બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / weekly tarot predictions 21 to 27 august 2023

રાશિફળ / આ બે રાશિના જાતકોના થઈ શકે છે બ્રેકઅપ, આ લોકોના પ્રેમજીવનમાં આવશે નવો ઉમંગ, જાણો સાપ્તાહિક લવ રાશિફળ

Manisha Jogi

Last Updated: 10:33 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. આવનારા સપ્તાહમાં કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે. તમામ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • આવનારા સપ્તાહમાં કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે
  • કેટલીક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે
  • તમામ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે?

ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. આવનારા સપ્તાહમાં કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે અને કેટલીક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. તમામ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ
અંગત જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ સપ્તાહે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તણાવના કારણે આરોગ્ય ખરાબ થઈ શકે છે. ડાયટ અને ફિટનેસનું ખાસ ધ્યાન રાખવું, જો કોઈ બિમારીના લક્ષણો જોવા મલી રહ્યા છે, તો ડોકટરની સલાહ લીધા વગર દવા ના લેવી. 

વૃષભ
આ સપ્તાહે કોઈપણ વસ્તુ પર ધ્યાન નહીં આપી શકો અને નિર્ણય નહીં લઈ શકો. નિર્ણય લેતા પહેલા ડર લાગી શકે છે અને કામ નહીં થાય. કામના સ્ટ્રેસને કારણે પરેશાન ના થવું અને બ્રેક લેવાની કોશિશ કરો. માનસિક તણાવ થઈ શકે છે, તણાવથી બચવાની કોશિશ કરો. 

મિથુન
આ રાશિના જાતકો માટે આ સપ્તાહે કામનું વધુ મહત્ત્વ રહેશે. પરેશાની વધશે અને ખુદ માટે સમય પણ નહીં મળે. કામની પર્સનલ લાઈફ પર અસર થઈ શકે છે. અંગત અને પ્રોફેશનલ લાઈફમાં વધુ કામ રહેશે. 

કર્ક
કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. પાર્ટનર સાથે સંબંધ વધુ સારો રહેશે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની કોશિશ કરી શકો છો. પાર્ટનરને તમામ પ્રકારે ખુશ કરી શકશો. પાર્ટનરની સામે વધુ વાત કરવામાં સંકોચ થશે, પરંતુ મન ખોલીને વાત કરવી. આ સપ્તાહે સારો રિસ્પોન્સ મળશે. 

સિંહ
આ રાશિના જાતકો ફાઈનાન્સનું વધુ ધ્યાન રાખશે. છેલ્લા કેટલાક સમયથી મંદી ચાલી રહી છે, આ સપ્તાહે બચત કરવાની છે. પર્સનલ લાઈફ મેનેજ કરવાની રહેશે. પૈસા કમાવાની વધુ તક મળશે. કાર્યક્ષેત્રે આ સપ્તાહ ખૂબ જ સારું રહેશે. 

કન્યા
આ રાશિના જાતકોની લવ લાઈફ ખરાબ થઈ શકે છે અને સ્વભાવ ચિડીયો રહેશે. લવ લાઈફ બાબતે પરેશાની રહેશે, જેના કારણે તમે બ્રેકઅપ અથવા બ્રેક લેવાનો વિચાર કરશો. ટ્રાવેલ કરવાથી નવો પાર્ટનર મળશે, તેનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રકારના ડિસ્ટ્રેક્શનથી બચીને રહેવું અને એકલા ટ્રાવેલ કરવું. અંગત જીવનના તણાવને કારણે ટ્રાવેલ પાર્ટનર પર ગુસ્સો કાઢી શકો છો. 

તુલા
આ રાશિના જાતકોએ આ સપ્તાહે ફાઈનાન્સ મેનેજ કરવાનું હેશે. આ સપ્તાહે નવો ખર્ચો આવી શકે છે. આવકની સાથે સાથે ખર્ચો પણ વધી રહ્યો છે અને નુકસાન થઈ રહ્યું છે. આ સપ્તાહે જોખમ લેતા પહેલા વિચારવું અને પૈસા ફસાય નહીં તેનું ધ્યાન રાખવું. 

વૃશ્વિક
આ રાશિના જાતકો માટે આ સપ્તાહ બિલ્કુલ પણ સારું નહીં રહે અને તમે ડિપ્રેશનમાં મુકાઈ શકો છો. જેના કારણે તમે ડિપ્રેશનમાં મુકાઈ શકો છો અને ખરાબ સમાચાર પણ મળી શકે છે. અગાઉના કેટલાક અનુભવ યાદ આવી શકે છે, જેના કારણે તમે ડિપ્રેશનમાં મુકાઈ જશે. આ પ્રકારે બિલ્કુલ થવા ના દેવું અને થોડો સમય કાઢવો. 

ધન-
આ સપ્તાહે ખૂબ જ બિઝી રહેશો અને નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. આ સપ્તાહે તમામ બાબતો સારી થશે અને કામ પણ મળી શકે છે. આ સપ્તાહે તમને તમારું મનપસંદ કામ મળી શકે છે. જે પણ તક મળે તેનો સ્વીકાર કરો અને આગળ વધો. 

મકર
આ રાશિના જાતકોને આ સપ્તાહે પરેશાની થી શકે છે. પાર્ટનર સાથે લડાઈ થશે અને પરેશાની વધશે. કોઈપણ બાબતે મુશ્કેલી થઈ શકે છે, તે બાબતે ખુલીને વાત કરવી. ખુદની સાથે સમય પસાર કરવો સારું લાગી શકે છે. કામ પર ધ્યાન આપો અને આગળ વધવાની કોશિશ કરો. પ્રોફેશનલ લેવલે મિશ્ર ફળ પ્રાપ્ત થઈ શકે છે. 

કુંભ
આ રાશિના જાતકો પરિવાર સાથે આ સપ્તાહ પસાર કરી શકે છે. કામમાંથી થોડો બ્રેક લેવો અને પરિવાર સાથે રહેવું. તમારી ખુશી પરિવાર સાથે છે, તમારા માટે પારિવારિક સુખ સર્વશ્રેષ્ઠ છે. કોઈપણ બાબતનો તણાવ લેવો નહીં અને જે સારું લાગે છે, તેના પર ધ્યાન આપો. 

મીન
મીન રાશિના જાતકોએ નવી જોબ શોધવાની રહેશે. કરિઅર ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે કરિઅર વિશે વિચારી રહ્યા છો, પરંતુ પરિવારને પણ ધ્યાન આપવાની કોશિશ કરો. તણાવ અને ટેન્શનના કારણે બ્રેઈન પર અસર તઈ શકે છે. આ કારણોસર વધુ તણાવ ના લેવો અને ખુદ પર ધ્યાન આપો. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી માહોલ સારો રહી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ