બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / We will not take bookings from Maldives', this travel agent association of Gujarat took a big decision, see what they said

નારાજગી / અમે માલદીવના બુકિંગ નહીં લઇએ', ગુજરાતના આ ટ્રાવેલ એજન્ટ એસોસિએશને લીધો મોટો નિર્ણય, જુઓ શું કહ્યું

Vishal Khamar

Last Updated: 04:12 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવમાં ભારત વિરોધી વલણ સામે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશને નિર્ણય કર્યો છે કે કોઈ ટ્રાવેલ એજન્ટ માલદીવના બુકીંગ જ નહીં કરે.

  • મોરબી ટ્રાવેલ એસો. દ્વારા કરાયો નિર્ણય
  • સોશિયલ મીડિયામાં ભારતીયોનો ગુસ્સો ફાટી નિકળ્યો
  • બંને દેશ વચ્ચે સબંધ સુધરશે નહી ત્યાં સુધી બુકીંગ નહી કરીએ

બોયકોટ  માલદીવને મોરબી ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. માલદીવના નેતાઓ દ્વારા વિવાદિત ટિપ્પણી બાદ ભારતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી ટ્રાવેલ એજન્ટ દ્વારા માલદીવના બુકિંગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ શેર કરેલા લક્ષદ્વીપના ફોટો બાદ માલદિવના મંત્રીઓ દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં ભારતીયોનો ગુસ્સો ફાટી નિકળ્યો હતો. અને બોયકોટ માલદીવ ટ્રેન્ડ થવા લાગ્યું.

3 મંત્રીઓએ ભારત તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હતી
થોડા દિવસો પહેલા માલદીવમાં સરકાર બદલાયેલ છે. થોડા દિવસો પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વિપની મુલાકાતે ગયા હતા. અને ત્યાંના ફોટા સોશીયલ મીડિયામાં મુક્યા હતા. આ બાબત માલદીવના અમુક રાજનેતા અને સરકારના પદાધિકારીઓને ગમી ન હતી. જેથી ત્યાંના 3 મંત્રીઓએ ભારત તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. એક મંત્રીએ તો સોશિયલ મીડિયામાં એક ફોટો મુકી ને ભારત તેમજ ભારતના નાગરિકોની ખરાબ મજાક કરેલી છે. ભારતને ખરાબ ચિતરવાની બાબતોનો મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક સભ્યો વિરોધ કરે છે. ગઈકાલથી સોશિયલ મીડિયામાં #BoycottMaldives ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનને આગળ વધારતા મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક એજન્ટ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક એજન્ટો માલદિવનુ બુકિંગ નહિ કરે.

વધુ વાંચોઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 100% જમીન સંપાદન પૂર્ણ, જાણો કેટલે પહોંચ્યું કામ અને શું છે પ્રોજેક્ટની વિશિષ્ટતાઓ?

બંને દેશ વચ્ચેનાં ડિપ્લોમેટ સબંધો સારા નહી થઈ જાય ત્યાં સુધી અમે બુકીંગ નહી કરીએઃ જીગ્નેશભાઈ અઘારા (પ્રમુખ, મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.)
આ બાબતે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનનાં પ્રમુખ જીગ્નેશભાઈ અઘારાએ જણાવ્યું હતું કે, મોરબી ટ્રાવેલ્સ એસોસિયેશનનાં દરેક એજન્ટ મિત્રોએ સાથે મળીને નક્કી કર્યું છે કે, ઈન્ડિયા અને માલદીવ વચ્ચે જે વિવાદ થયો છે. એનાં હિસાબે આખા ભારતમાં બાયકોટ માલદીવનું જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.એ અભિયાન અંતર્ગત અમે મોરબી ટ્રાવેલ એસોસિયેશનનાં દરેક એજન્ટ મિત્રો  જે જૂના બુકીંગ છે માલદીવનાં અને હવેથી કોઈ પણ બુકીંગ માલદીવનાં બુકીંગ કે ટિકીટ નહી કરીએ. બંને દેશ વચ્ચેનાં ડિપ્લોમેટ સબંધો સારા નહી થઈ જાય ત્યાં સુધી અમે બુકીંગ નહી કરીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ