બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Who are you to me, don't know...: Tunisha Sharma wrote post for Shijan Khan, now arrested after death

મર્ડર કે સુસાઇડ? / તું મારા માટે કોણ છે, નથી જાણતો..તુનિશા શર્માએ શીજાન ખાન માટે લખી હતી પોસ્ટ, મોત બાદ હવે તેની જ ધરપકડ

Megha

Last Updated: 11:40 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનિશા શર્માએ મેકઅપ રૂમમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો એ માટે તુનિશા ની માતાએ તેના કો-એક્ટર શીઝાન પર મોટો આરોપ લગાવ્યો છે.

  • તુનિશા શર્મા શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર 
  • તુનીશાએ શીઝાન માટે એક પોસ્ટ લખી હતી 
  • કોણ છે શીઝાન મોહમ્મદ ખાન?

ટીવી જગતને વધુ એક મોટા ચહેરાની ખોટ પડી છે. 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે મેકરુપમાં ગળેફાંસો આપઘાત કરી લેતા શોક વ્યાપ્યો હતો. આ ચોંકાવનારા સમાચાર આવતા જ તમામના હોશ ઉડી ગયા છે. 20 વર્ષની નાની ઉંમરે એવું તે વળી શું દુખ આવ્યું કે આમ અચાનક તુનીષાએ મોતને વ્હાલું કરી લીધું તે સવાલ લોકોના મનમાં ઘોળાઈ રહ્યો છે. તુનિશા શર્મા કેસમાં હવે આપઘાત માટે ઉશ્કેરણી તથા હત્યાના એંગલથી પણ પોલીસ તપાસમાં જોતરાઈ છે. માત્ર 20 વર્ષની વયે અભિનેત્રીને એવું તો કયું ડિપ્રેશન હતું કે તેણે આવું પગલું ભર્યું તે માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે કોઈ જ સુસાઇડ નોટ મળી નથી. 

તુનિશાશર્માએ મેકઅપ રૂમમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો એ માટે તુનિશાની માતાએ તેના કો-એક્ટર શીઝાન પર મોટો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે તુનીષાની માતાનું કહેવું છે કે તેની દીકરીએ શીઝાનના કારણે આટલું મોટું પગલું ભર્યું. આ બધા વચ્ચે તુનિશાની એક જૂની પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે તેણે શીઝાન માટે લખી હતી.

તુનીશાએ શીઝાન માટે એક પોસ્ટ લખી હતી 
તુનીષા શર્મા અને શીઝાન મોહમ્મદ ખાનની જોડી અલીબાબા શોમાં બની હતી. આ બંને શોમાં મુખ્ય કલાકારોની ભૂમિકા ભજવી રહ્યા હતા અને તુનિશા અને શીઝાનની જોડી રીલ લાઈફમાં લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી હતી. આ સાથે જ સ્ક્રીન પર કામ કરતી વખતે બંને વાસ્તવિક જીવનમાં પણ સારા મિત્રો બની ગયા હતા અને મિત્રતા એટલી વધુ હતી કે શીઝાન અને તુનીશા બંને સોશિયલ મીડિયા પર એકબીજા માટે પોસ્ટ પણ શેર કરતા હતા.

તમે જાણતા નથી કે તમે શું છો
ઇન્ટરનેશનલ મેન્સ ડે પર પણ તુનીશાએ શીઝાન વિશે એક પોસ્ટ શેર કરી હતી. એ શેર કરેલ તસવીરમાં શીઝાન તુનીષાને ઉપર ઉઠાવતો જોવા મળ્યો અને તુનિશાના ચહેરા પર સ્મિત દેખાય રહ્યું હતું. આ ફોટો શેર કરતાં તુનિશાએ કેપ્શનમાં લખ્યું હતું કે 'મને આ જ રીતે ઉપર ઉઠાવનાર વ્યક્તિને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભેચ્છા! મારા જીવનમાં મને મળેલી સૌથી મહેનતુ, ભાવુક, ઉત્તેજક અને સૌથી સુંદર વ્યક્તિ! તમે જાણતા નથી કે તમે શું છો અને એ જ સૌથી સુંદર હિસ્સો છે. એક વ્યક્તિ તેના પરિવાર અને સમાજ માટે આપેલા યોગદાન અને બલિદાન આપે છે તેને ઓળખવાનો અને સન્માન કરવાનો સમય આવી ગયો છે! તમામ પુરુષોને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભકામનાઓ!

કોણ છે શીઝાન મોહમ્મદ ખાન?
જણાવી દઈએ કે શીઝાન ખાનનો જન્મ 9 સપ્ટેમ્બર 1994ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો અને તેને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. એક્ટર-મોડલ ઝીશાને નાની ઉંમરમાં જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. શીઝાને શો 'જોધા અકબર'માં અકબરના બાળપણનો રોલ કર્યો હતો. અને હાલ ટીવી શો 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં તુનિશા શર્મા સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો. શીઝાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તુનીશા સાથે ઘણી તસવીરો અને વીડિયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ