બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Where will this inflation stop? Singoil price in Saurashtra increased by Rs 40 in just 3 days

તેલનો ખેલ! / ક્યાં જઇને અટકશે આ મોંઘવારી? માત્ર 3 જ દિવસમાં સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં 40 રૂ.નો વધારો

Priyakant

Last Updated: 11:50 AM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ઠંડી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો, સીંગતેલમાં 3 દિવસમાં રૂપિયા 40નો વધારો થયો

  • 3 દિવસમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો થયો વધારો
  • સિંગતેલના ડબ્બાના ભાવ 2,660થી 2,730 સુધી પહોંચ્યા
  • મગફળીનું પુષ્કળ ઉત્પાદન થવા છતાં સિંગતેલ મોંઘુ થયું

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ઠંડી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે. મોંધવારીના માર વચ્ચે વધુ એક ફટકો લાગ્યો હોય તેમ સીંગતેલમાં 3 દિવસમાં રૂપિયા 40નો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ રૂ.2730 થયો છે. નોંધનીય છે કે, સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો હતો. જેથી ગઇકાલે સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2720 થયા હતા.  

સિંગતેલના ભાવમાં વધારો
સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયા બાદ હવે ફરી એકવાર આજે 40 રૂપિયાનો વધારો થયો છે. જેને લઈ સિંગતેલના ડબ્બાના ભાવ 2,660થી 2,730 સુધી પહોંચ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે, મગફળીનું પુષ્કળ ઉત્પાદન થવા છતાં સિંગતેલ મોંઘુ થયું છે. 

ફાઇલ તસવીર 

છેલ્લા કેટલાક મહિનાઓ બાદ છેલ્લા 3 દિવસથી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. વિગતો મુજબ ખાધ્યતેલમાં ગઇકાલ સુધી બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો હતી. જેમાં નવા તેલની આવક વચ્ચે ભાવ વધારો નોંધાતા મધ્યમ વર્ગને વધુ એક ફટકો પડ્યો છે. વિગતો મુજબ ગઇકાલ સુધી સીંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો થયો હતો.  જેને લઈ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2,720 થયો હતો. જોકે આજે ફરી એકવાર ભાવ વધારો થતાં હવે સીંગતેલના ડબ્બાના ભાવ રૂ.2730 થયો છે. 

ફાઇલ તસવીર 

સૂત્રોએ જણાવ્યું હતું કે, 3 દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 40નો વધારો થયો છે. તો અહી નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસને બાદ કરતાં વર્ષ 2022ના લગભગ ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થતાં  સિંગતેલના ડબ્બાનો ભાવ 2, 660થી વધી 2,700 રૂપિયા સુધી પહોંચ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ