ગુજરાતમાં મેગા સીટી સહિતન નાના શહેરોમાં વેપારીઓ દ્વારા રૂા. 10 નાં સિક્કા સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ત્યારે શિક્ષિત લોકો પણ હવે વેપારીઓ પાસેથી 10 નો સિક્કો સ્વીકારતા નથી. અને ઘણીવાર ગ્રાહક તેમજ વેપારી વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે. આ ગેરસમજ માટે જવાબદાર કોણ?
જાણકારો એવું કહે છે કે સાચી વાત એક વ્યક્તિ સુધી પહોંચે ત્યાં સુધીમાં ખોટી વાત સો લોકો સુધી પહોંચી ચુકી હોય છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા ખરા હિસ્સાઓમાં જે સમસ્યા સર્વ સામાન્ય બની ચુકી છે તેવા 10ના સિક્કામાં પણ કંઈક આવુ જ થયું છે. એક ગેરસમજ એટલી દૂર સુધી ફેલાઈ અને એટલી હદે ઘર કરી ગઈ કે હવે 10ના સિક્કા કોઈ સ્વીકારતું હોય તેવું દ્રશ્ય જોવાનું દુર્લભ થઈ ગયું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં એવી જ સ્થિતિ છે કે નાના દુકાનદાર, રીક્ષાવાળા, લારી ગલ્લાવાળા 10ના મૂલ્યના સિક્કા સ્વીકારતા જ નથી. કારણ છે થોડા સમય પહેલા ફેલાયેલી અફવા. રિઝર્વ બેંકે 10ના અલગ-અલગ ડિઝાઈનના સિક્કા બહાર પાડ્યા છે જે ભારતની સંસ્કૃતિના વૈવિધ્યને રજૂ કરે છે અને અફવાઓનો દોર પણ અહીંથી જ શરૂ થાય છે.
10 રૂપિયાના સિક્કા ન ચાલતા હોવાની સ્થિતિ યથાવત
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં 10ના સિક્કા નથી ચાલતા
ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે
એવી વાત ફેલાઈ ગઈ કે ચોક્કસ ડિઝાઈનના સિક્કા જે બજારમા ફરે છે તે નકલી છે અને એટલે જ હવે વેપારી હોય કે ગ્રાહક કોઈ 10ના સિક્કા સ્વીકારતું નથી. એવું નથી કે સરકાર અને રિઝર્વ બેંકે આ બાબતની ગેરસમજ દૂર કરવા પ્રયાસ નથી કર્યા પણ કદાચ ગેરસમજ એ હદે હાવી થઈ ગઈ છે કે માન્ય ચલણ હોવા છતા 10ના સિક્કા કોઈ સ્વીકારતું નથી. આવા સમયે સવાલ એ થાય કે જે કોઈ જેન્યુઈન ગ્રાહક કે વેપારી હોય તેઓ શું કરે. 10ના સિક્કા અંગેની ગેરસમજ દૂર કરવા બેંક, સરકાર અને લોકો શું કરી શકે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 10ના સિક્કા ઉપર જાત પ્રતિબંધનું કારણ શું.
10ના સિક્કાને બદલે 10ની નોટનો આગ્રહ રાખવામાં આવે છે
10ના સિક્કાના મુદ્દે વેપારી અને ગ્રાહક વચ્ચે માથાકૂટ પણ થાય છે
છેલ્લા કેટલાય સમયથી આવી જ સ્થિતિ છે અને કોઈ ફેર પડ્યો નથી
10 રૂપિયાના સિક્કા ન ચાલતા હોવાની સ્થિતિ યથાવત છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં 10ના સિક્કા ચાલતા નથી. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે. વેપારી અને ગ્રાહક બંને પક્ષે 10ના સિક્કા સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. 10ના સિક્કાને બદલે 10ની નોટનો આગ્રહ રાખવામાં આવે છે. 10ના સિક્કાના મુદ્દે વેપારી અને ગ્રાહક વચ્ચે માથાકૂટ પણ થાય છે. છેલ્લા કેટલાય સમયથી આવી જ સ્થિતિ છે અને કોઈ ફેર પડ્યો નથી.
2022માં સરકારે રાજ્યસભામાં 10 રૂપિયાના સિક્કા અંગે સ્પષ્ટતા કરી હતી
સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તમામ 10ના સિક્કા લીગલ ટેન્ડર છે
સરકારે કહ્યું કે 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે અને કાયદાકીય રીતે માન્ય છે
10 રૂપિયાના સિક્કા કેમ નથી ચાલતા?
છેલ્લા ઘણા સમયથી 10 રૂપિયાના સિક્કાને લઈને અફવાઓ ચાલી રહી છે. મોટાભાગના લોકો એવું માને છે કે 10ના નકલી સિક્કા બજારમાં ફરી રહ્યા છે. 10ના સિક્કા નકલી હોવાના ભ્રમને કારણે લોકો કે વેપારી 10નો સિક્કો સ્વીકારતા નથી. બેંકમાં પણ 10ના સિક્કા જમા કરાવનારને અનેક મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
RBIએ પણ કહ્યું કે સમયાંતરે તેઓ 10ના સિક્કા અંગે પ્રેસ રિલીઝ બહાર પાડે છે
SMSના માધ્યમથી પણ RBI અભિયાન ચલાવે છે
RBIએ પણ કહ્યું કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનના સિક્કા માન્ય છે
ગેરસમજનું કારણ શું?
RBI તરફથી અલગ-અલગ 14 ડિઝાઈનના 10ના સિક્કા બહાર પડાયા નથી. માર્ચ 2009 થી જૂન 2017 સુધીમાં આ તમામ સિક્કા બહાર પડાયા છે. લોકોને ગેરસમજ છે કે ચોક્કસ ડિઝાઈનના 10 રૂપિયાના સિક્કા ખોટા છે. ચોક્કસ ડિઝાઈનના સિક્કા ખોટા હોવાની ગેરસમજને કારણે સિક્કા સ્વીકાર્ય નથી.
કાયદા મુજબ સરકારનું માન્ય ચલણ હોય તેનું આવમૂલ્યન ન થઈ શકે
કાયદા મુજબ સરકાર દ્વારા માન્ય કોઈ ચલણ સ્વીકારવાનો ઈન્કાર ન થઈ શકે
જો કોઈ વ્યક્તિ આવું કરે તો ગંભીર અપરાધ ગણાય છે
સરકાર અને RBIએ શું કહ્યું?
2022માં સરકારે રાજ્યસભામાં 10 રૂપિયાના સિક્કા અંગે સ્પષ્ટતા કરી હતી. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તમામ 10ના સિક્કા લીગલ ટેન્ડર છે. સરકારે કહ્યું કે 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે અને કાયદાકીય રીતે માન્ય છે. સરકારે એમ પણ કહ્યું હતું કે 10ના સિક્કા નકલી નથી. RBIએ પણ કહ્યું કે સમયાંતરે તેઓ 10ના સિક્કા અંગે પ્રેસ રિલીઝ બહાર પાડે છે. SMSના માધ્યમથી પણ RBI અભિયાન ચલાવે છે. RBIએ પણ કહ્યું કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનના સિક્કા માન્ય છે.
નિયમ શું કહે છે?
કાયદા મુજબ સરકારનું માન્ય ચલણ હોય તેનું આવમૂલ્યન ન થઈ શકે છે. કાયદા મુજબ સરકાર દ્વારા માન્ય કોઈ ચલણ સ્વીકારવાનો ઈન્કાર ન થઈ શકે. જો કોઈ વ્યક્તિ આવું કરે તો ગંભીર અપરાધ ગણાય છે. જો 10નો સિક્કો સ્વીકારવાની કોઈ ના પાડે તો ફરિયાદ થઈ શકે છે. માન્ય ચલણ સ્વીકારવાના ઈન્કાર બદલ 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.