બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 08:47 AM, 12 February 2024
ADVERTISEMENT
અંડર 19 ક્રિકેટ વલ્ડ કપ 2024 ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવ્યો હતો. ભારતને 79 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયા ચૌથી વાર વિશ્વ વિજેતા બન્યું. ભારતની ટીમે સતત 6 મેચ જીત્યા હતા અને તે ફાઇનલમાં પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલીયાનાં પેસ બેટરી સામે ભારતનાં બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતનાં કેપ્ટન ઉદય સહારને સૌથી વધુ રન બનાવ્યા છે. બોલિંગમાં દક્ષિણ આફ્રિકાનાં જડપી બોલર મફાકાએ સારું પ્રદર્શન કર્યું. મફાકાએ ઉદય સહારનને પાછળ છોડી પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ એવોર્ડ જીત્યો છે.
ICC Under 19 World Cup 2024 final: Five-time champions India lose to Australia by 79 runs.
— ANI (@ANI) February 11, 2024
(Pic source: ICC)#U19WorldCup2024 pic.twitter.com/RV5pGvdBT8
ADVERTISEMENT
પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ
19 વર્ષના ઉદય સહારન અંડર 19 ક્રિકેટ વલ્ડ કપ 2024 માં 7 મેચમાં 1 સદી અને 3 અળધી સદી ફટકારી છે. તેણે સૌથી વધુ 397 રન કર્યા છે. ફાઇનલમાં ઉદયનું બેટ ન ચાલ્યું. મુશિર ખાને 2 સદી અને એક અળધી સદી ફટકારી 360 રન બનાવી તે બીજા નંબર પર રહ્યા છે. બોલિંગમાં મફાકા [Kwena Maphaka] 6 મેચમાં 21 વિકેટ લીધી. તેણે ટુર્નામેંટમાં 3 વાર 5 વિકેટ હૉલ તેના નામે કર્યો. 17 વર્ષનો મફાકા પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ બન્યો છે.
મફાકાની સરખામણી રબાડા સાથે કરવામાં આવી રહી છે
મફાકાને 'બેબી રબાડા' નામથી બોલાવવામાં આવી રહ્યો છે. મફાકાએ દક્ષિણ આફ્રિકાને સેમી ફાઇનલ સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. મફાકાએ એવોર્ડ લેતી વખતે કહ્યું કે જો તેને દક્ષિણ આફ્રિકાની સીનિયર ટીમમાં જગ્યા મળે તો તે તેના માટે ખૂબ સારું હશે.
સૌમ્ય પાંડે
અંડર 19 ક્રિકેટ વલ્ડ કપ 2024 માં ભારતીય ટીમનાં બોલર સૌમ્ય પાંડેએ સૌથી વધુ વિકેટ લીધી છે. સૌમ્ય પાંડેએ 7 મેચમાં 18 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં બીજા સ્થાને પોતાનું નામ નોંધાવ્યું છે. સૌમ્ય પાંડેએ 3 વાર 4 વિકેટ હૉલ તેના નામે કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.