બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / Why did the President of Ukraine Zelenskyy start trending after the victory of Aam Aadmi Party in Punjab

જોર કે'વાય / પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતાંની સાથે જ ટ્રેન્ડ થવા લાગ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી? જુઓ કેમ

Vishnu

Last Updated: 08:08 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપના સીએમ ઉમેદવાર ભગવંત માન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચેની આ સામ્યતાને કારણે સોશિયલ મીડિયામાં  ઝેલેન્સ્કી થઈ રહ્યા છે વાયરલ

  • પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત
  • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી થયા ટ્રેન્ડ
  • આપના સીએમ ઉમેદવાર ભગવંત માન પણ થયા ટ્રેન્ડ

પંજાબમાં આમ આદમી પાર્ટીના ઝાડુએ કોંગ્રેસનો જનાધાર સાફ કરી નાખ્યો છે...આ સાથે પંજાબમાં આમ આદમી પાર્ટી  સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. સુખબીરસિંહ બાદલ, કેપ્ટન અમરિંદરસિંહ, ચરણજીસિંહ ચન્ની, નવજોતસિંહ સિદ્ધુ, પ્રકાશસિંહ બાદલ, વિક્રમજીતસિંહ મજેઠિયા તમામ મોટા નેતાઓ ઘર ભેગા થઈ ગયા છે, પંજાબના લોકોએ AAP પાર્ટી અને એમાંય ખાસ કરીને આપના સીએમ ઉમેદવાર ભગવંત માન પર ભરોસો મૂક્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ભગવંત માન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ટ્રેન્ડ થઈ રહ્યા છે. 

બન્નેમાં સામ્યતા છે કોમેડિયનનું ફિલ્ડ
ભગવંત માને પણ તેમની કારકિર્દી એક્ટિંગથી શરૂ કરી હતી જ્યારે બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ એક્ટિંગની દુનિયામાંથી આવી રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા છે, ત્યારે પંજાબ ચૂંટણીનું પરિણામ આવતા ભગવંત માનની સરખામણી  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. અને બન્ને સૌથી વધુ ટ્રેન્ડ પણ થઈ રહ્યા છે કારણ કે 
ભગવંત માન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બન્ને કોમેડિયન હતા. જેથી તેમના બન્નેની તુલના કરવામાં આવી રહી છે.

જો ભગવંત માનની વાત કરવામાં આવે તો નેશનલ ટેલિવિઝન સહિત અનેક પંજાબી કોમેડી શોમાં તે કામ કરી ચૂક્યા છેતેમનો શો જુગનું મસ્ત મસ્ત સૌથી વધારે લોકપ્રિય થયો હતો. 

 

ભગવંત માનની રાજકીય કારકિર્દી

  • વર્ષ 2011માં સક્રીય રાજકારણમાં આવ્યા
  • પંજાબ પીપલ્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં સામેલ થયા હતા
  • 2014માં લોકસભાની ચૂંટણી પહેલા AAPમાં સામેલ થયા
  • 2014માં સંગરૂર બેઠકથી લોકસભાની ચૂંટણી લડી 2 લાખ મતથી જીત્યા
  • 2017માં જલાલાબાદથી સુખબીરસિંહ બાદલ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં 18 હજાર 500 મતોથી હાર્યા
  • 2019માં સંગરૂર બેઠકથી ફરીથી લોકસભાની ચૂંટણી જીત્યા
  • વિધાનસભાની ચૂંટણીમાં AAPએ ભગવંત માનની આગેવાનીમાં ચૂંટણી લડી ભવ્ય જીત 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વિશે જાણો 

લોમાં ગ્રેજ્યુએશન કર્યું 
યહૂદી ધર્મમાં માનતા વલોડિમિર ઝેલેન્સ્કીનો જન્મ 25 જાન્યુઆરી, 1978એ યુક્રેનમાં થયો હતો. પિતા ઓલેક્ઝેંડર ઝેલેન્સ્કી પ્રોફેસર અને માતા રાયમા ઝેલેન્સ્કા એક એન્જિનિયર હતા. શરૂઆતી અભ્યાસ બાજ વલોડિમિર ઝેલેન્સ્કીને ઈઝરાયલમાં સ્ટડી માટે સ્કોલરશિપ મળી, પરંતુ પિતાની પરવાનગી ન મળવા પર વલોડિમિરે યુક્રેનને કીવથી પોતાનો અભ્યાસ કર્યો છે. 2000માં કીવ નેશનલ ઈકોનોમિક યુનિવર્સિટીથી લોની ડિગ્રીથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

કોમેડીના શોખીન 
એક સમય એવો પણ હતો જ્યારે વલોડિમિર પોતાની કોમેડી માટે જાણીતા હતા. તેની શરૂઆત અભ્યાસ વખતે થઈ હતી. 1997માં તેમણે અમુક એક્ટર્સની સાથે મળીને 'ક્વાર્ટલ 95' નામનું કોમેડી ગ્રુપ બનાવ્યું.  લોકોએ તેમના કામને ખૂબ પસંદ કર્યું. પરિણામ 2003માં તેમણે પોતાના શો કરવાના શરૂ કર્યા અને પોતાના જ એક શોથી પ્રેરિત થઈને રાજનીતિમાં પગ મુકવાનો વિચાર કર્યો. આ રીતે રાજનીતિ તરફ તેમનો ઝુકાવ વધ્યો. 

73 ટકા વોટ મેળવીને બન્યા રાષ્ટ્રપતિ 
2018માં વલોડિમિરે રાજનીતિમાં પગ મુક્યો. તેમણે 'સર્વન્ટ ઓફ ધ પીપલ પાર્ટી' બનાવી. આ પાર્ટીથી જ તેમણે રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી. ચૂંટણીમાં 73 ટકા વોટ મેળવીને બધાને ચોંકાવ્યા અને દેશના રાષ્ટ્રપતિ બન્યા. 

સ્ક્રીન રાઈટર ઓલેના સાથે 2003માં થયા લગ્ન 
વલોડિમિરના લગ્ન 2003માં ઓલેના વલોડિમિરિવના ઝેલેન્સ્કા સાથે થયા હતા. ઓલેના એક આર્કિટેક્ટ અને સ્ક્રીન રાઈટર છે. પરંતુ તેમણે લોકોની મદદ કરવા અને સામાજીક કાર્યો માટે પણ ઓળખે છે. કોરોના મહામારી વખતે ઓલેના દ્વારા કરવામાં આવેલા કાર્યોના ખૂબ વખાણ થયા હતા. ઓલેના કીવ નેશનલ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ રહ્યા છે અને સિવિલ એન્જિનિયરમાં ગ્રેજ્યુએશ કર્યું છે. 

બે બાળકોના પિતા છે વલોડિમિર 
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કી અને તેની પત્ની ઓલેનાના બે બાળકો છે. એક બાળક અને એક દિકરી. બાળકનું નામ કિરિલો અને બાળકીનું નામ ઓલેક્ઝેન્ડા છે. વલોડિમિર અને તેની પત્ની ઓલેના ઈન્સ્ટાગ્રામ પર મોટાભાગે પરિવારનો ફોટો શેર કરતા રહે છે. વર્તમાન સ્થિતિની વચ્ચે વલોડિમિરને ડર છે કે તેમાન બાદ તેમના પરિવારને પ્રતાડિત કરવામાં આવશે. પોતાના હાલની સ્થિતિમાં વલોડિમિરે આ વાત શેર કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ