બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Why controversy reaches before Bageshwar Baba Dhirendra Shastri goes?

મહામંથન / બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં જાય એ પહેલા વિવાદ કેમ પહોંચે છે? મનની વાત જાણી લેવાની બાબાની થિયરી કેવી

Vishal Khamar

Last Updated: 08:45 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતમાં પડકાર ફેંક્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પડકાર ઝીલશે? બાબાને ડ્રગ્સ ઘુસાડનારાના નામ આપવાનો પડકાર ફેક્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અને વિજ્ઞાનને કોઈ સંબંધ છે ખરો? ત્યારે બાબા જ્યાં જાય એ પહેલા વિવાદ કેમ પહોંચે છે?

ભગવદગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે યથેચ્છસિ તથા કુરુ. જેનો અર્થ થાય છે કે તારી વિવેકબુદ્ધિ પ્રમાણે તું કર. કદાચ આટલા નાના વાક્યનો કેન્દ્રવર્તી વિચાર એટલો જ છે કે સનાતન ધર્મમાં જેટલા પણ ભગવાન છે કે જેટલા પણ સંતો-દાર્શનિકો છે તેનું કામ તમને જ્ઞાન આપવાનું છે જેમાથી તમારે નક્કી કરવાનુ છે કે સાચુ શું અને ખોટુ શું. જો સત્ય-અસત્યનો ભેદ પારખી જઈએ તો તેનાથી વધારે ઉત્તમ કશુ જ નથી. અને સત્ય-અસત્યના ભેદની ચર્ચા ફરી શરૂ થઈ જયારે ઘણાં સમયથી ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ચર્ચામાં આવ્યા. આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં પણ યોજાવાનો છે જેમા તેને પડકાર ફેંકવામાં આવ્યો છે. રાજકોટના સહકારી અગ્રણી અને વકીલ એવા પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ પૂછ્યો છે કે રાજકોટમાં ડ્રગ્સ કયાંથી આવે છે, કેવી રીતે આવે છે, કોણ તેના સૂત્રધાર છે તે તમામ માહિતી સચોટ રીતે કહી બતાવો. એક મુદ્દો ઉછળે એટલે સ્વભાવિક છે કે તેની પ્રતિક્રિયા આવવાની છે. કદાચ એવું બને કે ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવે એ પહેલા અને પછી ક્રિયા-પ્રતિક્રિયાઓનો દોર ચાલુ રહે ત્યારે સવાલ એ છે કે આ પડકારને ઝીલવામાં કોણ સફળ થશે.

  • બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ચર્ચામાં આવ્યા
  • રાજકોટના સહકારી અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો
  • આગામી 1 અને 2 જૂને રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ચર્ચામાં આવ્યા છે. રાજકોટના સહકારી અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ સવાલોનો સિલસિલો ચાલુ જ છે. આગામી 1 અને 2 જૂને રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા સોશિયલ મીડિયામાં તેની સામે સવાલ ઉઠાવાયા છે.

  • ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ કોમર્શિયલ બેંકના CEOએ સવાલ ઉઠાવ્યા
  • કોમર્શિયલ બેંકના CEO પુરૂષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન પૂછ્યો
  • ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ, રાજકોટમાં ડ્રગ્સ કયાંથી આવ્યું?

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે શું સવાલ ઉઠાવાયા?
ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ કોમર્શિયલ બેંકના CEOએ સવાલ ઉઠાવ્યા છે. કોમર્શિયલ બેંકના CEO પુરૂષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન પૂછ્યો છે.  ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ, રાજકોટમાં ડ્રગ્સ કયાંથી આવ્યું? રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી અને કોના ઈશારે આવે છે તેની સચોટ માહિતી તેમજ ડ્રગ્સના રૂટ અને મોટા માથાઓની તમામ માહિતી ધીરેન્દ્ર શાસ્ત્રી જણાવે. તેમજ પુરૂષોત્તમ પીપળીયાએ કહ્યું સમિતિ બોલાવશે તો હું ચોક્કસ દરબારમાં જઈશ. પુરૂષોત્તમ પીપળીયાની દલીલ છે કે મારો પડકાર અંધશ્રદ્ધાને છે. 

  • ધીરેન્દ્ર શાસ્ત્રીએ ક્યારેય પોતાને ભગવાન ગણાવ્યા નથી
  • બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે
  • રાજકોટમાં કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે

બાગેશ્વર ધામ સમિતિની દલીલ શું છે?
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ક્યારેય પોતાને ભગવાન ગણાવ્યા નથી. બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે.રાજકોટમાં કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા નથી. 

  • દિવ્ય દરબાર અને ચમત્કારોને વિજ્ઞાન જાથા માનતું નથી
  • 21મી સદી જ્ઞાન-વિજ્ઞાનની છે
  • ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને જુદી દિશામાં લઈ જાય છે

બાગેશ્વર ધામ સમિતિની દલીલ શું છે?
દિવ્ય દરબાર અને ચમત્કારોને વિજ્ઞાન જાથા માનતું નથી. 21મી સદી જ્ઞાન-વિજ્ઞાનની છે. ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને જુદી દિશામાં લઈ જાય છે. દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથા વિરોધ કરે છે. સમગ્ર મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ