બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Why does the government tolerate rough roads even after paying toll tax? What is the use of Takladi highways that sit in the monsoon?

મહામંથન / ટોલટેક્સ ભરીને પણ ઉબડ-ખાબડ રસ્તા કેમ સહન થાય સરકાર? ચોમાસામાં બેસી જાય એવા તકલાદી હાઈ-વે શું કામના?

Vishal Khamar

Last Updated: 11:03 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતમાં પડેલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર રોડ ધોવાઈ જતા મોટા મોટા ખાડા પડ્યા છે. ત્યારે નેશનલ હાઈવે પર પણ મોટા મોટા ખાડા પડી ગયા છે. ટોલટેક્સ ભરતા હોવા છતાં નેશનલ હાઈવેની હાલત ખરાબ છે. ત્યારે આ ખાડાઓનાં કારણે મોટી દુર્ઘટનાં સર્જાય અને લોકો મૃત્યું પામે તો જવાબદાર કોણ નેશનલ હાઈવે ઓર્થોરીટી, એજન્સી કે સરકાર?

સામાન્ય માણસની એ અપેક્ષા હોય કે તે જે વસ્તુ કે સુવિધા માટે કિંમત ચુકવે છે તે સુવિધા કે તેવી જ ક્વોલિટીની વસ્તુ તેને મળવી જોઈએ. આવું જ કંઈક આપણે નેશનલ હાઈ-વેના સંદર્ભમાં કહી શકીએ. સરકાર રોડ ઉપર વાહન હંકારવા માટેના મેઈન્ટેનન્સના ભાગરૂપે ટોલટેક્સ વસૂલે છે જેમાં દર વર્ષે લગભગ વધારો જ થાય છે પરંતુ તેના બદલામાં આપણને સુવિધાજનક હાઈ-વે મળે છે ખરા?. આ સવાલનો જવાબ આપણે જાતને પૂછીએ તો કદાચ ના આવશે. આપણી વાતને વધુ દ્રઢ બનાવે છે નેશનલ હાઈ-વે ઉપર ખાડાને કારણે સતત બનતી અકસ્માતની ઘટના. ટોલટેક્સ બેફામ રીતે વસૂલવામાં આવે છે.

એવો નિયમ પણ છે કે હાઈ-વે નિર્માણનો ખર્ચ નિકળી ગયા પછી ટોલટેક્સ ઓછો કરવા અને ક્રમેશ: બંધ કરવા વિચારણાં કરવી પરંતુ એવું થતું નથી.. કોઈ-કોઈ જગ્યાએ સ્થાનિકો મોટાપાયે વિરોધ કરે તો સરકાર ટોલટેક્સ ઘટાડવાનું અથવા તો ટોલનાકુ બંધ કરવા સુધીનો વિચાર કરે છે. ગુજરાતમાં જ વિરોધાભાસ જોવા મળે છે કે જ્યાં એક હાઈ-વેનું કામ ડેડલાઈન પૂર્ણ થઈ ગઈ છતા ચાલુ છે તો એક હાઈ-વે એવો છે કે જ્યાં 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધુ વાહન ચાલી જ નથી શક્તું, કદાચ આપણને એમ થાય કે આના કરતા તો શેરીનો રસ્તો હોય ત્યાં વાહન વધુ ઝડપે ચાલી જાય. સવાલ એ છે કે નાગરિકો જો ટોલ ટેક્સ ભરે છે તો તેને સારા રસ્તા કેમ નથી મળતા. હાઈ-વે ઉપર ખાડાને કારણે જીવલેણ અકસ્માતો થાય તો તેમા જવાબદારી કોની નક્કી થવી જોઈએ. ચોમાસામાં રસ્તા બેસી જાય એવા નબળી ગુણવત્તાના હાઈ-વે આપણા શું કામના.. કડવા સવાલો અનેક છે જેના જવાબ મેળવીશું આજના મહામંથનમાં 

  • નાગરિકો ટોલટેક્સ ભરે છે છતા નબળી ગુણવત્તાના રસ્તા
  • સામાન્ય રસ્તા તો ઠીક નેશનલ હાઈ-વેની પણ ખરાબ હાલત
  • નેશનલ હાઈ-વે ઉપર અનેક સ્થળે ખાડાવાળા રસ્તા
  • નક્કી ન થઈ શકે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો

નાગરિકો ટોલટેક્સ ભરે છે છતા નબળી ગુણવત્તાના રસ્તા છે.  સામાન્ય રસ્તા તો ઠીક નેશનલ હાઈ-વેની પણ ખરાબ હાલત છે.  નેશનલ હાઈ-વે ઉપર અનેક સ્થળે ખાડાવાળા રસ્તા નક્કી ન થઈ શકે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે.  લોકો ટોલટેક્સ ભરે છે જેના બદલામાં તે સારા રોડ મેળવવાના હકદાર છે. હાઈ-વેના રસ્તાઓનું રિપેરિંગ કરતી એજન્સી પણ હાથ ખંખેરી નાંખે છે. ખાડાઓને કારણે અકસ્માત થયા હોય તેવા અનેક બનાવ બને છે. ખાડાને કારણે અકસ્માતથી માનવમૃત્યુ પણ વધ્યા છે. 

  • વાપી પાસે નેશનલ હાઈ-વે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય
  • એક બાઈકચાલક હાઈ-વે ઉપર જઈ રહ્યો હતો
  • બાઈક અચાનક ખાડામાં પટકાયું અને બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો

વાપી પાસે નેશનલ હાઈ-વે પર શું બન્યું?
વાપી પાસે નેશનલ હાઈ-વે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છે.  એક બાઈકચાલક હાઈ-વે ઉપર જઈ રહ્યો હતો. બાઈક અચાનક ખાડામાં પટકાયું અને બાઈકચાલકે કાબૂ ગુમાવતા બાઈકચાલક નીચે પટકાયો. બાઈકચાલક પટકાયો ત્યાં જ પૂરઝડપે ટ્રક આવી રહ્યો હતો. જો કે બાઈકચાલક દૂર ખસી ગયો હતો અને ટ્રકચાલકે પણ ટ્રક ધીમી પાડી. જો થોડી પણ ચૂક થઈ હોત તો બાઈકચાલક ટ્રક નીચે આવી ગયો હોત. ખાડાની ઠોકર એ હદે લાગી કે બાઈકચાલક નીચે પટકાઈ ગયો. બાઈકચાલકે કહ્યું કે હાઈ-વે પર આવા બનાવ છાશવારે બને છે. 

  • શાંતિપુરા બ્રિજની નીચે ડાન્સિંગ રોડ જેવો ઘાટ
  • શાહપુર પાસે શંકર ભુવનનો રોડ બેસી ગયો
  • નેશનલ હાઈ-વે નંબર 8 પાસે ખાડા જ ખાડા
  • ઘોડાસર પાસે બ્રિજના કામકાજથી અનેક સ્થળે ખાડા પડ્યા

અમદાવાદમાં પણ ખરાબ સ્થિતિ
શાંતિપુરા બ્રિજની નીચે ડાન્સિંગ રોડ જેવો ઘાટ છે.  શાહપુર પાસે શંકર ભુવનનો રોડ બેસી ગયો હતો.  નેશનલ હાઈ-વે નંબર 8 પાસે ખાડા જ ખાડા  છે.  ઘોડાસર પાસે બ્રિજના કામકાજથી અનેક સ્થળે ખાડા પડ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ