બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / VTV વિશેષ / What is Khalistan? Who is Bhindranvala and Hardeep Nikkar, Why Sikh seperatists are demanding another state

રકતરંજીત ઈતિહાસ / ખાલિસ્તાન છે શું? 1940માં સૌથી પહેલી વાર શબ્દ પ્રયોગ, ઈન્દિરા ગાંધીની હત્યા બાદ હવે 75 વર્ષના ભારત-કેનેડાના સંબંધ તહસમહસ કર્યા

Vaidehi

Last Updated: 04:59 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ખાલિસ્તાની ચળવળો તો નાબૂદ થઈ ગઈ છે પરંતુ વિદેશોમાંથી ચાલતી આતંકી પ્રવૃતિઓની સીધી અસર ભારત પર થઈ રહી છે. આખરે ખાલિસ્તાન છે શું? 1929થી અત્યાર સુધી શીખ અલગતાવાદીઓ દ્વારા ચાલતી આ હિંસક પ્રવૃતિઓ પાછળ કારણ શું છે? જાણો વિસ્તારથી.

  • કેનેડાનાં PM ટ્રૂડોએ ખાલિસ્તાની નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યો
  • 1929થી શીખ અલગતાવાદીઓ દેશ-વિદેશમાં ચળવળો કરી રહ્યાં છે
  • PM ઈન્દિરા ગાંધી સહિત હજારો લોકોનાં મૃત્યુ પાછળ ખાલિસ્તાનીઓનો હાથ?

Vaidehi Bhinde VTV: કેનેડાનાં PM જસ્ટિન ટ્રૂડોએ હાલમાં ભારત પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાડ્યો છે જે બાદ ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધોમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ આ તમામ વૈશ્વિક વિવાદો વચ્ચે એ જાણવું જરૂરી છે કે ખાલિસ્તાન આખરે છે શું? ખાલિસ્તાન ચળવળ પાછળ શું હેતુ છે અને ભારત શા માટે ખાલિસ્તાનનું સમર્થન નથી કરી રહ્યું. જાણો ખાલિસ્તાન સંબંધિત તમામ જરૂરી માહિતી વૈદેહી ભીંડેની કલમે...

FLAG OF KHALISTAN

ખાલિસ્તાન શબ્દનો ઉદ્ભવ
ખાલિસ્તાન શબ્દ અરબી ભાષાનાં ખાલિસથી પ્રરિત છે. ખાલિસ્તાનનો અર્થ થાય છે 'ખાલસાઓની ધરતી'. સામાન્ય શબ્દોમાં સમજીએ તો એક એવી જગ્યા કે જ્યાં માત્ર શીખ રહેતા હોય. માહિતી અનુસાર આ શબ્દનો સૌથી પહેલીવાર 1940માં મુસ્લિમ લીગનાં લાહોર ઘોષણાપત્રનાં જવાબમાં ડોક્ટર વીર સિંહ ભટ્ટીએ કર્યો હતો. જો કે અકાળી આંદોલનનાં સંસ્થાપક સદસ્ય માસ્ટર તારા સિંહની આગેવાનીમાં 1929થી જ શીખો માટે અલગ દેશ બનાવવાની માંગ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં શીખની સંખ્યા વધારે છે પણ ભારતની વસ્તીમાં જો સરખામણી કરવામાં આવે તો 144 કરોડની વસ્તીમાં માત્ર 2% વસ્તી જ શીખોની છે. શીખ અલગતાવાદીઓ પંજાબમાંથી પોતાનો નવો દેશ બનાવવાની માંગ કરી રહ્યાં છે. 

શીખો માટે અલગ રાજ્યની માંગ
1947માં ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું. આ સમયે પંજાબનાં પણ 2 ભાગ થયાં. એક ભાગ પાકિસ્તાન પાસે જ્યારે એક ભાગ ભારત પાસે રહ્યો. આ બાદ અકાળી દળનાં શીખો માટે અલગ પ્રદેશની માંગ વધુ તેજ થવા લાગી જેને લઈને 1947ની સાલમાં 'પંજાબી સૂબા આંદોલન' શરૂ થયું. શીખો માટેનાં અલગ રાજ્યની માંગ માટેનું આંદોલન 19 વર્ષો સુધી ચાલતું રહ્યું. આખરે 1966ની સાલમાં ઈન્દિરા ગાંધીએ આ માંગનો સ્વીકાર કર્યો અને પંજાબને ત્રણ ભાગોમાં વિભાજિત કર્યું. શીખો માટે પંજાબ, હિંદી બોલનારાઓ માટે હરિયાણા અને ત્રીજો ભાગ ચંદીગઢ.

Jagjit Singh Chauhan-1st President of the Counsil of Khalistan

જગજીત સિંહ ચૌહાણ
1969માં પંજાબ વિધાનસભા ચૂંટણી થઈ જેમાં ટાંડા વિધાનસભા સીટમાંથી રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાનાં ઉમેદવાર જગજીત સિંહ ચૌહાણ ઊભા રહ્યાં. પરંતુ હારી ગયાં. ચૂંટણી હાર્યા બાદ તેઓ બ્રિટન જતાં રહ્યાં અને ત્યાં ખાલિસ્તાન આંદોલનની શરૂઆત કરી. 1971માં જગજીત સિંહે ન્યૂયોર્ક ટાઈમ્સમાં ખાલિસ્તાન આંદોલન માટે ફંડિંગ માંગતી જાહેરાત પણ આપી. 1977માં તેઓ ભારત પાછા આવ્યાં અને  1979માં ફરી બ્રિટન જતાં રહ્યાં. તેમણે બ્રિટન જઈને 'ખાલિસ્તાન નેશનલ કાઉન્સિલ'ની સ્થાપના કરી.

Bhindranvala and Former PM Indira Gandhi

જરનૈલ સિંહ ભિંડરાવાલે vs ઈન્દિરા ગાંધી
1947માં જન્મેલ જરનૈલ સિંહ ભિંડરાવાલે એક શીખ ધર્મનાં ધાર્મિક ગુરુ અને રાજકીય ક્રાંતિકારી હતાં. તેમણે પંજાબના શીખોનાં અલગ દેશની માંગ માટે હિંસક ઝુંબેશ અને અમૃતસરમાં આવેલ હરમંદિર સાહિબમાં સશસ્ત્ર કબ્જો કર્યો હતો. 1982ની સાલમાં ભિંડરાવાલાએ સુવર્ણ મંદિરને પોતાનું ઘર બનાવી લીધું. ભિંડરાવાલાએ પંજાબ અને શીખોની માંગને લઈને ઠેર-ઠેર ભડકાઉ ભાષણો આપ્યાં. જો કે તેણે પોતાના મોઢે કોઈપણ દિવસ ' ખાલિસ્તાન' શબ્દનો અથવા તો અલગ દેશની માંગ નહોતી કરી. મીડિયા રિપોર્ટ અનુસાર ભિંડરાવાલાએ હિંદુઓ અને ‘મોર્ડેનાઈઝ્ડ’ શીખોને ટાર્ગેટ  બનાવ્યા કે જેઓ તેમના વાળ કાપતા અને દારૂ પીતા હતા. રિપોર્ટસ અનુસાર ભિંડરાવાલા તેના વિરોધીઓની લિસ્ટ તૈયાર કરાવતાં અને પોતાના અનુયાયીઓને વિરોધીઓનું મર્ડર કરવા પ્રેરતો હતો. 

ઓપરેશન બ્લૂ સ્ટાર
પંજાબમાં વધી રહેલી હિંસાને જોતાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ભિંડરાવાલાની ધરપકડ કરવાનો ઓર્ડર આપ્યો. આશરે 200 જેટલા સૈનિકોને આ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યાં. આ ઓપરેશનનાં સૈન્ય કમાન્ડર મેજર જનરલ કે.એસ બરાડ અનુસાર થોડા સમયમાં જ ખાલિસ્તાનની ઘોષણા થવા જઈ રહી હતી અને તેને અટકાવવા માટે આ ઓપરેશન વહેલીતકે કરવામાં આવે તે જરૂરી હતું. જૂન 1984માં ભિંડરાવાલાનું ઘર બની ગયેલ સુવર્ણ મંદીરને ચારેય તરફથી ઘેરવામાં આવ્યું.  પંજાબમાં આવતી-જતી રેલગાડીઓ, બસો અને વિમાનોની સેવા બંધ કરી દેવામાં આવી. 3 જૂન 1984નાં પંજાબમાં કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યું. 4 જૂનનાં રોજ સેનાએ ગોલ્ડન ટેમ્પલમાં ફાયરિંગ શરૂ કરી દીધી. બીજા દિવસે સેના ટેન્ક લઈને સુવર્ણ ટેમ્પલમાં અટેક કરવા લાગી હતી. 7 જૂનનાં રોજ ભિંડરાવાલા અને તેના અનુયાયીઓનાં મૃત શરીરોને ઈન્ડિયન આર્મીએ રિસીવ કર્યાં. પરંતુ હજુ 4 આતંકવાદીઓ મંદિરનાં બેઝમેન્ટમાં છુપાયેલા હતાં. તેથી વધુ 2 દિવસ આ ઓપરેશન ચાલ્યું. 10 જૂન 1984નાં રોજ ઓપરેશન બ્લૂ સ્ટારનો અંત આવ્યો. માહિતી અનુસાર 83 ઈન્ડિયન આર્મીનાં સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં. સરકારી આંકડાઓ અનુસાર આ હુમલામાં 493 આતંકવાદીઓ અને નાગરિકો મૃત્યુ પામ્યાં હતાં.

Golden Temple, 1984 Image Source SikhMuseum.com

ઈન્દિરા ગાંધીનું મર્ડર
ભિંડરાવાલાની મૃત્યુ બાદ સ્થિતિ વધુ બગડી ગઈ. ઓપરેશન બ્લૂ સ્ટારનાં 4 મહિના બાદ 31 ઓક્ટોબર 1984નાં રોજ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા તેમના 2 શીખ બોડીગાર્ડસ સતવંત સિંહ અને બેઅંત સિંહે કરી. ઈન્દિરા ગાંધી પર ફાયરિંગ કરીને તેમનું મર્ડર કરવામાં આવ્યું. તેમના મૃત્યુ બાદ દેશભરમાં શીખ વિરોધી દંગાઓ થવા લાગ્યાં. આંકડાઓ અનુસાર દિલ્હીમાં જ 2733 શીખોને મારી દેવામાં આવ્યાં. એવો આરોપ લગાડવામાં આવ્યો હતો કે આ શીખ વિરોધી દંગાઓને કોંગ્રેસનાં નેતાઓએ હવા આપી હતી.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ
25 જૂન 1985નાં કેનેડાનાં મોમ્ટ્ર્રિયલથી લંડન જઈ રહેલ એરઈન્ડિયાની ફ્લાઈટને હવામાં જ બોમ્બથી ઊડાડી દેવામાં આવી. આ બ્લાસ્ટમાં આશરે 329 મૃત્યુ પામ્યાં હતાં. બબ્બર ખાલસાએ આ હુમલાની જવાબદારી લેતાં તેને ભિંડરાવાલાની મોતનો બદલો ગણાવ્યો.

અમૃતપાલ સિંહની ધરપકડ
એપ્રિલ 2023માં ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહની પંજાબ ખાતે ધરપકડ કરવામાં આવી. 36 દિવસનાં સર્ચ ઓપરેશન બાદ પોલીસે મોગા જિલ્લામાં ખાલિસ્તાની નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલેના મૂળ ગામમાંથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી. દીપ સિદ્ધુ તરીકે જાણીતા સંદીપ સિંહ સિદ્ધુએ 29 સપ્ટેમ્બર, 2021ના રોજ પંજાબના અધિકારો માટે લડવા અને તેની સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે 'વારિસ પંજાબ દે' સંસ્થાની રચના કરી. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. 16 ફેબ્રુઆરી 2023ના રોજ અમૃતપાલ સિંહ અને લવપ્રીત સિંહ ઉર્ફે તુફાન વિરુદ્ધ અપહરણ, હુમલો અને હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો.  અમૃતપાલ પોતાને બીજા ભિંડરાંવાલા માને છે. તેમના જેવા પોશાક પહેરતો હતો. મહત્વનું છે કે, એક અહેવાલ મુજબ ભિંડરાંવાલે જેવા દેખાવા માટે અમૃતપાલે કોસ્મેટિક સર્જરી કરાવી હતી.

ભારતમાં ખાલિસ્તાન આંદોલન સમાપ્ત પણ વિદેશોમાં જારી
આ તમામ હુમલાઓ બાદ ભારતમાં તો ખાલિસ્તાન આંદોલન શાંત થયું પણ કેનેડા, ઑસ્ટ્રેલિયા અને UKમાં હજુ પણ આ આંદોલન ચાલુ છે. હાલનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ આ સમસ્યા વિશે અન્ય દેશો સાથે વાતચીત કરી છે. ભારતે કેનેડા સાથે 3 વખત આ વિષય પર ચર્ચા કરી છે. એટલું જ નહીં NIA દ્વારા 43 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની લિસ્ટ પણ જારી કરવામાં આવી હતી જેમાં અર્શદીપ સિંહ સુક્ખા, ગોલ્ડી બરાડ સહિત હરદિપ સિંહ નિજ્જરનું નામ પણ શામેલ હતું. 

કેનેડામાં ખાલિસ્તાન વિરોધી આંદોલન

કેનેડા અને ખાલિસ્તાન
2020ની સાલમાં ભારત સરકારે નિજ્જરને UAPA એક્ટ અંતર્ગત 'આતંકવાદી' જાહેર કર્યો હતો. પંજાબ સરકારે 2022માં તેના ભારત પ્રત્યર્પણની માંગ કરતા કેનેડીયન અધિકારીઓ સાથે સંપર્ક પણ કર્યો હતો પરંતુ ઈન્ટરપોલનાં રેડ કોર્નર નોટિસ મોકલ્યા હોવા છતાં કેનેડા સરકારે આ આતંકવાદીની સોંપણી ભારતને ન કરી.  હાલમાં કેનેડાનાં PM ટ્રૂડોએ નિજ્જરનાં મર્ડર સાથે ભારતનો કનેક્શન હોવાનો આરોપ મૂક્યો છે. જે બાદ ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધો વધુ ગરમાયા છે.

કેનેડામાં 9 અલગાવવાદી સંગઠનો
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે કે આતંકવાદી સમૂહોનું સમર્થન કરતાં ઓછામાં ઓછાં 9 અલગાવવાદી સંગઠનો કેનેડામાં સ્થિત છે. તેમના અનુસાર,
વિશ્વ શીખ સંગઠન (WSO)
ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)
શીખ ફોર જસ્ટિસ (SFJ)
બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) જેવા ખાલિસ્તાન સમર્થક સંગઠનો પાકિસ્તાનનાં ઈશારા પર કથિત ધોરણે કેનેડાની ધરતી પર સ્વતંત્રપણે આતંકી પ્રવૃતિઓ કરી રહ્યાં છે. એટલું જ નહીં આ આતંકી કે આપરાધિક પ્રવૃતિઓને બંધ કરવા માટે કેનેડીયન અધિકારીઓની તરફથી ઘણાં વર્ષોથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ