બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / What is China's Belt and Road Initiative project? Which India is protesting

દ્વિપક્ષીય સંબંધો / શું છે ચીનનો આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ? જેનો ભારત કરી રહ્યું છે છડેચોક વિરોધ, જાણો કારણ

Priyakant

Last Updated: 12:55 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

China Nauru ties Latest News: શી જિનપિંગે કહ્યું, અમે બેલ્ટ એન્ડ રોડ પહેલમાં સામેલ થવા માટે નાઉરુ (Nauru)નું સ્વાગત કરીએ છીએ, જાણો ભારત કેમ કરે છે વિરોધ ?

China Nauru ties : ચીને તેના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં અન્ય એક દેશનો સમાવેશ કર્યો છે. વાત જાણે એમ છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સોમવારે બેઇજિંગમાં Nauru રાષ્ટ્રપતિ વિડ એડીયાંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે, બેઠક દરમિયાન શી જિનપિંગે કહ્યું હતું કે, અમે બેલ્ટ એન્ડ રોડ પહેલમાં સામેલ થવા માટે નાઉરુ (Nauru)નું સ્વાગત કરીએ છીએ.

જાન્યુઆરીમાં નાઉરુ (Nauru)એ ચીનના દુશ્મન ગણાતા દેશ તાઈવાન સાથે સંબંધો તોડી નાખ્યા હતા અને ત્યાર બાદ તરત જ તેણે ચીન સાથે રાજદ્વારી સંબંધો ફરી શરૂ કર્યા હતા. રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયા બાદ નાઉરુ (Nauru)ના રાષ્ટ્રપતિની ચીનની આ પ્રથમ મુલાકાત છે. રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરવાના નાઉરુ (Nauru)ના નિર્ણય પર શી જિનપિંગે કહ્યું કે, રાજનૈતિક સંબંધો પુનઃસ્થાપિત કરવાનો નાઉરુ (Nauru)નો રાજકીય નિર્ણય એ એક પગલું છે જે ઇતિહાસ અને સમયની માંગને અનુરૂપ છે. શીએ એમ પણ કહ્યું કે, જ્યારે પણ મિત્રતા શરૂ કરવામાં આવે છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ હોવું જોઈએ. સંબંધોનું કદ ગમે તેટલું હોય તે પ્રામાણિક હશે ત્યાં સુધી તે ફાયદાકારક રહેશે.

ચીન-નાઉરુ (Nauru)સંબંધો
રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે, ચીન-નાઉરુ (Nauru) સંબંધોએ ઈતિહાસમાં એક નવો અધ્યાય ખોલ્યો છે. ચીન-નાઉરુ (Nauru) સંબંધોનું વધુ સારું ભવિષ્ય બનાવવા અને બંને દેશોના લોકોને વધુ લાભ પહોંચાડવા માટે ચીન નાઉરુ (Nauru) સાથે કામ કરવા તૈયાર છે. આ બેઠક બાદ નાઉરુ (Nauru)ના પ્રમુખે સાથે મળીને કામ કરવાની અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત પણ કરી હતી.

શું છે આ બેલ્ટ એન્ડ રોડ પહેલ ? 
ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ જેને વન બેલ્ટ વન રોડ અને ન્યુ સિલ્ક રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટ ઘણા દેશોમાંથી પસાર થઈ રહ્યો છે તેને શી જિનપિંગની વિદેશ નીતિનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. આ માટે ચીનની સરકાર 2013થી 150થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં રોકાણ કરી રહી છે. આ દ્વારા ચીન પોતાને વિશ્વના ઘણા દેશો સાથે જોડવા માંગે છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ચીનની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થશે.

વધુ વાંચો: કોણ છે પવન દાવુલુરી? જેઓ બન્યા માઇક્રોસોફ્ટ Windowsના નવા બોસ, ધરાવે છે ભારત સાથે સીધું કનેક્શ

તો પછી ભારત કેમ કરે છે વિરોધ ? 
ચીનનો આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થઈ રહ્યો છે, જેના પર ભારતે ઘણી વખત વાંધો ઉઠાવ્યો છે. ભારત પહેલાથી જ કહેતું આવ્યું છે કે, ચીનનો આ પ્રોજેક્ટ નાના દેશોને ચીનના દેવામાં ડૂબી જશે. ભારતે હંમેશા કહ્યું છે કે, બેલ્ટ એન્ડ રોડ પહેલ આંતરરાષ્ટ્રીય કાયદાઓને ધ્યાનમાં રાખીને અને તમામ દેશોની સંમતિથી પૂર્ણ થવી જોઈએ. ભારત આ પ્રોજેક્ટથી સતત દૂર રહ્યું છે. આ વિષય પર 2017, 2019 અને 2023માં આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠકો યોજાઈ છે, જેમાંથી ભારતે પોતાને દૂર રાખ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે 2017માં આ પ્રોજેક્ટ સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, કનેક્ટિવિટી પ્રોજેક્ટને એવી રીતે આગળ વધારવો જોઈએ કે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ