બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / What will happen after December 3 date Shivraj Singh Chauhan gave a big signal before the MP election results, know what

રાજનીતિ / 3 ડિસેમ્બર તારીખ બાદ શું થશે?, MPના ચૂંટણી પરિણામ પહેલાં શિવરાજસિંહ ચૌહાણે આપ્યો મોટો સંકેત, જાણો શું

Megha

Last Updated: 05:14 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, “વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ આશીર્વાદ આપ્યા છે. ઉપરાંત, 3 ડિસેમ્બર (ચૂંટણીના પરિણામોની તારીખ) પછી અમે શું કરીશું? એ જ તૈયારીમાં વ્યસ્ત છું.''

  • શિવરાજ સિંહ ચૌહાણ નરસિંહપુર જિલ્લાના હીરાપુર આશ્રમ પહોંચ્યા હતા
  • 3 ડિસેમ્બર પછી શું કરશું એ જ તૈયારીમાં વ્યસ્ત છું - શિવરાજ સિંહ ચૌહાણ 
  •  મધ્યપ્રદેશની 230 વિધાનસભા સીટો પર 17 નવેમ્બરે મતદાન થયું હતું 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નરસિંહપુર જિલ્લાના હીરાપુર આશ્રમ પહોંચ્યા હતા. તેમણે આશ્રમના મહંત ગુરુ સન્મુખાનંદ મહારાજના આશીર્વાદ લીધા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો. જણાવી દઈએ કે શિવરાજ સિંહ ચૌહાણે ગુરુ સન્મુખાનંદના આશીર્વાદથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને ચૂંટણી પૂરી થયા બાદ તેમને ફરીથી ગુરુ શરણમાં આવ્યા હતા. 

3 ડિસેમ્બર પછી શું કરશું એ જ તૈયારીમાં વ્યસ્ત છું
મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, “વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ આશીર્વાદ આપ્યા છે. દરેક વર્ગમાંથી આશીર્વાદ મળ્યા છે અને મોટાભાગની વહાલી બહેનોએ રેકોર્ડબ્રેક આશીર્વાદ આપ્યા છે. સરકાર બન્યા બાદ પ્રિય બહેનને કરોડપતિ બહેનમાં પરિવર્તિત કરવાનું કામ શરૂ કરવું પડશે. હું ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણમાં વ્યસ્ત છું. ઉપરાંત, 3 ડિસેમ્બર (ચૂંટણીના પરિણામોની તારીખ) પછી અમે શું કરીશું? હું એ જ તૈયારીમાં વ્યસ્ત છું.'' 

જણાવી દઈએ કે મધ્યપ્રદેશની 230 વિધાનસભા સીટો પર 17 નવેમ્બરે મતદાન થયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજ્યમાં જીતના દાવા કરી રહ્યા છે. 2018ની ચૂંટણી પછી કોંગ્રેસના 15 મહિનાના શાસનને છોડીને, ભાજપ 2003 થી સતત એમપીમાં સત્તામાં છે. ભાજપ રાજ્યમાં પાંચમી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ કોંગ્રેસ 2018 જેવા પરિણામોની અપેક્ષા રાખી રહી છે. 

શિવરાજ સિંહ 2005થી રાજ્યના વડા છે પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ વખતે ભાજપે વડાપ્રધાન મોદીના ચહેરા પર ચૂંટણી લડી છે. આ ઉપરાંત ભાજપે અનેક મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારીને મુખ્યમંત્રી પદની રેસ રસપ્રદ બનાવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ જેવા નામ સામેલ છે. 

જો એમપીમાં ભાજપ જીતશે તો સૌથી મોટો સવાલ એ થશે કે આ વખતે મુખ્યમંત્રી કોણ હશે? શું ભાજપ ફરી એકવાર શિવરાજ પર વિશ્વાસ જમાવશે કે પછી નવા નામ પર દાવ લગાવશે? આ જ કારણ છે કે એમપીમાં બીજેપી સીએમના ચહેરા પર સસ્પેન્સ છે. ભાજપના નેતાઓ પણ આનો જવાબ આપવાનું ટાળતા હોય તેવું લાગી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ