વર્ષ હતી. 

જામનગરના બહુ જાણીતા હૃદયરોગ નિષ્ણાંતનું નિધન

એટલુ જ નહીં તે તબીબ જેનું નામ ડૉ.ગૌરવ ગાંધી હતું તે ખુદ જામનગરના બહુ જાણીતા હૃદયરોગ નિષ્ણાંત હતા. વધુ નવાઈ એ વાતની લાગે કે તેના મૃત્યુના આગલા દિવસે તો જી.જી.હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ હેડ સાથે તે એક પેશન્ટ અંગે ચર્ચા કરી રહ્યા છે, તેઓ ઘરે જાય છે, ભોજન લીધા બાદ ઉંઘી જાય છે અને પછી તેના જીવનની સવાર પડતી જ નથી. હૃદયરોગના નિષ્ણાંતના હાર્ટઅટેકથી જ નિધન થાય ત્યારે સ્વભાવિક છે કે સૌ કોઈ અચંબામાં હોય. આવા બનાવ કેમ વધ્યા છે અને આવા આકસ્મિક મૃત્યુને ટાળી શકાય કે કેમ?

  • જામનગરના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડૉ.ગૌરવ ગાંધીનું હાર્ટઅટેકથી નિધન
  • રાબેતા મુજબ દર્દીઓની સારવાર કર્યા બાદ ડૉ.ગૌરવ પોતાના ઘરે પરત ફર્યા
  • રાત્રે ભોજન બાદ તેઓ ઉંઘી ગયા હતા
  • વહેલી સવારે પરિવારજનોએ તેમને બેભાન અવસ્થામાં નિહાળ્યા
  • હોસ્પિટલમાં બે કલાક તેમની સારવાર ચાલી પરંતુ તેમને બચાવી ન શકાયા
  • એવું કારણ સામે આવ્યું કે કાર્ડિયાક અરેસ્ટના કારણે ડૉ.ગૌરવ ગાંધીનું નિધન થયું
  • ગૌરવ ગાંધી જામનગરના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત હતા

જામનગરના તબીબ સાથે શું બન્યું?
જામનગરના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડૉ.ગૌરવ ગાંધીનું હાર્ટઅટેકથી નિધન થયું છે.  રાબેતા મુજબ દર્દીઓની સારવાર કર્યા બાદ ડૉ.ગૌરવ પોતાના ઘરે પરત ફર્યા હતા. જે બાદ  રાત્રે ભોજન બાદ તેઓ ઉંઘી ગયા હતા.  વહેલી સવારે પરિવારજનોએ તેમને બેભાન અવસ્થામાં નિહાળ્યા હતા.  જે બાદ તાત્કાલીક તેઓને હોસ્પિટલમાં બે કલાક તેમની સારવાર ચાલી પરંતુ તેમને બચાવી ન શકાયા. એવું કારણ સામે આવ્યું કે કાર્ડિયાક અરેસ્ટના કારણે ડૉ.ગૌરવ ગાંધીનું નિધન થયું. ગૌરવ ગાંધી જામનગરના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત હતા.

ડૉ.ગૌરવના આકસ્મિક અવસાને તબીબી જગતને ચોંકાવી દીધા

41 વર્ષની નાની વયે તેમના આકસ્મિક અવસાને તબીબી જગતને પણ આઘાત પહોંચાડ્યો. કાર્ડિયાક અરેસ્ટના એક દિવસ પહેલા ડૉ.ગૌરવ તદ્દન સામાન્ય સ્થિતિમાં હતા. કાર્ડિયાક અરેસ્ટના વિગતવાર કારણો માટે તબીબો તપાસ કરી રહ્યા છે. પોતાની કારકિર્દીમાં ગૌરવ ગાંધીએ 16 હજારથી વધારે સર્જરી કરી હતી. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના અનેક સફળ ઓપરેશન કર્યા હતા. થોડા સમય પહેલા જામનગરના જ વધુ એક તબીબના ભાઈનું નિધન થયું હતું. જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ.મિલન ચગના ભાઈ સંજીવ ચગનું નિધન હાર્ટ અટેકથી થયું. ડૉ.સંજીવ ચગ ચાલતા-ચાલતા વહેલી સવારે અચાનક લથડી પડ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ