બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / Politics / While addressing a public meeting in Karnataka on Tuesday, PM Modi lashed out at the Congress jds

વિપક્ષ પર હલ્લાબોલ / કોંગ્રેસે પહેલા શ્રીરામને તાળાંમાં બંધ કર્યા, હવે જય બજરંગબલી બોલનારા પર...: PM મોદીનો પ્રચંડ પ્રહાર

Pravin Joshi

Last Updated: 04:00 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka election: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનો "આતંકવાદ અને આતંકવાદીઓને ખુશ કરવાનો" ઇતિહાસ છે. કોંગ્રેસ અને JD(S) પર "આતંકવાદને પ્રોત્સાહન" આપવાનો પણ આરોપ લગાવ્યો.

  • કર્ણાટકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા 
  • કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામ સાથે પણ સમસ્યા હતી : PM મોદી
  • જય બજરંગબલીનો નારા લગાવનારાઓથી પણ પ્રોબ્લેમ : PM મોદી

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો જોરશોરથી પ્રચાક કરવા લાગ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મોરચો સંભાળ્યો છે. ત્યારે આજે કર્ણાટકમાં પીએમ મોદી વિપક્ષ પર વરસી પડ્યા હતા. મંગળવારે કર્ણાટકમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામ સાથે પણ સમસ્યા હતી અને હવે તે જય બજરંગબલીનો નારા લગાવનારાઓથી પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

 

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે, જેને લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું- આજે હનુમાનજીની આ પવિત્ર ભૂમિ પર પ્રણામ કરવા આવ્યો તે મારૂં સૌભાગ્ય છે પરંતુ સાથે દુર્ભાગ્ય એ છે કે આજે જ્યારે હું અહીં હનુમાનજીને નમન કરવા આવ્યો છું, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના ઢંઢેરામાં બજરંગબલીને તાળામાં બંધ  કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા શ્રી રામને તાળા મારવામાં આવ્યા હતા અને હવે જય બજરંગબલી કહેનારાઓને તાળાબંધી કરવાનો નિર્ણય લેવાયો છે. દેશની કમનસીબી છે કે કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામ સાથે પણ તકલીફ પડતી હતી અને હવે બજરંગબલીની જય બોલનારાઓથી પણ પેટમાં દુઃખે છે. પીએમ મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્ર પર વધુ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે તેની વોરંટી ગુમાવી દીધી છે, કોંગ્રેસની વોરંટી સમાપ્ત થઈ ગઈ છે, કોંગ્રેસે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની વોરંટી વગરની ગેરંટી પણ એટલી જ ખોટી છે અને કોંગ્રેસનો ખોટો ગેરંટીનો ટ્રેક રેકોર્ડ ઘણો જૂનો છે.

ભાજપ સંસ્કૃતિને અસર થવા દેશે નહીં

ભાજપને વોટ કરવાની અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપે કર્ણાટક માટે યોજનાઓનો સુરક્ષા ઘેરો તૈયાર કર્યો છે. જેમાં સામાજિક સુરક્ષાથી લઈને મહિલા સશક્તિકરણનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ કહ્યું- ભારતીય જનતા પાર્ટી કર્ણાટકની ગરિમા અને સંસ્કૃતિને કોઈ નુકસાન થવા દેશે નહીં. ભાજપ કર્ણાટકના વિકાસ માટે અહીંના લોકોને આધુનિક સુવિધાઓ આપવા... નવી તકો આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

કોંગ્રેસ પર આકરા પ્રહારો

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના દાયકાઓના શાસનમાં શહેરો અને ગામડાઓ વચ્ચેની ખાઈ ઘણી વધી ગઈ છે, ભાજપ સરકાર ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર ઘટાડવામાં સતત વ્યસ્ત છે. આજે શહેરો જેવી સુવિધાઓ આપણા ગામડાઓમાં પહોંચી રહી છે. ભાજપ સરકાર ગામને લગતા અન્ય પડકારોને પણ હલ કરી રહી છે.

કોંગ્રેસે હમ્પીને ઘેરી લીધું

આ ઉપરાંત પીએમ મોદીએ હમ્પીને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હમ્પી એક એવી જગ્યા છે જેના પર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ગર્વ કરે છે, પરંતુ ગુલામીની માનસિકતાથી ભરેલી કોંગ્રેસે ક્યારેય ભારતના ઈતિહાસ અને વારસા પર ગર્વ નથી કર્યો. હમ્પી જેવા સ્થળોએ પણ તેની ખોટ સહન કરવી પડી હતી. ભાજપ સરકાર જ હવે 'સ્વદેશ દર્શન' દ્વારા હમ્પીના ઐતિહાસિક વારસાને સાચવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ