બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / When will the white gold farmers get good prices? Boom in the global market but why the slowdown in cotton in India?

મહામંથન / સફેદ સોનાના ખેડૂતોને ક્યારે મળશે સારા ભાવ? વૈશ્વિક બજારમાં તેજી પણ ભારતમાં કપાસમાં મંદી કેમ?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ કપાસનાં ભાવ પણ તળિયે જતા ખેડૂતોએ કપાસનાં ઉછેર મારે લાવેલ દવા તેમજ કરેલ ખર્ચો પણ નિષ્ફળ જવા પામ્યો છે.

ગુજરાતમાં ગામડે ગામડે અને ઘરે ઘરે એ સવાલ પૂછાઈ રહ્યો છે કે કપાસના ભાવ વધવાના છે કે નહી? ગયા વર્ષે અષાઢ મહિનામાં પચ્ચીસો રૂપિયાએ પહોંચેલો કપાસ, અત્યારે પંદરસો ઉપર જવાબ કરતો નથી. સત્તરસો રૂપિયાએ સ્થિર રહેલા ભાવ હવે આ વર્ષના સૌથી નીચા તળીયે છે. ગામમાં એ ચિંતા એટલે પણ થઈ રહી છે કે મોટાભાગના ખેડૂતો પાસે સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા નથી અને ચોમાસુ માથે છે. ગુજરાતમાં એપ્રિલ મહિનો આવતા સુધીમાં ખેડૂતો કપાસ વેચી દે છે, પણ ભાવ નહી મળવાના કારણે ખેડૂતોના ઘરમાં કપાસના ઢગલા પડ્યા છે.

કપાસની ગુણવત્તા ન હોઈ રૂ ની વેપારીઓ રૂ ની આયાત કરી રહ્યા છે

ઝીનર્સ એટલે કે કપાસને ખરીદીને પ્રોસેસ કરનારા વેપારીઓ પણ આ વખતે માત્ર એકાદ અઠવાડિયાનો માલ જ ખરીદે છે, એટલે કે વેપારીઓને ખબર છે કે જે માલ ખેડૂતોના ઘરમાં પડ્યો છે એ છેવટે યાર્ડમાં તો આવવાનો જ છે. આ જ વેપારીઓ પહેલા તો સ્ટોક કરતા હતા પણ હવે માત્ર ખપ પૂરતો જ કપાસ માર્કેટમાંથી ખરીદ કરી રહ્યાં છે. એકબાજુ આપણાં કપાસની ગુણવત્તા નથી એવા કારણોસર રૂ ની આયાત કરી રહ્યાં છીએ અને એકબાજુ ઘરોમાં કપાસ સમાતો નથી. રૂ નું બજાર વૈશ્વિક સ્તરે તેજીમાં છે એવું કે છે, અને આપણે ત્યાં ખેડૂત મંદીનો અનુભવ કરી રહ્યો છે. સફેદ સોનુ ગણાતો કપાસ, પકવતી વખતે મોંઘા ખાતર, બિયારણ અને દવાને કારણે ખેડૂતને રડાવે છે, ખેડૂતની મોંઘી મજુરીની ફરિયાદ દરવર્ષે હોય છે, કોના પક્ષે ચિંતા કરવી એ પણ મુંઝવણની વાત છે. કપાસને ઘરે લાવ્યા પછી તો ભાવ પણ ઝાંઝવાના જળ થઈ જાય છે, આ કપાસ જ્યારે ખેડૂતના ઉપજાઉ વર્ષને નિરાશામાં ફેરવતો હોય છે. ત્યારે ગુજરાતના ખેડૂતને કપાસના ધાર્યા ભાવ મળશે કે નહી? 

  • ગુજરાતમાં કપાસનું સરેરાશ ઉત્પાદન ઘટ્યું
  • ગુજરાતમાં ખેડૂતને કપાસના ધાર્યા ભાવ મળતા નથી
  • કપાસની નિકાસ પણ સતત ઘટી રહી છે

ગુજરાતમાં કપાસનું સરેરાશ ઉત્પાદન ઘટ્યું છે.  ગુજરાતમાં ખેડૂતને કપાસના ધાર્યા ભાવ મળતા નથી. કપાસની નિકાસ પણ સતત ઘટી રહી છે. કપાસની આયાતનું બિલ સતત વધી રહ્યું છે. વૈશ્વિક બજારમાં તેજી છે પરંતુ ભારતમાં કપાસના ભાવમાં મંદી છે.  ગત વર્ષ જેટલા કપાસના ભાવ આ વર્ષે મળશે કે કેમ તે મહત્વનો સવાલ છે.

કપાસનું ગુજરાતમાં ઉત્પાદન

વર્ષ 2012-2013
124 લાખ ગાંસડી
 
વર્ષ 2014-2015
112 લાખ ગાંસડી
 
વર્ષ 2015-2016
90 લાખ ગાંસડી
 
વર્ષ 2016-2017
95 લાખ ગાંસડી
 
વર્ષ 2017-2018
103 લાખ ગાંસડી
 
વર્ષ 2019-2020
89 લાખ ગાંસડી
 
વર્ષ 2020-2021
72.18 લાખ ગાંસડી
 
વર્ષ 2021-2022
74.82 લાખ ગાંસડી
 
વર્ષ 2022-2023
91.83 લાખ ગાંસડી અંદાજીત
  • કમોસમી વરસાદથી કપાસના પાકને નુકસાન
  • જાન્યુઆરી મહિના બાદ કપાસના ભાવ ઘટ્યા
  • કોરોનાને કારણે સરકારે ચીનમાં કપાસની નિકાસ અટકાવી હતી

કપાસ પકવતા ખેડૂતની મુશ્કેલી શું છે?
કમોસમી વરસાદથી કપાસના પાકને નુકસાન થયું છે.  જાન્યુઆરી મહિના બાદ કપાસના ભાવ ઘટ્યા છે.  કોરોનાને કારણે સરકારે ચીનમાં કપાસની નિકાસ અટકાવી હતી. મોટા વેપારીઓ પાસે પહેલેથી જ ખરીદાયેલો કપાસ પડ્યો છે. નાના વેપારીઓએ પણ કપાસની ખરીદી બંધ કરી છે. અનેક લોકોએ કપાસનો સંગ્રહ કર્યો છે.  ખેડૂતોને ઓછા ભાવે ખાનગી વેપારીઓને કપાસ વેંચવું પડ્યું છે. ઓછા ભાવથી ખેડૂતો ખર્ચને પહોંચી વળતા નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ