બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Who is Vishnu Vinod In his very first match for MI Brilliant six off Shami's ball

IPL 2023 / કોણ છે વિષ્ણુ વિનોદ જેને MI માટે પહેલી જ મેચમાં શમીના બોલ પર ફટકારી શાનદાર સિક્સ, 150 ની સ્ટ્રાઈક સાથે બનાવ્યા રન

Megha

Last Updated: 09:35 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી અને એ રમાયેલી મેચમાં આ વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદે શાનદાર રમત બતાવી હતી.

  • 6 વર્ષ પછી આખરે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી 
  • MI એ 29 વર્ષના વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદને મેદાનમાં ઉતાર્યો
  • વિષ્ણુ વિનોદે 20 બોલમાં 30 રન બનાવ્યા 

હાલ આઈપીએલ ચાલી રહ્યું છે અને દરેક ટીમ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે એવામાં આપણે બધા જાણીએ છીએ કે મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા યુવા ખેલાડીઓને તક આપે છે. આ સાથે જ એમ પણ જોવા મળ્યું છે કે આ નવા અને યુવા ખેલાડીઓ પણ સિનિયર ખેલાડીઓની છત્રછાયામાં ખીલ્યા છે, જેમ કે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, તિલક વર્મા, નેહલ વાઢેરા પછી હવે 5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે કેરળના 29 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદને મેદાનમાં ઉતાર્યો છે.

6 વર્ષ પછી આખરે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી 
જણાવી દઈએ કે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી અને એ રમાયેલી મેચમાં આ વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદે શાનદાર રમત બતાવી હતી. મહત્વનું છે કે વિષ્ણુ વિનોદ વર્ષોથી કેટલીક ફ્રેન્ચાઈઝી માટે આઈપીએલનો ભાગ છે. જોકે તેને તક મળી નહતી પણ હવે 6 વર્ષ પછી આખરે મુંબઈ ઈન્ડિયન્સે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી અને વિષ્ણુએ આ તકનો સારો ઉપયોગ કર્યો હતો.

વિષ્ણુ વિનોદે 20 બોલમાં 30 રન બનાવ્યા 
ગઇકાલની એ મેચમાં વિષ્ણુ વિનોદે 'શતકવીર' સૂર્યકુમાર યાદવ સાથે 65 રનની મજબૂત ભાગીદારી કરી અને મુંબઈ ઈન્ડિયન્સને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. 5માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા વિષ્ણુ વિનોદે 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ દરમિયાન 150 ની સ્ટ્રાઈક રેટ સાથે વિષ્ણુએ 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા અને એ સાથે જ કોમેન્ટેટર્સને પણ તેમની બેઠક પરથી ઉભા થવા માટે મજબૂર કરી દીધા. 

27 રનથી મેચ હારી ગુજરાત ટાઇટન્સ
એ વાત તો નોંધનીય  છે કે સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 218 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સામે ગુજરાત ટાઇટન્સ માત્ર 191 રન જ બનાવી શકી અને 27 રનથી મેચ હારી ગઈ હતી.

આઈપીએલમાં આવી રહી અત્યાર સુધીની સફર 
વિષ્ણુ વિનોદ 2017માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો અને તેણે ત્રણ મેચ પણ રમી હતી. વિષ્ણુએ આ ત્રણ મેચમાં 19 રન બનાવ્યા હતા. ત્યારપછી તે 2021માં દિલ્હી કેપિટલ્સ અને ત્યારબાદ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો પણ તેને બંને ટીમો સાથે એક પણ મેચ રમવાની તક મળી ન હતી. આ દરમિયાન વિષ્ણુ વિનોદે ઘરેલુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની છાપ છોડી. તેના તાજેતરના પ્રદર્શનને જોયા પછી, મુંબઈ ઈન્ડિયન્સે કેરળના બેટ્સમેનને મિની ઓક્શનમાં 20 લાખ રૂપિયામાં સામેલ કર્યા. મુંબઈ સાથેની તેની પહેલી જ મેચમાં વિષ્ણુ વિનોદે તેના શાનદાર સ્ટ્રોક્સથી બધાને પ્રભાવિત કર્યા હતા.

કોણ છે વિષ્ણુ વિનોદ 
વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદે 2014માં કેરળ માટે લિસ્ટ A અને T20 ડેબ્યૂ કર્યું હતું. 2016માં વિષ્ણુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી હતી. વિષ્ણુએ ઓપનિંગ પણ કરી છે અને મિડલ ઓર્ડરમાં પણ રમ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તે 5માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. વિષ્ણુ વિનોદ અત્યાર સુધી 23 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. 46 લિસ્ટ A અને 50 T20 મેચ રમી છે. વિનોદે લિસ્ટ Aમાં 40ની એવરેજથી 1562 રન બનાવ્યા છે. વિનોદે વિજય હજારે ટ્રોફીમાં સારો સ્કોર બનાવ્યો હતો અને ડીવાય પાટિલ T20 કપમાં તે શાનદાર ફોર્મમાં હતો. વિષ્ણુ વિનોદે ડીવાય પાટિલ T20 કપની 5 મેચમાં 186 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ 47 બોલમાં 91 રન હતો. આવી સ્થિતિમાં તે ફોર્મ સાથે IPLમાં આવ્યો હતો અને માત્ર તકની રાહ જોઈ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ