બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / What god looks like, physcologists did a research on Americans and their imagination on of Yeshu
ADVERTISEMENT
દુનિયાનાં ખૂણા-ખૂણામાં અલગ-અલગ ધર્મ અને સંસ્કૃતિનાં લોકો પોતાના ભગવાનનો ફોટો અને મૂર્તિઓ પોતાની માન્યતા અનુસાર બનાવે છે. બધાનાં ચહેરા અને વેશભૂષા અલગ-અલગ હોય છે. પણ હંમેશા લોકોનાં મનમાં આ સવાલ રહે છે કે ભગવાન વાસ્તવમાં દેખાય કેવા છે? ઈસાઈ ધર્મમાં લાંબા સમયથી આ વાતને લઈને દલીલ ચાલે છે કે યીશુને શું ગમતું હશે, તેમની ત્વચાનો રંગ કેવો હશે, તેમની હાઈટ કેવી હશે? હવે હાલમાં થયેલ એક રિસર્ચમાં અમેરિકન લોકોએ કલ્પના સાથે મેળ ખાતો એક ભગવાનનો ફોટો પબ્લિશ કર્યો છે.
આ રીતે કરવામાં આવ્યું અધ્યયન
એક નવી ટેકનીકનો ઉપયોગ કરીને ચેપલ હિલમાં ઉત્તરી કેરોલિના વિશ્વવિદ્યાલયનાં મનોવૈજ્ઞાનિકોએ એક ચહેરો બનાવ્યો છે. અમેરિકન લોકોનાં વિચારોમાં ભગવાનનો ફોટો કેવો છે એ અંગે આ રિસર્ચ માહિતી આપે છે. PLOS વન જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં 511 ઈસાઈઓનાં વિવિધ ભાવ અને વિશેષતાઓવાળા હજારો ચહેરાઓ દેખાડવામાં આવ્યાં. દરવખતે તેમને એ સિલેક્ટ કરવા માટે કહેવામાં આવ્યું કે બંનેમાંથી કયો ફોટો યશૂથી સૌથી વધુ મેળ ખાય છે. પછી પસંદ કરેલી આ ફોટોને એક એવા ચહેરામાં મિક્સ કરવામાં આવ્યું જે એ દર્શાવે છે કે વધુ પડતાં અમેરિકન ક્રિશ્ચન ઈસાઈ ભગવાનને પોતાની કલ્પનામાં કેવા માને છે.
ADVERTISEMENT
રિઝલ્ટમાં આવો ચહેરો જોવા મળ્યો
રિઝલ્ટમાં જાણવામાં આવ્યું કે યશૂનો ચહેરો સાધારણથી વધારે ફેમિનિન અને યુવા હતો. પણ આ પર્સનલ ચોઈસ લોકોનાં રાજકીય વિચારોથી પ્રભાવિત હતી. વધુ રૂઢિવાદી લોકો ભગવાનને વધારે શક્તિશાળી સ્વરૂપમાં જોઈ રહ્યાં હતાં જ્યારે ઉદારવાદી લોકોને લાગ્યું કે ભગવાન વધુ ફેમિનિન અને પ્રેમથી ભરપૂર હશે.
ADVERTISEMENT
પોતાના સાથે મેળ ખાતો ભગવાનનો ચહેરો
સ્ટડૂએ હ્યૂમન સાઈકોલૉજીની એક ઝલક રજૂ કરી જેમાં જાણવા મળ્યું કે લોકો દ્વારા એવો ફોટો સિલેક્ટ કરવાની સંભાવના વધારે છે જે તેમના પોતાના સાથે મેળ ખાતી હોય. સ્ટડીમાં સ્વતંત્ર રેટિંગથી જાણવા મળ્યું કે જેવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી, ભગવાનનાં ચહેરાની ધારણા અહંકારવાદથી આકાર લે છે. વૃદ્ધ લોકોએ એક જૂની વેશભૂષાવાળા ભગવાનને જોયું જ્યારે આકર્ષક લોકોએ ભગવાનને આકર્ષકરૂપે જોયું. આફ્રિકન અમેરિકન્સએ ભગવાનને આફ્રિકન અમેરિકનરૂપે જોયું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.