બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Which senior ministers of Gujarat are upset with the decision of BJP high command to repeat no

નો રિપીટ પર ના'રાજ'? / ગુજરાતના મંત્રીમંડળની રચના ગોથે ચડી, અચાનક જ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ થવાનું શું આ છે કારણ?

Vishnu

Last Updated: 04:38 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિનિયર મંત્રીનો એક સૂર થતાં મંત્રીમંડળની શપથવિધિ પાછી ઠેલાઈ, પીએમ મોદી અને અમિત શાહના નામને આગળ ધરી ગૃહકલેશ ઠારવાના પ્રયાસ?

  • ભાજપના સિનિયર નેતાઓની નારાજગી ઉપરાંત બીજી મુશ્કેલી
  • કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓએ વાંધો ઉઠાવ્યો?
  • સર્વસ્વ મુકી ભાજપમાં આવ્યા છતા અન્યાયની લાગણીનો ડર?

ભાજપના સિનિયર મંત્રીઓ સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતાઓ પણ નો રિપીટ થીયરી અપનાવતા નારાજ ચાલી રહ્યા હોવાના સંકેત છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટાભાગના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. ત્યારે પોતાનું મંત્રી પદ ખસકતું જોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મંત્રી પદે બેઠેલા નેતાઓએ પણ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે, સર્વસ્વ મુકી ભાજપમાં આવ્યા છતા અન્યાયની લાગણી પેદા થતાં મંત્રીઓને ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે. એક તો પહેલાથી જ ભાજપના કાર્યકરો પેરાસુટ નેતાઓને લઈને નારાજ છે તેમાંય ભાજપ મોવડીમંડળના નો રિપીટનો ખેલથી મોટી દ્વિધામાં મુકાયા છે.કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી પદ ફિક્સ કરી બેઠા છે, જેમાં કુંવરજી બાવાળીયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો મંત્રી છે. જે કમિટમેન્ટ સાથે ભાજપમાં આવ્યા હોવાની ચર્ચા હતી. ત્યારે નો રિપીટ થિયરી લાગે તો આ તમામ મંત્રીઓ  ઘર ભેગા થઈ જઇ જવાના એંધાણ છે ત્યારે કમિટમેન્ટ સાથે આવ્યા હતા તો આવું કેમ? તેવો સુર ઉઠાવી મંત્રીઓ વિરોધ કરી રહ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.કોંગ્રેસમાંથી ભાજપ આવી મંત્રી બનેલા નેતાઓના હાલ તો શ્વાસ અધ્ધર થઇ ગયા હોય તેવુ લાગી રહ્યું છે, પત્તું કપાવવાના ડરથી કમિટમેન્ટ યાદ આવી ગયું છે.

કોંગ્રસમાંથી ભાજપમાં આવેલા કયા મંત્રીઓને સતાવી રહ્યો છે ડર?
1 કુંવરજી બાવાળીયા
2 જયેશ રાદડિયા
3 જવાહર ચાવડા
4 ધર્મેન્દ્રસિંહ જાડેજા

16 સપ્ટેમ્બરે યોજાશે મંત્રીમંડળની શપથવિધિ
અચાનક જ  મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે. આ અંગે ચીફ મિનિસ્ટરની ઓફિસ દ્વારા ઑફિસયલ ટ્વીટ કરીને કરી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે મંત્રીમંડળનો શપથ સમારોહ આવતીકાલે 1.30 વાગે યોજાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ