બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Who will Chirag Paswan finally sit in? Know who to refer to for seat sharing

Lok Sabha Election 2024 / ચિરાગ પાસવાન આખરે કોના પલ્લામાં બેસશે? જાણો સીટ શેરિંગને લઇ ઇશારો કોની તરફ

Priyakant

Last Updated: 08:54 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: એક રેલીને સંબોધિત કરતી વખતે ચિરાગે સ્પષ્ટપણે સંકેત આપ્યો કે તે તેના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા બિહારથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારમાં લોકસભા સીટોને લઈને NDAમાં મંથન ચાલી રહ્યું છે. બીજી બાજુ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાનને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો ચાલુ છે, કારણ કે ચિરાગે તાજેતરમાં બિહારમાં PM મોદીની રેલીઓથી અંતર રાખ્યું હતું. આ દરમિયાન ચિરાગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દરેક પાર્ટી ઈચ્છે છે કે તે (ચિરાગ) તેમના કેમ્પમાં હોય. 

બિહારની સાહેબગંજ વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ચિરાગે સ્પષ્ટપણે સંકેત આપ્યો કે તે તેના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું અહીં મીડિયાકર્મીઓની ભીડ જોઈ રહ્યો છું જેઓ ચિરાગ પાસવાન કોની સાથે છે તે જાણવા માટે ઉત્સુક છે. હું તેમને કહેવા માંગુ છું કે, ચિરાગ પાસવાન માત્ર બિહારના લોકો સાથે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની તેમની વફાદારી, તેમની તુલના ભગવાન રામ સાથે અને પોતાની જાતને ભગવાન હનુમાન સાથે કરવામાં આવે છે.

શું કહ્યું ચિરાગ પાસવાને ? 
ચિરાગ પાસવાને કહ્યું કે, દરેક પાર્ટી, દરેક ગઠબંધન ઈચ્છે છે કે ચિરાગ પાસવાન તેમની પડખે હોય. તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે લોકો તેમની "બિહાર પહેલા, બિહારી પહેલા" નીતિથી પ્રભાવિત છે, જે રાજ્યને તેના જૂના પછાતપણામાંથી બહાર લાવવા માંગે છે. તેમના ભાષણમાં તેમણે પોતાને "સિંહના પુત્ર" અને તેમના સ્વર્ગસ્થ પિતા રામવિલાસ પાસવાનના સાચા અનુગામી તરીકે રજૂ કર્યા.

ચિરાગ પાસવાનને ડરાવી શકાય નહીં
આ રેલીમાં ચિરાગે JDUના વડા અને તાજેતરમાં જ NDAમાં સામેલ થયેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને દિવંગત નેતા રામવિલાસની પાર્ટીમાં ભાગલા પાડનાર કેન્દ્રીય મંત્રી અને કાકા પશુપતિ કુમાર પારસનું નામ લેવાનું ટાળ્યું હતું. જોકે ચિરાગે તેને જે ‘કાવતરાં’નો સામનો કરવો પડ્યો હતો તે વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય મારું ઘર, મારો પરિવાર અને મારી પાર્ટીને તોડવાનો હતો, પરંતુ મેં સાબિત કર્યું છે કે ચિરાગ પાસવાનને ડરાવી શકાય નહીં. 

હાજીપુર બેઠક પર મોટો દાવો 
આ બધાની વચ્ચે કાકા પશુપતિ પારસની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ને ભત્રીજા ચિરાગનું આક્રમક વલણ ગમ્યું ન હતું. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ હાજીપુર બેઠક પરથી ફરીથી ચૂંટણી લડશે. RLJPના પ્રવક્તા શ્રવણ અગ્રવાલે કહ્યું કે, હાજીપુર અથવા અમારી પાર્ટીની અન્ય ચાર બેઠકોમાંથી કોઈ પણ છોડવાનો પ્રશ્ન નથી. અમને ખાતરી છે કે, ભાજપ અમારા દાવાને માન આપશે કારણ કે અમે NDAના સહયોગી છીએ. (ચિરાગની પાર્ટી)ને બીજી બાજુથી ઑફર્સ મળી રહી છે પણ કોઈ આવી પ્રલોભન લઈને અમારી પાસે આવવાની હિંમત કરતું નથી.

વધુ વાંચો: આજે બીજા લિસ્ટ માટેના ભાવિ ઉમેદવારો પર ભાજપનું મહા મંથન, યોજાશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક

LJPએ 2019માં 6 બેઠકો પર ચૂંટણી લડી હતી 
2019માં LJPએ 6 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ જીતી હતી. જોકે પાર્ટીમાં વિભાજન બાદ LJP બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે બંને પક્ષોને ઓછી બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોરચા અને પૂર્વ સીએમ જીતન રામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોરચાનું NDAમાં જોડાવાનું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ