બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / white house truck crash accused indian origin boy sai varshith kandula wanted tokill joe biden

અફરાતફરી / ભારતીય છોકરાએ White House સાથે અથડાવી ટ્રક, કહ્યું- 'બાયડને મારવા છે, 6 મહિનાથી કરી રહ્યો છું તૈયારી'

Kishor

Last Updated: 08:25 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસમાં વ્હાઇટ હાઉસના બેરિયર તોડી ટ્રક ઘુસાડનાર શખ્સને દબોચી લેવાયો છે. જે જો બાયડની હત્યા કરવા માંગતો હોવાનો ખુલાસો કર્યો હતો.

  • યુએસમાં વ્હાઇટ હાઉસના બેરિયર પર ટ્રક અથડાતા અફરાતફરી
  • એજન્સી દ્વારા આરોપીની પૂછતાછ
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડની હત્યા કરવાના ઈરાદાનો ખુલાસો

યુએસમાં વ્હાઇટ હાઉસના બેરિયર પર ટ્રક ચલાવવાના આરોપસર ભારતીય મૂળના 19 વર્ષના યુવાનની ધરપકડ કરાઈ છે. સાઈ વર્ષિય કંદુલા નામનો આ યુવાન મિઝોરીના સ્ટિરફિલ્ડમાં સેન્ટ લૂઈસનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોમવારે સાંજે બનેલ આ ઘટના મામલે કંડુલાને પકડી પાડવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં તે  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડની હત્યા કરવા માંગતો હોવાનો ખુલાસો કર્યો હતો. જેને લઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

ક્ષણિક દોડધામ મચી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડની હત્યા માટે આરોપીએ 6 મહિના અગાઉથી આયોજન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આયોજનને પગલે યુવાન મિઝોરીથી વિમાન મારફતે આવ્યા બાદ એક ટ્રક ભાડે કર્યો હતો. બાદમાં તે સીધો વ્હાઇટ હાઉસ ખાતે ગયો હતો. જ્યા બેરિયર સાથે ધડાકાભેર ટ્રક સાથે અથડાવી હતી. આ ઘટનાને લઈને ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી. જોકે આ મામલે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. આ ઉપરાંત ટ્રકની તલાશ દરમિયાન કોઈ હથિયાર પણ મળ્યા ન હોવાનું સામે આવ્યું છે.


કંડુલાને કસ્ટડીમાં લઈ પૂછતાછ

આ ઘટનાને પગલે હાલમાં એજન્સીઓ કંડુલાને કસ્ટડીમાં લઈ પૂછતાછ કરી હતી. જેમાં આરોપીએ ખુલાસો કર્યો કે જો બાયડને નુકસાન પહોંચાડવાનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં સત્તા મેળવવાના રસ્તામાં જે પણ આવે તેને સાફ કરી નાખવાનો ઈરાદો હતો. આથી યુવાને આયોજન કરી વ્હાઇટ હાઉસમાં ઘૂસવાનું તથા નાઝી ધ્વજ લહેરાવવાનું ષડ્યંત્ર રચ્યું હતું. તે વ્હાઇટ હાઉસનો કબજો કરી સત્તા મેળવવા ચાહતો હતો. આ પ્રકરણમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ