બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / What is the future of Muslims in India? PM Modi gave the example of Parsis and replied

વાતચીત / ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? PM મોદીએ પારસીઓનું ઉદાહરણ આપીને જુઓ જવાબ આપ્યો

Megha

Last Updated: 11:28 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમને ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પણ પૂછવામાં આવ્યું હતું. મોદીએ આનો જવાબ આપવાને બદલે પારસી સમુદાયની આર્થિક સફળતા તરફ આંગળી ચીંધી હતી.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભૂમિને મુસ્લિમો માટે સ્વર્ગ ગણાવ્યું 
  • દુનિયામાં અત્યાચારનો સામનો કરવો પડે છે પણ ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું 
  • પીએમને ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પણ પૂછવામાં આવ્યું હતું

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને નરેન્દ્ર મોદી 2024માં ત્રીજી ઇનિંગ માટે ઘણા કોન્ફિડન્સ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન એક અંગ્રેજી અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું,  'લોકોને ખ્યાલ છે કે આપણો દેશ ટેક ઓફ કરવા માટે તૈયાર છે અને ટેની માટ ફ્લાઇટ ઝડપી આવે, લોકો જાણે છે કે આ સુનિશ્ચિત કરવા માટે એ પાર્ટી બેસ્ટ છે કે તેમને અહીં સુધી લાવી છે.'

આ વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પણ પૂછવામાં આવ્યું હતું. મોદીએ આનો જવાબ આપવાને બદલે પારસી સમુદાયની આર્થિક સફળતા તરફ આંગળી ચીંધી હતી. આ સાથે જ એમને ભારતની ભૂમિને મુસ્લિમો માટે સ્વર્ગ પણ ગણાવી હતી. એ વાત તો જાણીતી જ છે કે ભાજપના શાસનમાં મુસલમાનોને લઈને અવારનવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે

પાર્ટીના ટીકાકારોનું કહેવું છે કે હાલમાં ભાજપમાં કોઈ મુસ્લિમ સાંસદ કે મુસ્લિમ વરિષ્ઠ મંત્રી નથી. જ્યારે ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પીએમ પારસીઓની સફળતાની ચર્ચા કરવા લાગ્યા. ભારતમાં વસતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીઓમાં પારસી સમુદાયની ગણતરી થાય છે કારણ કે તેમની વસ્તી ઘણી ઓછી છે. આમ કહીને PM એ મોટો સંદેશ આપ્યો. 

દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમોનો કોઈ સીધો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યું, 'વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, અને તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી સામે ભેદભાવની લાગણી નથી.' 

દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમોનો કોઈ સીધો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યું, 'વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે અને તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી સામે ભેદભાવની લાગણી નથી.' 

નોંધનીય છે કે આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતના 90 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. 73 વર્ષના લોકપ્રિય નેતા મોદી અને બીજેપીના સમર્થકો એમ કહીને જીતનો દાવો કરી રહ્યા છે કે સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે અને લાખો લોકોના જીવનધોરણમાં સુધારો કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ