બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / When liver damage begins, many symptoms are seen in the urine
Pooja Khunti
Last Updated: 02:06 PM, 5 February 2024
લીવર શરીરનું એક આવશ્યક અંગ છે. તે શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. લીવરને સ્વસ્થ રાખવું જરૂરી છે. લીવરને સ્વસ્થ રાખવા માટે માત્ર યોગ્ય આહાર અને સ્વસ્થ જીવનશૈલી પૂરતી નથી, પરંતુ ઘણી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. લીવરની કોઈપણ બિમારીના શરૂઆતના લક્ષણોને ઓળખવા મહત્વપૂર્ણ છે અને જ્યારે તમે આ લક્ષણોને અવગણો છો તો લીવરને નુકસાન થવાનું શરૂ થાય છે.
પેશાબ સંબંધિત લક્ષણો
જ્યારે લીવરમાં નુકસાન શરૂ થાય છે, ત્યારે પેશાબમાં ઘણા લક્ષણો જોવા મળે છે અને સૌથી અગ્રણી લક્ષણ એ છે કે પેશાબના રંગમાં વધુ પડતી પીળાશ. સ્વાસ્થ્ય સંબંધિત બીજી ઘણી બીમારીઓ છે, જે આવા લક્ષણોનું કારણ બની શકે છે, પરંતુ આ લીવરનું પણ એક લક્ષણ હોઈ શકે છે.
મળ સંબંધિત લક્ષણો
આવા ઘણા લક્ષણો મળમાં પણ જોવા મળે છે. જેને અવગણવા જોઈએ નહીં, કારણ કે તે લીવર ડેમેજની નિશાની હોઈ શકે છે. મળ રંગમાં વધુ પડતી પીળાશ સામાન્ય રીતે લીવર સંબંધિત રોગની પ્રારંભિક નિશાની હોઈ શકે છે. આ સિવાય જો મળમાંથી અચાનક વિચિત્ર ગંધ આવવા લાગે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ત્વચા સંબંધિત લક્ષણો
લીવર સંબંધિત રોગોની શરૂઆતમાં ત્વચામાં ઘણા લક્ષણો જોવા મળે છે. ત્વચાનો રંગ પીળો પડવો એ તેનું સૌથી મહત્વનું લક્ષણ છે. આ સિવાય ત્વચામાં ખંજવાળ અને લીવરની આજુબાજુની ત્વચામાં બળતરા અને લાલાશ પણ લીવર સંબંધિત રોગોના પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
વાંચવા જેવું: રાત્રે સૂતાં પહેલા આ રીતે પીવો એક ગ્લાસ પાણી: ચહેરો ચમકશે, ઊંઘ પણ સારી આવશે અને પાચન થશે સારું
ઊંઘ સંબંધિત લક્ષણો
જ્યારે લીવર કોઈ કારણસર યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, તો તેના કારણે ઊંઘ સંબંધિત લક્ષણો પણ જોવા મળે છે. ખાસ કરીને મોડી રાત સુધી ઊંઘ ન આવવી, રાત્રે સૂતી વખતે વારંવાર જાગવું, સવારે મોડે સુધી સૂવું અને દિવસ દરમિયાન ઊંઘ ન આવવી વગેરે જેવા લક્ષણો પણ લીવર સાથે સંબંધિત હોઈ શકે છે.
અન્ય લક્ષણો
સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક અન્ય લક્ષણો પણ છે, જે લીવર સંબંધિત રોગોના પ્રારંભિક સંકેતો તરીકે જોઈ શકાય છે. દિવસભર નબળાઈ અને ઉર્જાનો અભાવ અનુભવવો એ પણ એક સંકેત હોઈ શકે છે કે તમારું લીવર યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી આવા લક્ષણો અનુભવી રહી હોય, તો તેણે એકવાર તેના લિવરની તપાસ કરાવવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh