બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / VTV વિશેષ / Whether it is BJP or Congress, why is caste equation for power

મહામંથન / ભાજપ હોય કે કોંગ્રેસ, સત્તા માટે જ્ઞાતિના સમીકરણ કેમ સાધી રહી છે? સમાજ સમાજ કેમ?

Dinesh

Last Updated: 07:06 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: જ્ઞાતિવાદી રાજકારણ બળવતર બને તેનું સૌથી મોટુ કારણ નેતાઓ જ્ઞાતિગત ઉમેદવારને ટિકિટ આપે છે એવુ નથી પરંતુ જે તે સમાજ પણ આ મારો અને આ પારકો એવો ભાવ છાને ખૂણે હંમેશા રાખે છે.

આપણો માણસ હશે તો આપણું કામ કરશે. આવો ખ્યાલ ન માત્ર ભારતીય રાજકારણમાં પણ ભારતના જનસામાન્યમાં પણ છે. જ્ઞાતિવાદી રાજકારણ બળવતર બને તેનું સૌથી મોટુ કારણ નેતાઓ જ્ઞાતિગત ઉમેદવારને ટિકિટ આપે છે એવુ નથી પરંતુ જે તે સમાજ પણ આ મારો અને આ પારકો એવો ભાવ છાને ખૂણે હંમેશા રાખે છે. ગુજરાતમાં હાલ રાજકીય હલચલ વધી છે. મોટેભાગે નહીંવત વિરોધ ધરાવતા ભાજપમાં પણ આ વખતે ઉમેદવારો સામે વિરોધનો વંટોળ એટલો તીવ્ર હતો કે નેતાઓએ અંતરાત્માના અવાજનું કારણ આપીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવી પડી. હવે જે ચર્ચા શરૂ થઈ છે એ બાકી રહેલી બેઠક ઉપર પોતાની જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ મળે તેના પ્રયાસોની છે. ઉદાહરણ તરીકે વડોદરા બેઠક ઉપર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી તો તેની સામે બ્રહ્મ સમાજમાંથી જ કોઈ ઉ્મેદવાર આવે તેની કવાયત હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ માટે રાજેશ ચુડાસમા નહીં પણ તેની સ્થાને કોઈ કોળી ઉમેદવાર જ આવવો જોઈએ તેવા વીડિયો વાયરલ થયા. બાકીની બેઠકોમાં પણ આવી સ્થિતિ છે, ક્યાંક સ્થાનિક અને આયાતીના લેબલ લગાવીને પત્રિકા યુદ્ધ શરૂ થઈ ચુક્યુ છે. તમામ ઘટનાક્રમની વચ્ચે અલિખિત વાત એટલી જ છે કે રાજકીય પક્ષોને સત્તાના પગથિયા ચડવા માટે જ્ઞાતિના સમીકરણોને સાધવા જરૂરી છે. પણ સવાલ એ છે કે તંદુરસ્ત લોકશાહીમાં આવુ શા માટે થાય છે અને આવુ થવું એ જરૂરી છે કે નહીં

ચૂંટણી આવતા વિવિધ સમાજ તરફથી પોલિટિક્સ પ્રેશર 
વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ તરફથી સમાજના ઉમેદવાર માટે ટિકિટની માગ કરાઈ રહી છે. મોટાભાગના સમાજની ટિકિટ માટેની માગ ચૂંટણીલક્ષી છે. સમાજ પોતાની બહુમતિના જોરે રાજકીય પક્ષ સમક્ષ માગ મુકતા હોય છે. રાજકીય પક્ષ પણ ઉમેદવારની જીતવાની ક્ષમતા ચકાસતો હોય છે. એકંદરે સર્વસ્વીકૃત ચહેરાની પસંદગીની શક્યતા હોય છે. સવાલ એ છે કે ચૂંટણી સમયે જ વિવિધ જ્ઞાતિઓ દબાણની નીતિ કેમ અપનાવે? રાજકીય પક્ષો જે તે સમાજની બહુમતિને ગણકારે છે?

જ્ઞાતિગત ઉમેદવારની માગ ક્યાં જોર પકડે છે?

  • જૂનાગઢ

રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ ન આપવા માગ કરાઈ છે. ગોવિંદ સોલંકી નામના અગ્રણીએ વીડિયો વાયરલ કર્યો અને  રાજેશ ચુડાસમાને બદલે અન્ય કોળી ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરાઈ છે. રાજેશ ચુડાસમાને ટિકિટ મળશે તો જૂનાગઢ બેઠક હારીશું તેવો દાવો કરાયો છે. અન્ય સક્ષમ કોળી ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ ઉઠી

  • સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર બેઠક ઉપર ઉમેદવારનું કોકડું ગૂંચવાયું છે. ભાજપ સમક્ષ ચુવાળિયા કોળી ઉમેદવારને ટિકિટ આપવાની માગ છે

  • વડોદરા

વડોદરા બેઠકને લઈને રાજકીય ડ્રામા યથાવત છે. રંજનબેન ભટ્ટ તરફથી જાતે જ ઉમેદવારી પાછી ખેંચી લેવાઈ છે. વડોદરા બેઠક ઉપર પણ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ છે. રંજનબેન ભટ્ટના બદલે ભલે બીજો ઉમેદવાર આવે પણ તે બ્રહ્મ સમાજમાંથી હશે

  • સાબરકાંઠા

સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી છે. ભીખાજી ઠાકોરની અટકને લઈને વિવાદ થયો હતો. સ્થાનિક અગ્રણીઓએ પત્રિકા ફરતી કરી હતી. એવો દાવો હતો કે ભીખાજીની અટક ઠાકોર નહીં પણ ડામોર છે.  ઠાકોર સમાજનો દાવો હતો કે પસંદ થયેલો ઉમેદવાર ઠાકોર નથી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ