બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / When AAP has announced to contest the Lok Sabha elections in alliance with the Congress, it will be known in the future whether the Congress will gain or lose.

મહામંથન / વિધાનસભામાં નબળા પ્રદર્શન બાદ AAP-કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા, ગુજરાતમાં સમીકરણ શું?

Vishal Khamar

Last Updated: 03:06 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા લોકસભાની ચૂંટણી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડવાની જાહેરાત કરતા હડકંપ મચી જવા પામ્યો હતો.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને થોડા મહિનાઓ બચ્યા છે. ત્યારે રાજકીય સોગઠાબાજીની શરૂઆત થાય તે સ્વભાવિક છે. રાષ્ટ્રીય સ્તરે જ્યારે INDIA ગઠબંધનની ચર્ચા છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે. AAPના પ્રદેશ અધ્યક્ષે રાજકીય સોગઠી ફેંકતા કહ્યું કે ગુજરાતમાં પણ INDIA અંતર્ગત જ કોંગ્રેસ અને આપ ગઠબંધન કરશે. જો કે હાલ આ ચર્ચા તદ્દન પ્રાથમિક તબક્કે છે. કોંગ્રેસે પણ ડિપ્લોમસી વાપરીને કહ્યું કે આ નિર્ણય દિલ્લીથી લેવાશે. અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ગઠબંધન ભાજપને રોકવા કરતા એવુ પણ બની શકે કે વ્યક્તિગત જરૂરિયાત બની ગયું હોય. 

  • ગુજરાતમાં AAP-કોંગ્રેસ ગઠબંધનની ચર્ચા
  • AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન
  • ગુજરાતમાં પણ I.N.D.I.A. ગઠબંધન અંતર્ગત જ ચૂંટણી લડવાની વાત
  • 2024ની લોકસભા ચૂંટણીમાં AAP-કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરશે

ગુજરાતમાં ભાજપની તો વર્ષોથી કમિટેડ વોટબેંક છે ત્યારે સ્વભાવિક છે કે ચિંતા એને સતાવે કે જેના વોટ તૂટતા હોય અને જે વોટ તોડતું હોય. ગુજરાતમાં AAP અને કોંગ્રેસ રાજકીય રીતે કેટલા ટકી શકે એમ છે, છેલ્લી બે લોકસભામાં તો ભાજપે ક્લીનસ્વીપ કરી છે તો પછી AAP અને કોંગ્રેસને એવી આશા કેમ છે કે તેઓ કંઈક કમાલ કરી શકશે. વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષનું એકંદરે નબળું પ્રદર્શન રહ્યું ત્યારે હવે સારા પ્રદર્શનની આશા ગઠબંધનથી ફળીભૂત થશે કે કેમ.

  • ઈસુદાન ગઢવીએ કહ્યું પ્રાથમિક તબક્કે વાતચીત ચાલી રહી છે
  • કોંગ્રેસે ગઠબંધનનો નિર્ણય હાઈકમાન્ડ ઉપર છોડ્યો છે
  • કોંગ્રેસે કહ્યું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે નિર્ણય થશે
  • ભાજપે ગઠબંધનને નિષ્ફળ ગણાવ્યું

ગુજરાતમાં AAP-કોંગ્રેસ ગઠબંધનની ચર્ચા છે. ત્યારે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન આપ્યું છે કે,ગુજરાતમાં પણ I.N.D.I.A. ગઠબંધન અંતર્ગત જ ચૂંટણી લડવાની વાત છે. 2024ની લોકસભા ચૂંટણીમાં AAP-કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરશે. ઈસુદાન ગઢવીએ કહ્યું પ્રાથમિક તબક્કે વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસે ગઠબંધનનો નિર્ણય હાઈકમાન્ડ ઉપર છોડ્યો છે. કોંગ્રેસે કહ્યું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે નિર્ણય થશે. ભાજપે ગઠબંધનને નિષ્ફળ ગણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા 2022નું પરિણામ

ભાજપ 156
કોંગ્રેસ 17
AAP 5
અન્ય 4
  • 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વોટબેંકમાં નુકસાન
  • AAP અને AIMIMને કારણે કોંગ્રેસના મત તૂટ્યા
  • ભાજપની ગુજરાતમાં કમિટેડ વોટબેંક છે
  • ગુજરાતમાં કોંગ્રેસે મત તૂટતા અટકાવવા જરૂરી 

ગુજરાતમાં ગઠબંધનની જરૂરિયાત કેમ?
2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વોટબેંકમાં નુકસાન છે.  AAP અને AIMIMને કારણે કોંગ્રેસના મત તૂટ્યા છે.  ભાજપની ગુજરાતમાં કમિટેડ વોટબેંક છે. ગુજરાતમાં કોંગ્રેસે મત તૂટતા અટકાવવા જરૂરી છે.  કોંગ્રેસ-AAPની વોટબેંક એક થાય તો સમીકરણ બદલાઈ શકે છે.  સંગઠનની દ્રષ્ટિએ AAP ઘણું પાછળ છે. AAP લોકસભામાં ગુજરાતમાં એકલા હાથે લડે તો ફાયદો નહીં. 

  • કોંગ્રેસ-AAPની વોટબેંક એક થાય તો સમીકરણ બદલાઈ શકે
  • સંગઠનની દ્રષ્ટિએ AAP ઘણું પાછળ
  • AAP લોકસભામાં ગુજરાતમાં એકલા હાથે લડે તો ફાયદો નહીં

ગુજરાતમાં ગઠબંધનની જરૂરિયાત કેમ?
2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વોટબેંકમાં નુકસાન છે.  AAP અને AIMIMને કારણે કોંગ્રેસના મત તૂટ્યા છે.  ભાજપની ગુજરાતમાં કમિટેડ વોટબેંક છે. ગુજરાતમાં કોંગ્રેસે મત તૂટતા અટકાવવા જરૂરી છે.  કોંગ્રેસ-AAPની વોટબેંક એક થાય તો સમીકરણ બદલાઈ શકે છે.  સંગઠનની દ્રષ્ટિએ AAP ઘણું પાછળ છે. AAP લોકસભામાં ગુજરાતમાં એકલા હાથે લડે તો ફાયદો નહીં.

2022ની ચૂંટણીમાં બેઠક અને મતની ટકાવારી

ભાજપ
બેઠક: 156
મત: 52.51%
 
કોંગ્રેસ
બેઠક:17
મત: 27.26%
 
AAP
બેઠક:5
મત:12.71%

મતબેંકમાં ગાબડું, ગઠબંધનનું ગણિત 

વર્ષ 2017
કોંગ્રેસના મત 42.97%
   
વર્ષ 2022
કોંગ્રેસના મત 27.26%
   
વર્ષ 2017
AAPના મત 0.62%
   
વર્ષ 2022
AAPના મત 12.71%

2019ની લોકસભા ચૂંટણી 

ભાજપ-કોંગ્રેસના મતની ટકાવારી
ભાજપ
62.21%
 
કોંગ્રેસ
32.11%

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ