બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Whose eighteen bends! What happened to CJ Chavda in Congress after long loyalty? Reasons that surfaced 'quietly'
Last Updated: 09:58 PM, 19 January 2024
ADVERTISEMENT
વિચક્ષણ બ્યુરોક્રેટથી લઈને સૌમ્ય રાજકારણી સુધીની સી.જે.ચાવડાની સફર કોંગ્રેસ સાથે રહી છે. દાયકાઓની કોંગ્રેસની સફરમાંથી હવે સી.જે.ચાવડાએ પોતાનો રસ્તો બદલ્યો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સી.જે.ચાવડાના રાજીનામાની અટકળો ઘણા સમયથી ચાલતી હતી. કોંગ્રેસ છોડ્યા બાદ પણ સી.જે.ચાવડા કૂટનૈતિક સ્વભાવના ભાગરૂપે આત્યંતિક પ્રહારો કરવાથી દૂર રહ્યા અને ગર્ભિત ઈશારા સાથે એટલું કહ્યું કે હવે મારો અને કોંગ્રેસનો રસ્તો અલગ છે.
ADVERTISEMENT
સી.જે.ચાવડા જેવા વરિષ્ઠ ધારાસભ્યનું રાજીનામું પડે એટલે સ્વભાવિક છે કે હવે તે પક્ષપલટો કરશે તેવી અફવાઓ જોર પકડે. જો કે ભાજપમાં તેઓ જશે કે કેમ તેમા પણ સી.જે.ચાવડાનો જવાબ રાજનેતાને છાજે એવો જ હતો. સવાલ એ છે કે ત્રણ દાયકા જેટલો સમય કોંગ્રેસ સાથે વીતાવ્યા પછી હવે રસ્તો બદલવાની જરૂર કેમ પડી. સી.જે.ચાવડા હાથ છોડીને કમળ હાથમાં પકડશે કે નહીં?
ADVERTISEMENT
સી.જે.ચાવડાએ શું કહ્યું?
મારો અને કોંગ્રેસનો રસ્તો હવે અલગ છે. કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શક્તો નથી. કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. કોંગ્રેસ કોઈની ટીકા કરે તો યોગ્ય દલીલ સાથે કરે છે. રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી. ભાજપમાં જોડાવા અંગે હાલ કોઈ વાત થઈ નથી. હું મારા મતવિસ્તારમાં જઈશ, લોકોને મળીશ. મને મારા મતદારો કહેશે તે મુજબ નિર્ણય કરીશ. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો મારા સંપર્કમાં છે. અન્ય ધારાસભ્યોએ ક્યાં જવું એ હું નક્કી ન કરી શકું. ભાજપ કાર્યકરના આધારે ચાલતી પાર્ટી છે. કાર્યકરોને સાથે રાખીને રાષ્ટ્રહિતમાં કામ થાય તો ચુપ રહેવું જોઈએય મેં હવે ચુપ રહેવાનું પસંદ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.