બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Who Is Sachin Dhas? Named After Tendulkar From Mahrashtra's Beed; India's Hero At The U-19 World Cup 2024

U-19 Cup / સચિન તેંડુલકરના નામ પરથી રાખ્યું નામ, U-19 વર્લ્ડ કપનો હીરો સચિન, આવતીકાલે બર્થડે

Hiralal

Last Updated: 10:46 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાની યંગ બ્રિગેડનો 19 વર્ષીય સચિન ધાસ અંડર 19 વર્લ્ડ કપનો હીરો બન્યો છે. તેણે શાનદાર 96 રન ફટકારીને ભારતને ફાઈનલમાં પહોંચાડ્યું છે.

  • 19 વર્ષીય સચિન ધાસ બન્યો અંડર 19 વર્લ્ડ કપનો હીરો 
  • સચિન ધાસે ફટકાર્યાં શાનદાર 96 રન 
  • આવતીકાલે છે સચિનની બર્થડે 
  • પિતા બોલ્યાં- સચિન તેંડુલકરના નામ પરથી રાખ્યું નામ 

મહારાષ્ટ્રના 19 વર્ષીય ખેલાડી સચિન ધાસ અંડર 19 વર્લ્ડ કપનો હીરો બન્યો છે. સચિન ધાસે સેમી ફાઈનલમાં શાનદાર 96 રન ફટકાર્યાં હતા તેની દમદાર બેટિંગને કારણે જ ભારત જીતી શક્યું હતું. 

સચિન માટે ખાસ બની સેમી ફાઈનલ જીત
સચિન ધાસ માટે સેમી ફાઈનલ જીત ખાસ બની છે કારણ કે આવતીકાલે તેનો જન્મદિવસ છે. આજે તેના પિતાનો જન્મદિવસ હતો. દીકરા સચિનના પર્ફોમન્સ પર પિતા સંજય ધાસ ખુબ ખુશ છે. સંજયે કહ્યું કે તેઓ સચિન તેડુંલકર અને સુનિલ ગાવસ્કરના ચાહક છે. તેથી મેં દીકરાનું નામ સચિન તેંડુલકરને નામે રાખ્યું હતું. સંજય મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગમાં કામ કરે છે. તેમણે કહ્યું કે હું આજે 51 વર્ષનો થઈ ગયો. આવતીકાલે સચિનનો જન્મદિવસ છે; તે 19 વર્ષનો થશે. આ દિવસ અને આ ક્ષણ આપણા જીવનમાં ફરી ક્યારેય નહીં આવે. પુત્ર તેના પિતાને આપી શકે તેવી આ શ્રેષ્ઠ ભેટ છે. આ એક પ્રકારનો ડબલ આનંદ અથવા ટ્રિપલ છે કારણ કે અમે શનિવારે તેનો જન્મદિવસ ઉજવીશું.

સચિન ધાસે ફટકાર્યાં શાનદાર 96 રન 
સચિન ધાસ અંડર 19 વર્લ્ડ કપનો હીરો છે. તેણે સાઉથ આફ્રિકા સામે શાનદાર 96 રન ફટકારીને ભારતને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. નેપાળ સામેની મેચમાં પણ તેણે સદી ફટકારી હતી. 

ભારત અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં
મંગળવારે ઉદય સહારનની આગેવાનીવાળી ટીમ ઈન્ડીયાએ સાઉથ આફ્રિકા હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર સચિન ધાસે શાનદાર બેટિંગ કરી હતી. સહારને 81 અને સચિન 96 રન ફટકાર્યાં હતા આ રીતે બન્ને વચ્ચે 171 રનની ભાગીદારી થઈ હતી. સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરીને 244 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતે 48.5 ઓવરમાં 248 રન બનાવી લીધા હતા. 

11 ફેબ્રુઆરીએ ફાઈનલ

અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતનો સામનો બીજી સેમી ફાઈનલ જીતનારી ટીમ સામે 11 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાના બેનોનીમાં થશે. ભારતની યંગ બ્રિગેડ આ વખતે ફૂલ ફોર્મમાં છે એટલે દેશને વર્લ્ડ કપ અપાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ