બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Who should be the captain of Team India after World Cup 2023, Ravi Shastri told the name

ક્રિકેટ / વર્લ્ડ કપ સુધી રોહિત શર્મા ભલે રહેતો, પણ પછી આ ગુજરાતી ખેલાડીએ બનવું જોઈએ કેપ્ટન: રવિ શાસ્ત્રીએ કરી માંગ

Megha

Last Updated: 12:02 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી તેમની પાસેથી કેપ્ટનશિપ છીનવાઈ જાય આ સાથે જ નવા કેપ્ટનનું નામ પણ સૂચન તરીકે આપ્યું છે.

  • રોહિત શર્મા 2021થીભારતની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન છે
  • હવે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારનો સમય આવી ગયો છે
  • આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી કેપ્ટનશિપ છીનવાઈ શકે 

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2022માં હારીને બહાર થઈ ગઈ હતી. આ પછી તેની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા હતા અને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટ્રોફી ગુમાવ્યા બાદ પણ રોહિત શર્માની કેપ્ટનશિપની ટીકા થતી રહે છે. અનુભવીઓનું માનવું છે કે હવે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારનો સમય આવી ગયો છે. જાન્યુઆરી 2022 થી, રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન છે. 

મહત્વનું છે કે રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2021થી ભારતની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન છે અને જાન્યુઆરી 2022થી તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાની તક મળી.જોકે, ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી તેમની પાસેથી કેપ્ટનશિપ છીનવાઈ જાય. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના નવા વ્હાઈટ બોલ કેપ્ટનનું નામ પણ સૂચન તરીકે આપ્યું છે. 

 રવિ શાસ્ત્રીનું માનવું છે કે હાર્દિક પંડ્યા સફેદ બોલ ક્રિકેટમાં ભારતનો આગામી કેપ્ટન હોવો જોઈએ. આ વિશે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક પંડ્યાનું શરીર ટેસ્ટ ક્રિકેટનો સામનો કરી શકતું નથી, પરંતુ તેને ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ 2023 પછી તરત જ સફેદ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સોંપવી જોઈએ. હાર્દિક પંડ્યા 2022 T20 વર્લ્ડ કપથી T20 ટીમનો કેપ્ટન છે. 

રવિ શાસ્ત્રીનું કહેવું છે કે હાર્દિક પંડ્યા મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમનો આગામી કેપ્ટન બનવો જોઈએ. શાસ્ત્રીએ કહ્યું કે ભલે હાર્દિક પોતાને ટેસ્ટ ક્રિકેટ માટે અનફિટ કહે પરંતુ, ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 પછી તરત જ તેને સફેદ બોલ ક્રિકેટનો કેપ્ટન બનાવવો જોઈએ. હાર્દિક 2022 T20 વર્લ્ડ કપથી ભારતની T20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

જો કે આમ પણ એવું માનવામાં આવે છે કે વર્લ્ડ કપ 2023 રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે છેલ્લી ટૂર્નામેન્ટ હશે.જો ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતશે તો તે આવતા વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે પરંતુ જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ નહીં થાય તો ચોક્કસપણે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ